નવી દિલ્હી : ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમીની પેટાકંપની POCO આવતા મહિને એક નવો સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ કંપનીએ લગભગ દોઢ વર્ષ પહેલાં પોકો એફ 1 સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો જે એકદમ સફળ બન્યો હતો.
તાજેતરમાં જ શાઓમીએ જાહેરાત કરી છે કે, POCO સ્વતંત્ર બ્રાન્ડનું કામ કરશે. જે રીતે ઓપ્પોની કંપની રીઅલમી ભારતમાં પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરી રહી છે, આવનારા સમયમાં કંપની POCO માટે પણ આ જ વ્યૂહરચના અપનાવશે.
POCO ઈન્ડિયાના જનરલ મેનેજર સી. મનમોહનના કહેવા મુજબ, આગામી સ્માર્ટફોન POCO બ્રાન્ડનો ફેબ્રુઆરીમાં લોન્ચ થશે. તાજેતરમાં જ એક પોકો સ્માર્ટફોન ટ્રેડમાર્ક વેબસાઇટ પર જોવા મળ્યો છે. એવું પણ જાણવા મળ્યું છે કે, કંપની POCO એક્સ 2 લોન્ચ કરશે.