રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં નાના બાળકોને ટાર્ગેટ કરતી ગેંગ સક્રિય થઈ હોવાને લઈ ગાંધીનગર ના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે.ગાંધીનગર માં કહેવાય છે કે નેતાઓ અને ભાજપ કાર્યાલય હોવાને પગલે આખો દિવસ પોલીસ નો ચાંપતો બંદોબસ્ત હોય છે પરંતુ ગુનેગારો ગુન્હા કરવામાં પાછા પડતા નથી.ગુનેગારો દ્વારા પોલીસ ને પણ ચેલેન્જ આપી હોય તે રીતે ગુન્હા ને અંજામ આપતા હોય છે.
ગાંધીનગરમાં બાળકોને ઉઠવતી ગેંગ સક્રિય થઈ હોવાના દાવા સાથે સેક્ટર 7 પોલીસ સ્ટેશન માં એક અરજી પણ થઈ છે.સેક્ટર 5 ના રાહીશો દ્વારા જણાવવામાં આવેલ કે બપોરથી સાંજના સમયમાં ઉઠાવી જતા હોવાની અરજી આપવામાં આવી છે.જેને પગલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે તથા એલ.સી.બી. ની ટીમને પણ તપાસમાં લગાડી છે અને જિલ્લામાં મેસેજ આપવામાં આવ્યો છે કે સફેદ કલરની નંબર વગરની બાઇક જોવા મળે તો તરત જ જાણ કરવી.કેહવાઈ રહ્યું છે કે ગાંધીનગર હાઈ સિક્યુરિટી વાળું અને સી.સી.ટી.વી કેમેરા થી સજ્જ હોવા છતાં પણ ગુનેગારો ને પકડવામાં પોલીસ નિષ્ફળ નીવડી છે હવે જોવાનું એ રહ્યું કે બાળકો ને ઉઠવતી ગેંગ ને પોલીસ ક્યારે પકડી પાડશે જેથી કરીને ગાંધીનગર ની જનતા શાંતિ થી પોતાના નાના બાળકો ને લઈ ને બહાર નીકળી શકે.