નવી દિલ્હી : શાઓમીના સીઈઓ લેઇ જુને તેના બ્રાન્ડ ઉત્પાદનની વ્યૂહરચના પર જણાવ્યું હતું કે, કંપનીના એમઆઇ મેક્સ (Mi Max) અને એમઆઈ નોટ (Mi Note) સિરીઝ ફોન્સ લોન્ચ કરવાની કોઈ યોજના નથી. ગીઝચાઈનામાં છાપવામાં આવેલા અહેવાલો અનુસાર, સીઇઓ કહે છે કે આગામી દિવસોમાં, એમઆઈ બ્રાન્ડના ઉચ્ચ પ્રદર્શન મોડેલ્સ પર કામ કરવામાં આવશે. આ માટે, તેઓએ એમઆઈ 9, એમઆઈ મિકસ સિરીઝ અને સીસી રેન્જનું ઉદાહરણ આપ્યું. ચાઇનાની વેબસાઇટ ગીઝચિનાએ સીઇઓ જુનનું સ્ક્રીનશોટ શેર કર્યું છે, જેણે આ માહિતીની પુષ્ટિ કરી છે. આ ઉપરાંત, રેડમી વિશે વાત કરવામાં આવી હતી કે કંપની આ શ્રેણીમાં સારી સુવિધાઓ સાથે ફોન રજૂ કરશે, જેની કિંમત બજેટ શ્રેણીમાં રાખવામાં આવશે. નોંધનીય છે કે, કંપનીની એમઆઈ મેક્સ સીરીઝ તેની મોટી ડિસ્પ્લે અને પાવર બેટરી માટે લોકપ્રિય છે. બીજી બાજુ તેની એમઆઈ નોટ શ્રેણી ઉપલા મધ્ય રેન્જમાં જોવા મળે છે.
શાઓમી આગામી મહિને ભારતમાં તેના નવા સ્માર્ટફોન રેડ્મી K20 Pro (કે 20 પ્રો) લોન્ચ કરશે. શાઓમી દાવો કરે છે કે તે વિશ્વમાં ‘સૌથી ઝડપી’ હશે. આ ફોન પહેલેથી જ ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ કે આ ફોનની વિશેષતા શું છે.
Redmi K20 Proના પ્રોસેસર્સની વાત કરીએ તો તેમાં ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 855 પ્રોસેસર છે. તે એડ્રેનો 616 જીપીયુને પણ સપોર્ટ કરે છે. ગેમિંગ કામગીરીને પ્રોત્સાહન આપવા માટે, શાઓમીએ નવી સૉફ્ટવેર સુવિધા ગેમ ટર્બો 2.0 પણ આપી છે.
ફોટોગ્રાફીના સેક્શનની વાત કરીએ તો રેડમી કે 20 પ્રોમાં પાછળના ભાગમાં ટ્રીપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. અહીં 48-મેગાપિક્સલનો સોની IMX586 સેન્સરનો પ્રાઈમરી કૅમેરો છે. સેકેન્ડરી કૅમેરા 13 મેગાપિક્સેલ અલ્ટ્રા વાઈડ એન્ગલ કેમેરા અને ત્રીજા કૅમેરા ટેલિફોટો લેન્સ સાથે 8 મેગાપિક્સલનો યુનિટ છે. શાઓમીએ કહ્યું કે, આનાથી સારી લો – લાઈટ પ્રકાશની ફોટોગ્રાફી કરી શકાય છે અને 960fps પર સ્લો – મોશન વિડીયો રેકોર્ડિંગ કરી શકાય છે.