રાજ્યના 109 IASની સામૂહિક બદલીઓ કરવામાં આવી છે. ઘણાં સમયથી કલેક્ટરની બદલીની અટકળો ચાલતી હતી ત્યારે રાજ્યના કલેક્ટર, સચિવો સહિતના ઉચ્ચ અધિકારીઓની બદલીનો આદેશ રાજ્ય સરકારે કર્યો છે.
અરવલ્લી જિલ્લા કલેક્ટર ડોક્ટર નરેન્દ્રકુમાર મીણાની ગાંધીનગર ખાતે બદલી થઈ છે તો તેમની સામે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર પ્રશસ્તિ પરિક અરવલ્લી જિલ્લાના કલેક્ટર તરીકે બદલી કરાઈ છે, તો એસ.જે.હૈદરને ખાણ અને ખનીજ વિભાગના ACS અને મુકેશ કુમારને ઉચ્ચ શિક્ષણ વિભાગના અગ્ર મુખ્ય સચિવ બનાવાયા છે. રાજકોટના કલેક્ટર અરૂણ મહેશ બાબુની UGVCLના MD તરીકે બદલી કરાઈ છે. રાજકોટ PGVCLના નવા MD તરીકે એમ.જે દવેને જવાબદારી સોંપાઈ છે. પ્રભોવ જોશી રાજકોટના નવા કલેક્ટર બન્યા છે. વરુણ કુમાર બરનવાલ બનાસકાંઠા (પાલનપુર) કલેકટર બન્યા છે.
મોટાભાગના સિનિયર અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 10 અધિકારીઓને પ્રમોશન સાથે બદલી પણ અપાઈ છે. મુકેશ પુરી, એકે રાકેશ, કમલ દયાની,અરૂણ સોલંકી, મુકેશકુમાર, રમેશચંદ્ર મિના, મોહમ્મદ શાહીદ, સંજીવ કુમાર, રૂપવંત સિંગ, મનીષાચંદ્રા, બીએન પાની, હર્ષદ પટેલ, આલોક પાંડે સહિતના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રમ્યા મોહન અને દિલીપ રાણા સહિતના 10 અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. મુકેશ પુરીને ગૃહ વિભાગના ACS બનાવાયા છે. એ.કે રાકેશને કૃષિ વિભાગનો ચાર્જ આપવામાં આવ્યો છે. પ્રવિણા ડી કેને અમદાવાદના કલેક્ટર બનાવાયા છે.