ગાંધીધામમાં ભાંડો ફૂટ્યો: કસ્ટમ ડ્યુટી ચોરીનાં માસ્ટર માઈન્ડ રાજીવ જૈને કઈ રીતે ઊભું કર્યું કરોડોનું સામ્રાજ્ય?
ગાંધીધામ સ્થિત DRIના યુનિટે મોટા પ્રમાણેમાં ચાલી રહેલી કસ્ટમ ડ્યુટી ચોરીના કેસમાં રાજીવ હોસમાને જયપ્રકાશ ઉર્ફે રાજીવ જૈનની ધરપકડ કર્યા બાદ આ કેસમાં નવા ખૂલાસા થઈ રહ્યા છે. છેક મલેશિયાથી લઈ વાયા તામિલનાડુ ગુજરાત સુધીનું નેટવર્ક પાથરીને સરકારી તિજોરીને કરોડો રુપિયાનો ચૂનો ચોપડ્યો છે.
રાજીવ હોસમાણે જયપ્રકાશ ઉર્ફે રાજીવ જૈને કર્ણાટકમાં રહીને હસોવન પ્રાઈવેટ લિમિટેડની સ્થાપના કરી હતી. માત્ર પંદર વર્ષનાં ગાળામાં રાજીવ જૈને ડ્યુટી ચોરી કરીને કંપનીને કરોડો રુપિયામાં આળોટતી કરી દીધી છે. ડીઆરઆઈની તપાસમાં આ બધું ખૂલવા પામ્યું છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે તપાસના ભાગ રૂપે DRI ના ગુજરાતમાં ગાંધીધામ યુનિટે 15 સપ્ટેમ્બરના રોજ મહાવીર ડિસ્ટ્રિબ્યુટર્સના ભાગીદાર રાજીવ હોસમાને જયપ્રકાશની ધરપકડ કરી હતી. રાજીવ હોસમાને 28.24 કરોડ રૂપિયાની કસ્ટમ ડ્યુટી ચોરી કરવાના કાવતરા પાછળ મુખ્ય ઓપરેટર, લાભાર્થી માલિક અને માસ્ટરમાઇન્ડ હોવાની શંકા છે. સૂત્રોએ ઉમેર્યું હતું કે આ કન્સાઇન્મેન્ટ પશ્ચિમ ભારતના મુખ્ય બંદર દ્વારા રવાના કરવામાં આવ્યા હતા.આ માલ-સામાનને મલેશિયા દ્વારા રવાના કરવામાં આવ્યો હતો.
રાજીવ HJને રાજીવ જૈન તરીકે પણ ઓળખવામાં આવે છે
તેની કસ્ટમ્સ એક્ટની કલમ 104(4)(b) અને 104(6)(a) ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. DRI દ્વારા આયાતી માલના ત્રણ કન્સાઇન્મેન્ટ જપ્ત કરવામાં આવ્યા હતા.
ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે કૌભાંડને બે પ્રકારે આચરવામાં આવ્યું હતું. પ્રથમ, ચકાસણી અને ADD ટાળવા માટે કન્સાઇનમેન્ટ મલેશિયા દ્વારા મોકલવામાં આવ્યા હતા. બીજું, કન્સાઇનમેન્ટનું ખૂબ જ ઓછું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
અધિકારીએ અંદાજ લગાવ્યો હતો કે ગયા વર્ષે કોલકાતા, મુંબઈ અને ગુજરાતના બંદરો પર આ મોડસ ઓપરેન્ડી દ્વારા 2,000 કરોડ રૂપિયાથી વધુના માલ-સામાનને લોડ કરતા લગભગ 500 કન્ટેનરની આયાત કરવામાં આવી હતી, જેના કારણે સરકારી તિજોરીને હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.આના કારણે ભારતીય ઉત્પાદકો પણ આ ગેરકાયદેસર આયાતથી સીધી અસર પામે છે.
રાજીવ જૈનની કંપની હસોવન પ્રાઇવેટ લિમિટેડ વિશે જાણો…
હસોવન પ્રાઇવેટ લિમિટેડ એક બિન-સરકારી કંપની છે, જેની સ્થાપના 31 જાન્યુઆરી,2012 ના રોજ થઈ હતી. આ એક ખાનગી અનલિસ્ટેડ કંપની છે અને તેને ‘શેર દ્વારા મર્યાદિત કંપની’ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે.
કંપનીની અધિકૃત મૂડી 1.0 લાખ છે અને તેની 100 ટકા ચૂકવણી મૂડી છે 1.0 લાખ છે. હસવન પ્રાઇવેટ લિમિટેડની છેલ્લી વાર્ષિક સામાન્ય સભા (AGM) 28 સપ્ટેમ્બર,2017 ના રોજ યોજાઈ હતી. કોર્પોરેટ બાબતોના મંત્રાલય (MCA) મુજબ કંપનીએ છેલ્લે 31 માર્ચ,2017 ના રોજ તેના નાણાકીય આંકડા અપડેટ કર્યા હતા.
હસોવન પ્રાઇવેટ લિમિટેડ છેલ્લા 15 વર્ષથી સક્રિય છે. વર્તમાન બોર્ડ સભ્યો અને ડિરેક્ટરો હોસમાણે જયપ્રકાશ સવિતા અને રાજીવ હોસમાણે જયપ્રકાશ છે.
કંપની બેંગ્લોર (કર્ણાટક) રજિસ્ટ્રાર ઓફિસમાં નોંધાયેલ છે. હાસોવન પ્રાઇવેટ લિમિટેડનું રજિસ્ટર્ડ સરનામું 539, 8મો મેઇન રોડ, વિજયનગર, બેંગ્લોર, બેંગ્લોર KA 560040 IN છે.
રાજીવ જૈન કેવી રીતે બની ગયો કરોડપતિ?
માત્ર 1.0 લાખના કેપિટલથી શરુ કરેલી કંપનીએ કેવી રીતે કરોડોનો બિઝનેસ કર્યો તે પ્રશ્ન પણ ઉપસ્થિત થઈ રહ્યો છે. રાજીવ જૈન હાલ ડીઆઈઆરની કસ્ટડીમાં છે ત્યારે એન્ટિ ડમ્પીંગ ડ્યુટી ચોરી સહિતનાં તેના નેટવર્ક અંગે વધુ ચોંકાવનારા ખૂલાસા થવાની શક્યતા રહેલી છે.