મહિલાઓ એ વ્યક્ત કરી તીખી પ્રતિક્રિયા. છેલ્લા ઘણાજ સમય થી લોકરક્ષક દળ ની ભરતી મામલે આંદોલન ચાલી રહ્યું છે ત્યારે કેદ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ની મુલાકાત દરમ્યાન ગાંધીનગર ખાતે આંદોલન ચલાવી રહેલી બહેનો ની પોલીસે અટકાયત કરતા તેઓમાં નારાજગી પ્રસરી ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે
કે એલ.આર.ડી ભરતી પ્રક્રિયામાં થયેલા અન્યાય મુદ્દે માલધારી સમાજના લોકો સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસ આંદોલન પર બેઠા હતા અને તેમને સહકાર અને આંદોલનને વેગ આપવા માટે ગુજરાત માલધારી સેના મદદે આવી હતી ત્યારે આજરોજ આંદોલન ચલાવી રહેલી બહેનો ની અટકાયત થતા આંદોલનકારી બહેનો એ પોતાની તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી ડિટેઇન કરાયેલી બહેનો ને સેક્ટર 7 પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.