બે ત્રણ દિવસમાં સર્વે રીપોર્ટ આધારે સહાયની જાહેરાત કરાશે. માવઠાને લઈને કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે રાજકોટમાં સર્વેની કામગિરીને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું.
છેલ્લા કેટલાક સમયથી માવઠાને લઈને સતત આગાહીઓ થઈ રહ્યો છે. ત્યારે 15 દિવસમાં વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે ખેતીના પાકને પણ તેના કારણે ભારે નુકશાન થવા પામ્યું છે. વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
રાજકોટમાં કૃષિ મંત્રીએ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ખેતીના કારણે જે નુકશાન થયું છે તેનો સર્વે શરુ કરી દેવામાં આવ્યો છે. અમરેલીમાં રવિ અને બાગાયતી પાકને ભારે નુકશાન થયું છે. બે ત્રણ દિવસમાં સર્વે રીપોર્ટ આધારે સહાયની જાહેરાત કરાશે. તેમ રાઘવજી પટેલે કહ્યું હતું.
બે ત્રણ દિવસમાં સર્વે રીપોર્ટ આધારે સરાહનીય જાહેરાત કરાશે
માવઠાના મારથી કેવી રીતે બચી શકાય તે અંગે ખેડૂતોને માહિતગાર કરાશે. સૌરાષ્ટ્ર તેમજ અન્ય ભાગોમાં પણ પણ રવિ અને બાગાયતી પાકને નુકસાન થયું છે. બે ત્રણ દિવસમાં સર્વે રીપોર્ટ આધારે સરાહનીય જાહેરાત કરાશે. કમોસમી વરસાદ અંગે ખેતીવાડી વિભાગના અધિકારીઓ સાથે બેઠક પણ કરવામાં આવશે. તેમ કૃષિ મંત્રીએ કહ્યું હતું. રાજકોટમાં આવેલ કૃષિ મંત્રીએ આમ માવઠાને લઈને આ મોટું નિવેદન આપ્યું હતું.
હજૂ પણ માવઠાની આગાહી
ઉલ્લેખનીય છે કે, હજુ વધુ કમોસમી વરસાદની આગાહી 7 એપ્રિલ સુધીની કરવામાં આવી છે ત્યારે કયાંક કેટલીક જગ્યાએ વાતાવરણમાં પલટો પણ આવી શકે છે. જેથી આગામી સમયમાં વધુચ માવઠું થતા કેરી સહીતના બાગાયતી પાકોને નુકશાન વધી શકે છે. આ વખતે માવઠું થોડું લંબાયું છે ત્યારે ભર ઉનાળે પણ કમોસમી વરસાદ જોવા મળ્યો છે જેના કારણે વરસાદ અને ઠંગી, ગરમીની સિઝન એક સાથે જોવા મળતા તેના કારણે ખેતીના પાકને પણ અસર પહોંચી છે. રાજ્ય સરકારે થોડા દિવસ પહેલા જ માર્ચમાં સર્વેના આદેશ આપ્યા હતા. જો કે, સતત માવઠું લંબાવાઈ પણ રહ્યું છે.