Gandhidham: કરોડોની ડ્યુટી ચોરીનાં માસ્ટર માઈન્ડ રાજીવ જૈને ચીની માલને આ રીતે કંડલા પોર્ટ પર ઠાલવી દીધો, DRIની તપાસમાં થયા મોટા ખૂલાસા
ગાંધીધામ સ્થિત DRIએ કસ્ટમ ડ્યુટી ચોરીના કેસમાં રાજીવ હોસમાને જયપ્રકાશ ઉર્ફે રાજીવ જૈનની ધરપકડ કર્યા બાદ આ મામલે મોટા ખૂલાસા થઈ રહ્યા છે. રાજીવ જૈને કેવી રીતે સરકારી તિજોરીને ચૂનો ચોપડ્યો તે અંગે જે વિગતો બહાર આવી રહી છે તે અનેક રીતે ચોંકાવનારી બની રહેવા પામી છે. તામિલનાડુમાં ઉભી કરેલી હસોવન નામની કંપનીનાં ઓથા હેઠળ રાજીવ જૈને મોટા પ્રમાણમાં એન્ટિ ડમ્પીંગડ્યુટીની ચોરી કરી હોવાનું ખૂલતા તપાસનો રેલો તેની કંપની સાથે સંકળાયેલી અન્ય કંપનીઓ તરફ પણ રેલાયો છે.
મોટા પ્રમાણેમાં ચાલી રહેલી આ કેસમાં નવા ખૂલાસા થઈ રહ્યા છે. છેક મલેશિયાથી લઈ વાયા તામિલનાડુ ગુજરાત સુધીનું નેટવર્ક પાથરીને સરકારી તિજોરીને કરોડો રુપિયાનો ચૂનો ચોપડ્યો છે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે DRIના ગાંધીધામ યુનિટે 15 સપ્ટેમ્બરના રોજ મહાવીર ડિસ્ટ્રિબ્યુટર્સના ભાગીદાર રાજીવ હોસમાણે જયપ્રકાશની ધરપકડ કરી હતી. રાજીવ હોસમાણેએ 28.24 કરોડ રૂપિયાની કસ્ટમ ડ્યુટી ચોરી કરવાના કાવતરા પાછળ મુખ્ય ઓપરેટર, લાભાર્થી માલિક અને માસ્ટરમાઇન્ડ હોવાની શંકા છે. સૂત્રોએ ઉમેર્યું હતું કે આ કન્સાઇન્મેન્ટ પશ્ચિમ ભારતના મુખ્ય બંદર દ્વારા રવાના કરવામાં આવ્યા હતા.આ માલ-સામાનને મલેશિયા દ્વારા રવાના કરવામાં આવ્યો હતો.
રાજીવ HJને રાજીવ જૈન તરીકે પણ ઓળખવામાં આવે છેતે
ની કસ્ટમ્સ એક્ટની કલમ 104(4)(b) અને 104(6)(a) ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. DRI દ્વારા આયાતી માલના ત્રણ કન્સાઇન્મેન્ટ જપ્ત કરવામાં આવ્યા હતા.
ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે કૌભાંડને બે પ્રકારે આચરવામાં આવ્યું હતું. પ્રથમ, ચકાસણી અને ADD ટાળવા માટે કન્સાઇનમેન્ટ મલેશિયા દ્વારા મોકલવામાં આવ્યા હતા. બીજું, કન્સાઇનમેન્ટનું ખૂબ જ ઓછું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
રાજીવ જૈને કેવી રીતે કરી ડ્યૂટી ચોરી?
રાજીવ જૈને કરેલી ડ્યૂટી ચોરીને દાખલા દ્વારા સમજીએ. દાખલા તરીકે, ચાઇના મોબાઇલ ફોનનું ઉત્પાદન કરે છે અને તેને તેના સ્થાનિક બજારમાં INR 15,000 ની સમકક્ષ રકમમાં વેચે છે. જો કે, જ્યારે તે જ ઉત્પાદન ભારત અથવા અન્ય કોઈ દેશમાં નિકાસ કરવામાં આવે છે ત્યારે તે ચીની બ્રાન્ડ દ્વારા ઓછી કિંમતે વેચવામાં આવે છે. આનો અર્થ એ છે કે તે એ જ મોબાઇલ ફોનને ભારતીય બજારમાં INR 10,000માં વેચે છે, એ જાણીને કે સમાન મોબાઇલ ફોન ભારતમાં INR 12,000 કે તેથી વધુ કિંમતે વેચાય છે. નિકાસકાર વ્યૂહાત્મક રીતે બજારને કબજે કરવા માટે ઉત્પાદનને ઓછી કિંમતે વેચવાનું પસંદ કરે છે. આ સ્થિતિમાં, ચીન અયોગ્ય લાભ મેળવવા માટે તેના મોબાઇલ ફોન ભારતમાં ડમ્પ કરી રહ્યું છે. આ મોબાઈલનો દાખલો છે. રાજીવ જૈને આવી રીતે પોતાના માલને ભારતમાં ઘૂસાડવાનું કાવતરું રચ્યું હતું.