માણાવદર શહેરમાં સુવિધા હોવા છતાં આંગણવાડી ભાડાના મકાનમાં શરૂ કરવાની નોબત આવી છે. સુખાકારી માટે અનેક બિલ્ડીંગો સરકાર દ્વારા બનાવવામાં આવતી હોય છે પરંતુ અહીંના સ્થાનિક તંત્રને કારણે આ સુવિધા નો લાભ લોકો સુધી પહોંચી શકતો નથી. એક હકીકત છે ત્યારે માણાવદરની વોર્ડ નંબર ચાર ની આંગણવાડી બની હોવા છતાં ત્યાંના કેન્દ્ર ચાલુ થયા નથી.
આંગણવાડી 2017 ની આસપાસ નવી બનાવવામાં આવેલી હતી પરંતુ તિરાડો પડતા આંગણવાડી તંત્ર દ્વારા નગરપાલિકાને જાણ કરાતા નગરપાલિકા તાત્કાલિક કોન્ટ્રાક્ટર અને સૂચના આપી આંગણવાડી રીપેરીંગ કરવામાં આવી હતી.
બાદમાં થોડો સમય આંગણવાડી કેન્દ્ર શરૂ થયું હતું પરંતુ આંગણવાડી કેન્દ્રમાં ફરીથી નબળી કામગીરી હોવાની જણાવીને કેન્દ્ર બંધ કરી દેવામાં આવ્યું છે, ત્યારે સુવિધા હોવા છતાં કેન્દ્ર અન્ય જગ્યાએ ભાડે રાખીને ચલાવી રહ્યું છે. આ કામગીરીથી માણાવદર શહેરમાં વહીવટી તંત્રના કારણે વર્ષ 2017 માં રજૂઆત કરવા છતાં આંગણવાડી રીપેરીંગ કામ કરવામાં આવી નથી. વહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે આંગણવાડી કેન્દ્ર શરૂ કરવા માંગણી કરાઈ છે.