નવી દિલ્હી : ચીની ટેક કંપની શાઓમી (Xiaomi)એ ભારતમાં એમઆઈ સ્માર્ટ એલઇડી ડેસ્ક લેમ્પ 1 એસ (Mi Smart LED Desk Lamp 1s) લોન્ચ કર્યો છે. તેની કિંમત 1,999 રૂપિયા છે અને શાઓમીના ક્રાઉડ ફંડિંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. તમે મોબાઇલ એપ્લિકેશનથી આ સ્માર્ટ ડેસ્ક લેમ્પને કંટ્રોલ કરી શકો છો.
ખાસ વાત એ છે કે, આ સ્માર્ટ એલઇડી ડેસ્ક લેમ્પમાં ગૂગલ આસિસ્ટન્ટ, એમેઝોન એલેક્ઝા અને એપલ હોમ કીટને પણ સપોર્ટ કરવામાં આવ્યો છે. આ એપ્લિકેશન દ્વારા પીસી મોડ, રીડિંગ મોડ અને ચાઇલ્ડ મોડને સક્રિય કરી શકાય છે. આ ડેસ્ક લેમ્પ 16 ડિસેમ્બરથી ખરીદી શકાય છે.
Mi Smart LED Desk Lamp 1sમાં ઘણી સ્માર્ટ સુવિધાઓ છે અને તેજ નિયંત્રણ આપવામાં આવ્યું છે જે 2600-5000K છે. સાત દિવસ સુધી આ માટે ક્રાઉડ ફંડિંગ ઓપન રહેશે અને તે ફક્ત એક જ રંગીન પ્રકારમાં રજૂ કરવામાં આવ્યો છે.