લાયસન્સ વિના ચાલતી મીટ શોપ સરકાર દ્વારા ચાલું કરાવવામાં નહીં આવે. મીટ શોપ માલિકોને લાયસન્સ લઈ જરુરી તમામ નિયમો ફોલો કરવા પડશે તેમ આજે હાઈકોર્ટની અંદર
કતલખાના મુદ્દે સરકાર તરફથી જવાબ રજૂ કરાયો હતો. અગાઉ હાઈકોર્ટે લાયસન્સ વિના ચાલતી મીટ શોપને લઈને રાજ્ય સરકારને કેટલાક સવાલો પણ કર્યા હતા.
- કતલખાના મુદ્દે હાઈકોર્ટમાં થઈ સુનાવણી
- લાયસન્સ હશે તો પણ સ્ટેમ્પ્ડ મીટ જ વેચવાની રહેશે છૂટ
- રાજ્યમાં 2147 લાયસન્સ ધરાવતી મીટ શોપ
- હાઈજીનનું પૂરતું ધ્યાન રાખવું પડશે
- મીટ શોપના દુકાનદારોની હાઈકોર્ટમાં રજૂઆત
- લાયસન્સ મેળવવા માટે દુકાનદારોએ માંગ્યો સમય
કતલખાના મુદ્દે હાઈકોર્ટમાં ચાલી રહેલી અરજી અંતર્ગત સુનાવણી થઈ હતી. ત્યારે રાજ્ય સરકારને અગાઉ ગેરકાયદેસર કતલખાનાઓ સામે પગલા લેવા માટે હાઈકોર્ટ તરફથી આદેશ કરાયો હતો ત્યાર બાદ કતલખાનાઓ કેટલાક સીલ કરાયા હતા. ત્યારે આ મામલે સુનાવણી દરમિયાનટ સરકાર તરફથી જવાબ ગુજરાત હાઈકોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યો હતો.
સરકારે કરી આ સ્પષ્ટતા
અગાઉના આદેશ બાદ સરકારે કોર્ટમાં સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, લાયસન્સ વિનાની મીટ શોપ સરકાર ચાલું નહીં થવા દે, આ ઉપરાંત લાયસન્સ હશે તો પણ સ્ટેમ્પ્ડ મીટ જ વેચવાની છૂટ રહેશે. સરકારે રાજ્યમાં 2147 લાયસન્સ ધરાવતી મીટ શોપ છે તેમ જવાબ રજૂ કરતા કહ્યું હતું. આ ઉપરાંત પ્રોસેસિંગ યુનિટની સંખ્યા પણ લાયસન્સ ધરાવતી શોપ જેટલી છે. જે પણ મીટની શોપ છે જે લાયસન્સ ધરાવતી છે તેમાં હાઈજીનનું પૂરતું ધ્યાન રાખવું પડશે.
વચગાળાની કરાઈ માગ
મીટ શોપના દુકાનદારોએ હાઈકોર્ટમાં રજૂઆત લાયસન્સ મેળવવા માટે દુકાનદારોએ સમય માંગ્યો હતો. લાયસન્સ મળે ત્યાં સુધી વચગાળાનો ધંધો ચાલું રાખવા માગ કરી છે. અગાઉ પણ આ મામલે રમઝાનમાં ખાસ કરીને દુકાનો ચાલું કરાવવા માટે પણ માગ કરાઈ હતી. જેથી આગામી સમયમાં આ મામલે કોઈ નિર્ણય લેવાઈ શકે છે.