ચાઈનીઝ કંપની Xiaomi પોતાની ધમાકેદાર ફ્લેશ સેલ માટે જાણીતી છે. કંપનીએ મંગળવારે યોજેલ Xiaomi Redmi 4 સ્માર્ટફોનનાં પ્રથમ ફ્લેશ સેલમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. શ્યાઓમીએ ટ્વિટરના માધ્યમથી જણાવ્યું કે, સેલમાં માત્ર 8 મિનિટમાં 2.5 લાખ Redmi 4 સ્માર્ટપોન વેચાઈ ગયા. ફોનનું આ વેચાણ એમેઝોન ઇન્ડિયા અને કંપનીની સત્તાવાર સાઈટ પર બપોરે 12 કલાકે યોજાયું હતું. સેલ શરૂ થતા જ એમેઝોન ર ગ્રાહકોનો ઘસારો એટલો વધી ગયો હતો કે થોડા સમયમાં જ સાઈટ ડાઉન થઈ ગઈ. જેના કારણે અનેક ગ્રાહકો ફોન ખરીદવાથી ચૂકી ગયા.કંપનીએ ભારતમાં રેડમી નોટ 4ના ત્રણ વેરિઅન્ટ લોન્ચ કર્યા છે. પરંતુ ગઇકાલના સેરમાં તેના 2 વેરિઅન્ટ જ રજૂ કરવામાં આવ્યા હતા. કંપનીએ જાહેરાત કરી કે તેના સૌથી મોંઘા એટલે કે 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજવાળા સ્માર્ટફોનનું વેચાણ ચાલુ વર્ષે જૂનના અંત સુધીમાં શરૂ થઈ જશે.હાલમાં બે જીબી અને 3 જીબી વેરિઅન્ટ જ ઉપલબ્દ છે. 2 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ વાળા વેરિઅન્ટની કિંમત 9,999 રૂપિયા છે. જ્યારે 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 10,999 રૂપિયા છે. જ્યારે 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 12,999 રૂપિયા છે.કંપનીએ પોતાની લોન્ચિંગ ઓફરની સાથે અનેક ઓફર પણ રજૂ કરી હતી. જે અંતર્ગત ફોનનું ઓરિજનલ કવર 499 રૂપિયાની જગ્યાએ 349 રૂપિયામાં ઉપલબ્ધ હશે. ઉપરાંત યસ બેંકનું ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવા પર 500 રૂપિયાનું ફ્લેટ કેશબેક મળશે. જ્યારે ગોઆઈબીબો પર ફ્લાઇટ અને હોટલ બુકિંગ પર 5,000 રૂપિયા સુધીની છૂટ મળશે.શ્યાઓમી રેડમી 4 ખરીદવા પર વોડાફોન 5 મહિના માટે 45 જીબી ડેટા ફ્રી આપશે. સાથે જ કિંડલ એપ ડાઉનલોડ કરીને સાઈન કરવા પર કિંડલ બુક્સ ખરીદવા માટે 200 રૂપિયાની પ્રમોશન ક્રેડિટ મળશે.શ્યાઓમી રેડમી નોટ 4 ફોનમાં 5.5 ઇંચ (1920 x 1080 પિક્સલ) ફુલ એચડી 2.5ડી કર્વ્ડ ગ્લાસ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. ફોનમાં સ્નેપડ્રેગન 625 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગ્રાફિક્સ માટે એડ્રેનો 506 જીપીયૂ છે. ફોનમાં હાઈબ્રિડ સિમ સ્લોટ છે, એટલે કે બીજું સિમ સ્લોટ એસડી કાર્ડ સ્લોટની ભૂમિકા પણ ભજવશે. યૂઝર 128 જીબી સુધી માઈક્રોએસડી કાર્ડનો ઉપયોગ કરી શકશે.તેના રિયર કેમેરાનો સેન્સર 13 મેગાપિક્સલ છે જે એફ/2..0 અપર્ચર, ડ્યુઅલ ટોન એલઈડી ફ્લશ અને પીડીએએફથી સજ્જ છે. સેલ્ફીના શોખીનો માટે અપર્ચર એફ/2.0, 85 ડિગ્રી વાઈડ એન્ગલની સાથે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. ફોન ફિન્ગરપ્રિન્ટ સેન્સર અને ઇન્ફ્રારેડ સેન્સરની સાથે આવે છે.ફોનના ડાઈમેંશન 151x76x8.35 મિલીમીટર અને વજન 175 ગ્રામ છે. ફોનમાં 4100 એમએએચની બેટરી છે. આ ફોન એન્ડ્રોઈડ માર્શમૈલો આધારિત મીયૂઆઈ 8 પર ચાલે છે.

SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.