આગામી તારીખ 9 એપ્રિલને રવિવારના દિવસે જુનિયર ક્લાર્ક ની પરીક્ષા ઉજવવાની છે જેને લઇ જુનાગઢ એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો ફાળવવામાં આવી છે એસટીના ડિવિઝનલ કંટ્રોલર આર પી શ્રીમાળી એ જણાવ્યું હતું કે જુનાગઢ એસટી વિભાગ દ્વારા 9 એપ્રિલ યોજાવનાર જુનિયર ક્લાર્ક ની પરીક્ષા ને લઇ વધારાની 234 બસો દોડાવવા છે જેમાં જૂનાગઢ જિલ્લા દ્વારા 124 બસો પોરબંદર જિલ્લામાં હતી 30 બસો ગીર સોમનાથ જિલ્લામાંથી 80 વધારાની બસ ફાળવણી કરવામાં આવી છે જેમાં જુનાગઢ કેશોદ માંગરોળ બાટવા પોરબંદર ધોરાજી ઉપલેટા જેતપુર વેરાવળ કોડીનાર ઉના ખાતે બસોની ફાળવણી કરવામાં આવશે જેમાં મુસાફરો દ્વારા એડવાન્સ બુકિંગ કરી શકાશે તેનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ પણ મુસાફરોને આપવો પડશે નહીં. જુનિયર ક્લાર્ક ની પરીક્ષામાં વિદ્યાર્થીઓને અલગ અલગ જિલ્લામાં હોય તેથી વિદ્યાર્થીઓને જવા આવવા માટે મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને પરીક્ષા સ્થળે સમયસર પહોંચી શકે તે માટે આ નિર્ણય લેવાયો છે ઘણી વખત આવી પરીક્ષા લઈ છાત્રોને સમય પર વાહન ન મળતા પરીક્ષા સ્થળે પહોંચાતું નથી તે માટે આ નિર્ણય લેવાયો છે
