ગાંધીધામ: એન્ટિ ડમ્પીંગ ડ્યુટી ચોરીમાં પકડાયેલા રાજીવ જૈનને હોસ્પિટલમાં દાખલ કરાવવાનાં હવાતીયા મારતા મળતીયાઓ
કરોડો રુપિયાના એન્ટિ ડમ્પીંગ ડ્યુટી ચોરી કેસમાં ગાંધીધામ DRIનાં હાથે ઝપાયેલા કર્ણાટકના હસોવન ગ્રુપનાં રાજીવ હસોમણ જયપ્રકાશ ઉર્ફે રાજીવ જૈન તરફે કાયદાનો ગાળિયો કસાયા બાદ તેની સાથે સંકળાયેલી અન્ય કંપનીઓ પર પણ DRI શિકંજો કસવાની તૈયારીમાં છે. જ્યારે રાજીવ જૈનને ભૂજની હોસ્પિટલમાં દાખલ કરવાની ફિરાકમાં તેના મળતીયાઓ હોવાની વિગતો પણ જાણવા મળી રહી છે.
રાજીવ હોસમાણે જયપ્રકાશ ઉર્ફે રાજીવ જૈને કર્ણાટકમાં રહીને હસોવન પ્રાઈવેટ લિમિટેડની સ્થાપના કરી હતી. માત્ર પંદર વર્ષનાં ગાળામાં રાજીવ જૈને ડ્યુટી ચોરી કરીને કંપનીને કરોડો રુપિયામાં આળોટતી કરી દીધી છે. ડીઆરઆઈની તપાસમાં આ બધું ખૂલવા પામ્યું છે. હવે રાજીવ જૈન DRIની કસ્ટડીમાં છે ત્યારે તેને મળવા માટે મુલાકાતીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે અને આ દરમિયાનમાં તબિયતનાં બહાના હેઠળ તેને ભૂજની હોસ્પિટલમાં દાખલ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજીવ જૈનને એક પ્રકારે વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે અને મુલાકાતઓને છૂટથી મળવા દેવામાં આવી રહ્યા છે.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે તપાસના ભાગ રૂપે DRI ના ગુજરાતમાં
ગાંધીધામ યુનિટે 15 સપ્ટેમ્બરના રોજ મહાવીર ડિસ્ટ્રિબ્યુટર્સના ભાગીદાર રાજીવ હોસમાને જયપ્રકાશની ધરપકડ કરી હતી. રાજીવ હોસમાને 28.24 કરોડ રૂપિયાની કસ્ટમ ડ્યુટી ચોરી કરવાના કાવતરા પાછળ મુખ્ય ઓપરેટર, લાભાર્થી માલિક અને માસ્ટરમાઇન્ડ હોવાની શંકા છે. સૂત્રોએ ઉમેર્યું હતું કે આ કન્સાઇન્મેન્ટ પશ્ચિમ ભારતના મુખ્ય બંદર દ્વારા રવાના કરવામાં આવ્યા હતા.આ માલ-સામાનને મલેશિયા દ્વારા રવાના કરવામાં આવ્યો હતો.
રાજીવ HJને રાજીવ જૈન તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની કસ્ટમ્સ એક્ટની કલમ 104(4)(b) અને 104(6)(a) ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. DRI દ્વારા આયાતી માલના ત્રણ કન્સાઇન્મેન્ટ જપ્ત કરવામાં આવ્યા હતા.