ગાંધીનગર સરકારી અધિકારીઓની સ્થાવર મિલકતને લઈ રાજ્ય સરકારે પરીપત્ર જાહેર કર્યો. અધિકારીની નિમણુંક વખતે રજુ કરેલી સ્થાવર કે જંગમ મિલકત સરકાર સમક્ષ નિયત પત્રકમાં છતી કરવાની રહેતી હોય છે. ત્યારબાદ વર્ષ દરમ્યાન મિલકત ખરીદ કે પ્રાપ્ત કરે તેની જાણ પણ અધિકારીએ કરવાની રહેતી હોય છે.

આ બાબતે રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા પરીપત્ર જાહેર કરી મિલકત જણાવવાની સમયમર્યાદા નક્કી કરી. જે મુજબ વર્ગ-1 ના અધિકારીઓએ 31 માર્ચ સુધીમાં મિલકત ડીક્લેર કરવાની રહેશે. રજુ ના કરનાર અધિકારીનો એપ્રિલ માસનો પગાર પણ અટકાવવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો. એટલું જ નહીં જ્યાં સુધી મિલકતના ડેક્લેરેશનનું પત્રક ના ભરાય ત્યાં સુધી સરકારે પગાર ના આપવાનો નિર્ણય લીધો છે. જે વર્ગ-2 ના અધિકારીઓને પણ લાગુ પડશે.
અધિકારી વિરૂધ્ધ ફરીયાદ થયાના કિસ્સાઓમાં સામાન્ય રીતે આ વિગતોની તપાસ કરવામાં આવે છે. જેમની વિરૂધ્ધ ફરીયાદ ના થઈ હોય તેવા કિસ્સાઓ ધ્યાને ના લેવાની બાબતને અસંતોષકારક ગણાવી રાજ્ય સરકારે પરીપત્ર ક્રમાંકઃ સીડીઆર-1086-911-તપાસ એકમ થી સંબંધીત ખાતાઓને જાણ કરાઈ છે.