નવી દિલ્હી : ચીનની સ્માર્ટફોન નિર્માતા શાઓમી (Xiaomi) ભારતમાં 108 મેગાપિક્સલનો સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ તેની જાહેરાત તેના ટ્વિટર એકાઉન્ટથી કરી છે. ખરેખર, 108MPisHere ઘણા સમય પહેલા જ એડ કર્યું હતું. પરંતુ હવે કંપનીએ તેના વિશે કંઇક ઓફિશિયલ કહ્યું છે.
શાઓમીના ગ્લોબલ વાઇસ પ્રેસિડેન્ટ અને ભારતના વડા મનુ કુમાર જૈને પણ એક ટ્વીટ કર્યું છે. આ ટ્વિટમાં તેમણે કહ્યું છે કે ટૂંક સમયમાં જ મોટી જાહેરાત કરવામાં આવશે. જણાવી દઈએ કે તે કદાચ એમઆઈ 10 સ્માર્ટફોન હશે અને કંપની આ મહિનાના અંતમાં તેને લોન્ચ કરી શકે છે.
આ સ્માર્ટફોન 27 માર્ચે ભારતમાં લોન્ચ થઈ શકે છે, કારણ કે તે દિવસે કંપની આ સ્માર્ટફોનને ગ્લોબલમાં પણ લોન્ચ કરશે. એમેઝોન ઈન્ડિયાના ટ્વિટર એકાઉન્ટ પર શાઓમીના આ લોન્ચિંગ વિશે પણ માહિતી આપવામાં આવી છે. જો કે, અહીં લોન્ચ કરવાની તારીખ પણ લખેલી નથી. આ સ્માર્ટફોન એમેઝોન પર વેચવામાં આવશે.
Mi fans, we've worked very hard to bring this #108MP flagship experience to India.
However, I want to add that we may have a different pricing model for this flagship due to (a) direct import (b) higher GST (c) depreciating ₹. Will keep everyone posted.#Xiaomi ❤️ #108MPIsHere https://t.co/HkMRftpyuz
— Manu Kumar Jain (@manukumarjain) March 18, 2020