Gambhira Bridge construction: ગંભીરા બ્રિજ માટે નવા પુલનું આયોજન

Arati Parmar
2 Min Read

Gambhira Bridge construction: ૧૨ મહિના માટે ટાર્ગેટ: નવો પુલ ઝડપી બનાવાશે

Gambhira Bridge construction: ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં માર્ગ અને મકાન વિભાગની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ગંભીરા બ્રિજના બદલે નવા પુલના બાંધકામ માટે રૂ.212 કરોડના ટેન્ડરની મંજૂરી આપવામાં આવી છે. સામાન્ય રીતે આવી કામગીરી માટે 18 મહિનાની સમયમર્યાદા હોય છે, પરંતુ મુખ્યમંત્રીએ આ કામગીરી માત્ર 12 મહિનામાં પૂર્ણ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે.

3 મહિનામાં વર્ક ઓર્ડર, તરત કામ શરુ થશે

મૂળ આયોજન મુજબ આગામી ત્રણ મહિનામાં વર્ક ઓર્ડર અપાયા પછી નવી બ્રિજ બનાવવાની કામગીરી તાત્કાલિક આરંભાશે. એ સાથે અન્ય અનેક પુલોની હાલતની પણ સમીક્ષા કરાઈ રહી છે.

Gambhira Bridge construction

1800થી વધુ પુલોનું સ્થળ ઇન્સ્પેક્શન

રાજ્યભરમાં એક જ અઠવાડિયામાં કુલ 1800થી વધુ નાના-મોટા પુલોની તાત્કાલિક મુલાકાત લઈને તેની સુરક્ષા અને સ્થિરતાની ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન 133 પુલો એવા હતા જેમાં તાત્કાલિક કામગીરી જરૂરી હોવાનું જણાયું હતું.

133 પુલો બંધ, NDT ટેસ્ટ શરૂ

આ પુલોમાંથી 20 પુલો તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે જ્યારે બાકીના 113 પુલો ભારે વાહનો માટે તાત્કાલિક બંધ કરવામાં આવ્યા છે. તમામ પુલોમાં Non-Destructive Testing (NDT)ના આધારે મજબૂતીકરણ કે પુનઃબાંધકામની કાર્યવાહી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

Gambhira Bridge construction

વરસાદમાં રસ્તાઓની હાલત અને કામગીરી

રાજ્યમાં ભારે વરસાદને કારણે કુલ રસ્તાઓના અંદાજિત 2.5% હિસ્સો નુકસાન પામ્યો છે. રસ્તાઓના પેચવર્ક અને પોટહોલ્સ ભરવાની કામગીરીમાં અત્યાર સુધીમાં 56.27% કામ પૂરું થયું છે અને 70%થી વધુ ખાડાઓ ભરાઈ ગયા છે.

‘ગુજમાર્ગ’ એપના ઉપયોગમાં વધારો

છેલ્લા ચાર દિવસમાં “ગુજમાર્ગ” એપ્લિકેશનના યૂઝર્સમાં 226%નો ઉછાળો જોવા મળ્યો છે. રજીસ્ટર્ડ યુઝર્સની સંખ્યા 10,767થી વધીને 35,118 થઈ ગઈ છે, જે સરકારી કામગીરીમાં ટેક્નોલોજી પર વિશ્વાસ વધતો દર્શાવે છે.

Share This Article