કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ હત્યા માટે સાપારી આપતાં ગાંધીનગર જિલ્લામાં સનસનાટી મચી જવા પામી છે.
ગાંધીનગરના દહેગામના રામપુર શાંપાના કોંગ્રેસના કાર્યકર ભરતસિંહ ભીખાજી ઠાકોરએ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા અને ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાને એક અરજી આપીને પોતાને બચાવવા મદદ માંગી છે, તેમને દહેગામના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામીનીબેન રાઠોડ અને તેમના પતિ લાલભાઇ ઉર્ફે ભૂપેન્દ્રસિંહ પર આરોપ લગાવ્યો છે કે તેઓ હત્યા કરાવવા માંગે છે, મારી ગાડી પર હુમલો થવાની શક્યતા છે અને મારી હત્યા કરવા તેમને 10 લાખ રૂપિયાની સોપારીની થેલી તૈયાર રાખી છે.
અરજીમાં લખ્યુ્ છે કે ભરતસિંહે બાહેતી મેટલ કંપનીના પ્રદુષણ સામે ફરિયાદ કરી હતી અને કંપનીના મેનેજર નિખીલે તેમને ધમકી પણ આપી હતી કે પૂર્વ ધારાસભ્ય અને તેમના પતિ મારા ઓળખીતા છે તને જોઇ લઇશું, અરજીમાં કંપનીના માલિક શંકરલાલ બાહેતી સામે પણ આરોપ લગાવવાં આવ્યાં છે, આ કંપની પ્રદુષણ ફેલાવે છે તેની સામે ભરતસિંહે અનેક વખત ગુજરાત પ્રદુષણ કન્ટ્રોલ બોર્ડને અરજી આપી છે ભરતસિંહ ખેતરમાં બનાવેલા મકાનમાં રહે છે અને આ કંપની તેમના ખેતરની પાસે જ છે, તેના પ્રદુષણ સામે લોકો તો અવાજ નથી ઉઠાવતા પરંતુ ભરતસિંહે અવાજ ઉઠાવતા તેમની સામે હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનું તેમનું માનવું છે.
ખેડુત ભરતસિંહના સમર્થનમાં દહેગામમાં એક બેઠક યોજાઇ હતી અને કામીનીબેન અને તેમના પતિ સામે પોલીસ કાર્યવાહી કરવા પણ માંગ કરાઇ છે, બેઠકમાં ઠોકોર સમાજના અનેક લોકોએ હાજરી આપી હતી અને ન્યાયની માંગ કરી છે. કામીનીબેન આ અગાઉ પણ અનેક વિવાદોમાં ફસાયેલા હતાં.