નવી દિલ્હી : ટેલિકોમ ઉદ્યોગ પછી, શું મોબાઇલ ઉદ્યોગના ખરાબ દિવસો આવી રહ્યા છે? ભારતની નંબર -1 સ્માર્ટફોન નિર્માતા ચીની કંપની શાઓમીએ ચિંતા વ્યક્ત કરી છે કે જીએસટી (GST) વધવાથી મોબાઇલ ઇન્ડસ્ટ્રીની હાલત કફોડી થઈ જશે.
ખરેખર, સરકારે મોબાઇલ ફોન્સ પર જીએસટી વધારવાનો નિર્ણય લીધો છે. પહેલાં તે 12% હતો અને હવે તે વધીને 18% થઈ ગયો છે. શાઓમીના ભારતના વડા અને વૈશ્વિક ઉપરાષ્ટ્રપતિએ આ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું છે કે મોબાઇલ ઇન્ડસ્ટ્રીના ટુકડે – ટુકડા થઈ જશે.
શાઓમી ભારતની નંબર -1 સ્માર્ટફોન કંપની છે અને શાઓમી ઇન્ડિયાના હેડ મનુ જૈને કહ્યું છે કે, આનાથી મોબાઇલ ઉદ્યોગ ક્ષીણ એટલે કે ટુકડે ટુકડા થઈ જશે. સરકારના આ નિર્ણય બાદ મનુ કુમાર જૈને ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું છે કે, “ફોન માટે 12% થી 18% જીએસટીના વધારાથી ઉદ્યોગ ક્ષીણ થઈ જશે”.
મનુ કુમાર જૈન મેક ઇન ઇન્ડિયાના મોટા સમર્થક છે, પરંતુ આ નિર્ણય બાદ તેમણે એમ પણ કહ્યું છે કે જીએસટીમાં આ વધારો મોબાઇલ ઉદ્યોગ માટેના મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામને નબળો બનાવશે.
મનુ કુમાર જૈને કહ્યું કે, ડોલર સામે રૂપિયો નબળો હોવાને કારણે સ્માર્ટફોન ઉદ્યોગ પહેલાથી જ સંઘર્ષ કરી રહ્યો છે.
તેમણે કહ્યું છે કે, ‘મોબાઇલ ઉદ્યોગ પહેલાથી જ નફા માટે ઝઝૂમી રહ્યો છે. તમામ (કંપનીઓ) પર પૈસા એકત્ર કરવા માટે દબાણ રહેશે. આ મોબાઇલ ઉદ્યોગના મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામને વધુ નબળું પાડશે.
જીએસટી વધ્યા પછી મનુ જૈને એક ટ્વીટમાં પીએમ મોદીને વિનંતી કરી.
My humble request to Hon. PM @NarendraModi ji and FM @nsitharaman ji – please reconsider this #GST hike.?
The industry is already struggling with depreciating INR & supply chain disruption due to Covid-19.
At least all devices under $200 (=₹15,000) must be exempted from this. https://t.co/hOMpSpTyKk
— Manu Kumar Jain (@manukumarjain) March 14, 2020
તેમણે ટ્વિટમાં લખ્યું, ‘હું માનનીય પીએમ મોદી અને નિર્મલા સીતારમણને જીએસટી વધારા પર પુનર્વિચારણા કરવા વિનંતી કરું છું. રૂપિયા અને COVID-19 દ્વારા સપ્લાય ચેઇન પ્રભાવિત થવાને કારણે ઉદ્યોગ પહેલાથી જ સંઘર્ષ કરી રહ્યો છે. ‘
મનુ જૈને કહ્યું કે, ઓછામાં ઓછા 15 હજાર રૂપિયાના સ્માર્ટફોનને આ જીએસટી વધારાથી અલગ રાખવા જોઈએ.