મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ ગુજરાત પોલીસના ઇતિહાસની સૌથી મોટી પાસીંગ આઉટ પરેડને સંબોધન કરતા 2301 નવ પ્રશિક્ષિત લોક રક્ષક યુવાઓને આહવાન કર્યું કે બંધારણને માન આપી.બંધારણે કાનૂન દ્વારા આપેલી સત્તાનો ઉપયોગ સમાજની સલામતી શાંતિ અને સુરક્ષા માટે કરે.
ગુજરાત પોલીસની પાતાળમાંથી પણ ગુનેગાર શોધી કાઢી સજા કરાવવાની જે ઉજ્જવળ છાપ છે તે આ નવ પ્રશિક્ષિત યુવાન કર્મીઓ ઊંચે લઈ જશે તેવી શ્રદ્ધા તેમણે વ્યક્ત કરી હતી.લોકોના સુખે સુખી લોકોના દુખે દુઃખીનો ભાવ સેવામાં દર્શાવી પીડિત વંચિત શોષિતને કોઇ પરેશાની ન થાય તેવું દાયિત્વ અદા કરવા મુખ્યમંત્રી એ પ્રેરણા આપી હતી.
ગુજરાતમાં બે દાયકા પહેલાની કાયદો વ્યવસ્થાની સ્થિતિની આલોચના કરતા વિજયભાઈ એ કહ્યું કે આપણે હવે સરકાર ની સંકલ્પ બદ્ધતા અને યુવા પોલીસ શકિતના આત્મવિશ્વાસથી ગુજરાતમાં કોઈ ગુનેગાર આંખ પણ ઊંચીન કરે તેવી સ્થિતિ આપણે નિર્માણ કરી છે એમ તેમણે સ્પષ્ટ પણે જણાવ્યું હતું.ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજા આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.