પોરબંદરમાં સામાણી પરિવાર દ્વારા રામનવમીના રક્તદાન કેમ્પ યોજાશે
પોરબંદરમાં રામનવમીના પાવન પ્રસંગે મોરજરીયા પરિવાર તેમજ સામાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રીરામના જન્મોત્સવ પ્રસંગે આ રક્તદાન કેમ્પ યોજવામાં આવી રહ્યો છે. થેલેસેમિયાના બાળ દર્દીઓ તથા જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થે આ સમગ્ર રક્તદાન કેમ્પ યોજાઇ રહ્યો છે. અખંડ રામધૂન મંદિરની બાજુમાં નરસિ મેઘજી હોસ્ટેલ ખાતે આગામી તારીખ ૩૦ માર્ચ અને ગુરુવારના દિવસે રામ નવમી પ્રસંગે સવારે ૧૦ થી રાત્રિના દસ વાગ્યા સુધી આ રક્તદાન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. પ્રફુલભાઈ મોરઝરીયા, રમેશભાઈ સામાણી, લલીતભાઈ સમાણી, કેયુરભાઈ જોશી, રજનીભાઈ સામાણી ,મિલાન પાલન , અનિલ પોપટ , કેકે સામાણી , રામભાઈ ચૌહાણ , વિજય મોનાણી , સહિતના અગ્રણીઓ આ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. પોરબંદરમાં રામનવમીના પાવન પ્રસંગે મોરજરીયા પરિવાર તેમજ સામાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે મોટી સંખ્યામાં દાતાઓને રક્તદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

