જુનાગઢ માં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા અને ટ્રાફિક ના નિયમોનું ભંગ કરનાર વાહન ચાલકોને કાયદાનું ભાન કરાવવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં 38 જેટલા વાહનો ડીટેઇન કરી કુલ રૂપિયા 79 700 નો દંડ વસૂલી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું ઉપરાંત શહેરમાં વાહનનોના લાઇસન્સ પીયુસી વીમો વગેરે જેવા જરૂરી કાગડો ન હોય યુવાનો કે જે વધારે સ્પીડથી વાહન ચલાવતા હોય શહેરમાં ગમે ત્યાં લોકોનું પાર્કિંગ ઝોનમાં વાહન પાર્કિંગ કરી ટ્રાફિકની સમસ્યા ઉભી કરતા હોય કારમાં કાળા કાચ કરેલા હોય સીટબેલ્ટ અને હેલ્મેટ ન પહેર્યું હોય વગેરે જેવા વિવિધ ટ્રાફિક ના નિયમોનો ભંગ કરનાર કુલ 2,244 વાહન ચાલકો સામે રૂપિયા 3.૫૮ લાખનું દંડ વસૂલવામાં આવ્યો છે આમ શહેર ટ્રાફિક પોલીસે કાયદાનો ભંગ કરનાર લોકો પાસે દંડ વસૂલની કાયદાનું ભાન કરાવ્યું હતું જેવું ટ્રાફિક પીએસઆઇ પી જે બોદરે જણાવ્યું હતું જુનાગઢ શહેરમાં ખાસ કરીને પાર્કિંગની મોટી સમસ્યા હોય ત્યારે લોકો આડેધડ વાહનો પાર્ક કરી અને ટ્રાફિક નિયમનનો ભંગ કરતા હોય ત્યારે પોલીસે કડક હાથે કામગીરી લઈ હતી
