નવી દિલ્હી : શાઓમી હવે એમઆઈ બેન્ડ 5 (Xiaomi Mi Band 5) લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ફિટનેસ બેન્ડ બનાવતી ચીની કંપની શાઓમીના સીઈઓએ પુષ્ટિ કરી છે કે કંપની શાઓમી સાથે મળીને આગામી જનરેશનની Xiaomi Mi Band 5 ડેવલોપ કરી રહી છે.
રિપોર્ટ અનુસાર, એમઆઈ બેન્ડ 5 માં 1.2 ઇંચની ટચ સ્ક્રીન ડિસ્પ્લે મળશે. નોંધનીય છે કે, ભારતમાં પણ, શાઓમીના ફિટનેસ બેન્ડ્સ ઘણાં લોકપ્રિય છે અને તાજેતરમાં જ કંપનીએ ભારતીય બજારો માટે એમઆઇ બેન્ડ 4 પણ લોન્ચ કર્યું હતું.
એમઆઇ બેન્ડ 5 વિશે અત્યાર સુધી જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, મી બેન્ડ 5 ની સ્ક્રીન એમઆઈ બેન્ડ 4 કરતા વધુ હળવી હશે. જો કે, આ વખતે પણ એમોલેડ પેનલનો ઉપયોગ કરવામાં આવશે.