રશિયા અને યૂક્રેન વચ્ચે એક વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ ભીષણ યુદ્ધમાં યૂક્રેનની કમર તૂટી ગઈ છે, પરંતુ રશિયાને પણ ભારે નુકસાન થયું છે. હજારો યુવાન રશિયન સૈનિકો માર્યા ગયા છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે તેણે પોતાના દેશના લાખો યુવાનોને સેનામાં ભરતી કરવા પડ્યા છે. એક વર્ષના ગાળામાં લગભગ 5 લાખ યુવાનોને આર્મી યુનિફોર્મ પહેરાવી દેવામાં આવ્યા છે. જયારે ઘણા યુવાનો રશિયા છોડીને ભાગી ગયા. દરમિયાન, રશિયામાં યુવા કામદારોની તીવ્ર અછત થઈ ચુકી છે. આ સંકટના સમયમાં તેનો સામનો કરવા માટે, તેને તેનો મિત્ર દેશ ભારત યાદ આવ્યો છે, જે વિશ્વમાં બીજા નંબરની સૌથી મોટી યુવા વસ્તી ધરાવતો દેશ છે. રશિયાએ ભારતને કહ્યું છે કે ભારતીય યુવાનો રશિયામાં આવીને કામ કરે. રશિયાએ આ માટે ઘણા પ્રયત્નો પણ કર્યા છે.
આ પહેલા રશિયાએ યુવા કામદારો માટે ઉત્તર કોરિયાને પણ અપીલ કરી ચૂક્યું છે. રશિયાએ કહ્યું કે તેની અર્થવ્યવસ્થાના ઘણા ક્ષેત્રોમાં કામદારોની ભારે અછત છે. આ કારણસર રશિયા હવે ભારતીય પ્રવાસીઓને દેશમાં કામ કરવા માટે આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યું છે. રશિયામાં છેલ્લા 1 વર્ષમાં 5 લાખ યુવાનોને સેનામાં સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે હજારો સૈનિકો યુદ્ધમાં શહીદ થયા છે.
યુદ્ધને કારણે પુરુષ કામદારોની સંખ્યામાં ભારે ઘટાડો, ભારત પર નજર
વાસ્તવમાં, કામદારોની સંખ્યામાં ભારે અછતને કારણે રશિયા તેની અર્થવ્યવસ્થામાં ઉત્પાદન વધારવામાં સક્ષમ નથી. આ યુદ્ધને કારણે પુરૂષ કામદારોની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. રશિયા હવે ભારતીય કામદારોની મદદથી આ અંતર ભરવા માંગે છે. ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ આયલાપોવે કહ્યું છે કે ભારત અને રશિયા ભારતીય કર્મચારીઓને આકર્ષવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. જેથી ભારતીય યુવાનોને રશિયામાં કામ કરવાની તક મળી શકે. સાથે જ રશિયામાં કામદારોની કટોકટી ઘટાડી શકાય છે.
તેમણે કહ્યું કે દરેક વ્યક્તિ જાણે છે કે રશિયન અર્થવ્યવસ્થાના કેટલાક ક્ષેત્રો શ્રમ સંકટનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારતને યૂક્રેન સંકટ અંગે “વ્યાપક સમજણ” છે. એમ તો રશિયા જાણે છે કે ભારત યુવાનોનો દેશ છે અને મોટી સંખ્યામાં ભારતીય યુવાનો અમેરિકા અને આરબ દેશોમાં કામ કરી રહ્યા છે.
એક વર્ષમાં 5 લાખ યુવાનોની ભરતી કરવામાં આવી
રશિયન રાજદૂતનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પુતિન યૂક્રેનમાં રશિયન સૈનિકોના મૃત્યુ વચ્ચે ઉગ્ર સૈન્ય ભરતી અભિયાન ચલાવી રહ્યા છે. 5 લાખ યુવાનોને રશિયન સેનામાં સામેલ કરવામાં આવ્યા છે અને આ જ કારણ છે કે મોટી સંખ્યામાં યુવાનો દેશ છોડીને ભાગી ગયા છે. આટલું જ નહીં, યૂક્રેનમાં યુદ્ધના કારણે હજારો લોકો અન્ય ક્ષેત્રોમાં કામ છોડીને આર્મી યુનિફોર્મ પહેરાવી દેવામાં આવ્યા છે. આનાથી દેશમાં ગંભીર મજૂર સંકટ સર્જાયું છે. રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે કુલ 4 લાખ વધારાના સૈનિકોને રશિયન સેનામાં સામેલ કરવામાં આવ્યા છે.
રશિયા લાખો સૈનિકોની ભરતી કરવા માંગે છે
હવે રશિયા યૂક્રેનમાં લડવા માટે વધુ 4 લાખ સૈનિકોને સામેલ કરવા માંગે છે. રશિયાએ આ યોજના એવા સમયે બનાવી છે જ્યારે પુતિન હજુ યૂક્રેનમાં લાંબા યુદ્ધની તૈયારી કરી રહ્યા છે.