પોરબંદરમાં છાત્રોના વિદાય સમારંભે ડિજિટલ હેન્ડ બુકનું વિમોચન થયું
પોરબંદરમાં છાત્રોના વિદાય સમારંભે ડિજિટલ હેન્ડ બુકનું વિમોચન થયું હતું.
કન્યા કેળવણી ક્ષેત્રે છેલ્લા ૩૫ વર્ષથી જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવતી શિક્ષણ શિસ્ત અને સંસ્કાર ઘડતર કરતી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર વી.આર ગોઢાણીયા મહિલા કોલેજનો એમએ ઇંગલિશ પીજી સેન્ટરના છાત્રોનો વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયાએ જણાવ્યું હતું કે જેટલું મહત્વ માતૃભાષાનું છે તેટલું જ મહત્વ અંગ્રેજી ભાષાનું છે. વિદાય વેળાએ પણ કહેવાનું છે કે આધુનિક યુગમાં તમોએ શિક્ષણ મેળવ્યું છે પણ જ્યારે સમાજ વચ્ચે તમો જશો એટલે પડકારો પણ આવવાના છે. આ પડકારોને ઝીલવા ભણતરની સામે ગણતર કામ આવશે. તમોએ જે વિદ્યા અર્જિત કરી છે તે વિદ્યા સમાજના શ્રેયાર્થે વાપરવાની શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ડિજિટલ હેન્ડબુકનું વિમોચન કરાયું હતું. આ તકે ડોક્ટર ઈશ્વરભાઈ ભરડા સહિત ઉપસ્થિત રહ્યા હતા. કન્યા કેળવણી ક્ષેત્રે છેલ્લા ૩૫ વર્ષથી જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવતી શિક્ષણ શિસ્ત અને સંસ્કાર ઘડતર કરતી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર વી.આર ગોઢાણીયા મહિલા કોલેજનો એમએ ઇંગલિશ પીજી સેન્ટરના છાત્રોનો વિદાય સમારંભ યોજાયો હતો.