રાજસ્થાન સરકાર દ્વારા વિધાનસભામાં પસાર કરવામાં આવેલ રાઇટ ટુ હેલ્થ બિલનો દેશભરના ખાનગી તબીબો વિરોધ નોંધાવી રહ્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા દેશભરની તમામ બ્રાન્ચ દ્વારા શુક્રવારે અખિલ ભારતીય વિરોધ દિવસનન એલાન કરવામાં આવતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોડાસા બ્રાન્ચ સાથે જોડાયેલા તબીબોએ કાળી પટ્ટી પહેરી રાઈટ ટુ હેલ્થ બિલનો વિરોધ કરી કાળી રીબીન પહેરીને ડોક્ટરો પોતાની કામગીરી કરી જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોડાસા બ્રાન્ચના પ્રમુખ ર્ડો.કેતન સુથારના જણાવ્યા અનુસાર, જીવનભર તેઓ મહેનત કરી અભ્યાસ કરીને ડોક્ટર બનતા હોય છે તેવામાં આ પ્રકારના કાયદા પસાર કરવાએ યોગ્ય નથી. આ ઉપરાંત અલગ અલગ રાજ્યમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની આરોગ્ય લક્ષી યોજનાઓ પણ કાર્યરત હોય છે, તેમ છતાંય ખાનગી ડોક્ટરો પર પણ વિનામૂલ્ય દર્દીઓની સારવાર કરવાનો નિર્ણયએ અસ્થાને છે. જેને લઈને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત બ્રાન્ચ દ્વારા પણ તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.આ વિરોધમાં મોડાસાના ખાનગી દવાખાના અને ક્લિનિક ધરાવતા તબીબો જોડાયા હતા
રાજસ્થાનમાં રાઈટ ટૂ હેલ્થ કાયદાને લઇને એક તરફ તબીબોનો રાજસ્થાનમાં વિરોધ ચાલી રહ્યો છે તો બીજી બાજુ રાજસ્થાન થી દર્દીઓ મોટી સંખ્યામાં મોડાસા આવી રહ્યા છે.