કરાઈ પોલીસ અકાદમીના 396 નવનિયુક્ત પોલિસકર્મીઓનો દિક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં અા કાર્યક્રમનું અાયોજન કરવામાં અાવ્યુ હતુ. અા કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીઅે જણાવ્યુ હતું કે સૌનો સાથ સૌનો વિકાસના મંત્રનો ખરા અર્થમાં રથયાત્રા, મોહરમ જેવા તહેવારો સુલેહ-શાંતિ અને સમાનતાથી ઉજવાય છે. સાયબર ક્રાઈમ-ઇકોનોમિક ઓફિસિન્સના પડકારો સામે ગુજરાત પોલીસ સજ્જ છે.
અા કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીઅે પોલીસ દળમાં જોડાઈ રહેલા 40 જેટલા હથિયારી PSI, 40 ઇન્ટેલિજન્ટ ઓફિસર તથા અાસિસ્ટન્ટટ ઇન્ટેલિજન્ટ ઓફિસર બિન હથિયારી લોકરક્ષક મળી 396 તાલીમાર્થીઓ દિક્ષાંત પરેડ માર્ચની સલામી ઝીલી હતી.
અા સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, ગૃહના અધિક મહા સચિવ એમ એસ ડાગુર, પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝા તથા વરિષ્ઠ પોલીસ ઓફિસરો, પોલીસ પરિજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કરાઈ પોલીસ અકાદમીના નિયામક અને અધિક પોલીસ મહાનિદેશક કે. કે.ઓઝાએ 2001 અકાદમીના પ્રારંભથી અત્યાર સુધીની માહિતીથી અવગત કર્યા હતા. સંયુક્ત નિયામક નિપુણા તોરવણેએ નવનિયુક્ત પોલિસકર્મીઓને ભારતના બંધારણ પ્રત્યે નિષ્ઠાના શપથ લેવડાવ્યા હતા.