પોરબંદર જલારામ મંદિરે રામ જન્મોત્સવની ઉજવણી કરાશે સુર સંગીત સાથે ધુન ભજનનો ભવ્ય ઉત્સવ યોજાશે
પોરબંદર લોહાણા મહાજન સંચાલિત જલારામ મંદિરે આગામી ૩૦ માર્ચને ગુરુવારે રામનવમીના દિવસે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. મહા આરતી સહિતના કાર્યક્રમો યોજાશે. પોરબંદર એસ.ટી રોડ પર એવરગ્રીન નજીક આવેલ જલારામ મંદિરે રામનવમીના દિવસે સવારે શ્રી નાથજી સતસંગ મંડળ વિશાલ રાજ્યગુરૂ તથા તેમની ટીમ દ્રારા સુર સંગીતની સુરાવલી સાથે રામનવમીને ગુરુવારે સવારે ૧૦:૩૦ કાલથી ધૂન ભજન કીર્તન કરાશે.
બપોરે ૧૨ વાગ્યે રામ જન્મની મહા આરતી થશે, જેમાં પોરબંદરમાં વસતા તમામ જલારામ ભક્તોને સતસંગ અને મહા આરતીનો લાભ લેવા જાહેર આમંત્રણ જલારામ મંદિર દ્રારા પાઠવવામાં આવ્યું છે. રામ જન્મોત્સવની ઉજવણી માટે જલારામ મંદિરે તડામાર તૈયારી શરૂ કરવામાં આવી છે. જલારામ મંદિરના ટ્રસ્ટીઓ અને મહિલા મંડળની બહેનો હોંશેહોંશે તૈયારી કરી રહ્યા છે. વધુમાંવધુ ભક્તો મંદિરે મહાઆરતીમાં જોડાય તેવી અપીલ જલારામ મંદિર ટ્રસ્ટ અને જલારામ સમિતિના સભ્યોએ કરી છે. પોરબંદર જલારામ મંદિરે રામ જન્મોત્સવની ઉજવણી કરાશે સુર સંગીત સાથે ધુન ભજનનો ભવ્ય ઉત્સવ યોજાશે