અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કક્ષાનો PC & PNDT એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન ધરાવતા ડોક્ટરોનો તા.૨૪/૦૩/૨૦૨૩ ના રોજ વર્કશોપ યોજાયો. અરવલ્લી જીલ્લા આરોગ્ય વિભાગના ઉપક્ર્મે માન.કલેકટર સાહેબના માર્ગદર્શન હેઠળ મોડાસા ખાતે અરવલ્લી જીલ્લામાં PC & PNDT એક્ટની વિસ્તૃત જાણકારી તથા અમલવારી અર્થે સરકારી તથા ખાનગી PC & PNDT એક્ટ હેઠળના રજીસ્ટ્રેશન ધરાવતા ડોક્ટરોનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો. જેમાં PC & PNDT એક્ટ અંગેની વિસ્તૃત જાણકારી માન.મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.બી.પટેલ દ્વારા આપવામાં આવી હતી.
વર્કશોપમાં વડી કચેરી ગાંધીનગરથી પ્રોજેકટ ઓફીસર ડો.સચીન જયસ્વાલ, સીનીયર ડાયરેકટર NIC શૈલેષ ખાનેશા સહીત જીલ્લાના PC & PNDT એક્ટ હેઠળના રજીસ્ટ્રેશન ધરાવતા ૫૫ ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. તેઓને PC & PNDT એક્ટનું અમલીકરણ કરવા માટે તેમજ મહત્વની સુચનાઓ આપવામાં આવી હતી. PC & PNDT એક્ટ અન્વયે FORM-F ભરવા માટે તેમજ કોઇપણ ક્ષતિ કે ભુલો થતી હોય તેના વિશે માહીતગાર કરવામાં આવ્યા. PC & PNDT એક્ટ અન્વયે સર્ચ અને સીઝરની કાર્યવાહી કરી શકાય તેમજ ઇંસ્પેકશન દરમિયાન ક્ષતિ કે ભુલો જોવામાં આવે તો તે વહીવટી ભુલ ગણી શકાય નહીં તે અંતર્ગત જાણકારી આપવામાં આવી હતી. સેક્સ રેશીયો ઊંચો લાવવા માટે એકટનું પાલન કરવા પણ સુચના આપવામાં આવી હતી. વર્કશોપમાં ઉપસ્થિત તબીબોને કાયદાના પાલન સંબંધિત પ્રશ્નો અંગે અધિક જીલ્લા આરોગ્ય અધિકારી,ડો.જયેશ એચ.પરમાર દ્વારા માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું