અાજે એટલે કે 14 એપ્રિલે ડો.ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ પર ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી છે.
સ્વર્ણિમ પાર્કમાં આવેલી આંબેડકરની પ્રતિમાને સીએમ રૂપાણી પુષ્પાંજલી અર્પણ કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પુષ્પાંજલી બાદ કહ્યુ હતુ કે ભાજપની સરકાર કોઇ પણ વ્યક્તિ કે સમાજને બંધારણે આપેલા અધિકારોની રક્ષા અને સૌને સમાન ન્યાય અને અધિકાર માટે સંકલ્પબદ્ધ છે.