એક બાજુ ભારત અને ચીન વચ્ચે શીત યુધ્ધ ચાલી રહ્યું છે ત્યાં ચીનની કંપનીઓ ભારતમાં તેનો વિસ્તાર વધારવામાં લાગી છે. Xiaomiની જ વાત કરીએ તો ભારતમાં આ કંપનીએ સારો એવો કારોબાર કર્યો છે. વર્ષ 2017ના બીજા કવાર્ટરમાં Xiaomiએ બજેટ કેટેગરીમાં સેમસંગને પણ પછી રાખી દીધી છે. કંપનીની લોકપ્રિયતા ભારતમાં કોઈ નકારી શકે નહિ.
આ લોકપ્રિયતાને કારણે જ Xiaomi તેનો નવો સ્ટોર ખોલવા જઈ રહી છે. દિલ્હી-એનસીઆરમાં તેનો પહેલો સ્ટોર ખોલશે. આ સ્ટોર ગુરુગ્રામના એમ્બિએન્સ મોલમાં હશે. Xiaomiનો આ સ્ટોર ભારતમાં ચોથો સ્ટોર છે જે 19 ઓગસ્ટના રોજ ખુલશે.
Xiaomi ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર મનુ કુમાર જૈને તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરી આ વાતની જાહેરાત કરી છે. કંપનીના ત્રણ સ્ટોર બેંગલોરમાં છે અને આ ચોથો સ્ટોર નોર્થ ઇન્ડિયામાં હશે. આ સ્ટોર ખુલ્યા બાદ યુઝર્સ Xiaomi સ્માર્ટફોન 999માં પ્રી-બુક કરાવી તેને સ્ટોરમાંથી ખરીદી શકે છે.