વોર્નર બ્રધર્સે ગયા મહિને હેરી પોટરનું નવું ટાઈટલ રિલીઝ કર્યું અને તેણે બે સપ્તાહમાં રૂ.7 હજાર કરોડથી વધુની કમાણી કરી લીધી છે. આ વોર્ન૨ ફિલ્મ સ્ટૂડિયોના ઈતિહાસમાં હેરી પોટર સીરિઝની બીજું સૌથી સફળ લોન્ચિંગ હતું. જોકે, હોગવોર્ડ્ઝ લીંગેસી કોઈ ફિલ્મ નથી, પરંતુ એક વીડિયો ગેમ છે. આ એક ઉદાહરણ છે કે, કેવી રીતે ગેમિંગ બિઝનેસ અને જૂના સ્ટુડિયોને ટેકો મળી રહ્યો છે. એક અંદાજ મુજબ ગ્રાહકો આ વર્ષે ગેમ્સ પાછળ રૂ.15,25 લાખ કરોડનો ખર્ચ કરશે.
જે સિનેમા જોવા પાછળ થતા ખર્ચ કરતાં પાંચ ગણો અને નેટફ્લિક્સ જેવી સ્ટ્રીમિંગથી 70% વધુ હશે. એક સમયે બાળકોનો શોખ રહેલી ગેમિંગ પણ હવે મોટી થઈ ગઈ છે. 30-40 વયજુથના ગેમિંગ પ્લેયર્સે ટીનેજર્સને પાછળ રાખી દીધા છે. વીડિયો ગેમિંગ સોશિયલ મીડિયા, ફિલ્મોમાં પણ પોપ્યુલર થઈ રહી છે. આ મહિને આવનારી એપલની ટેટ્રિસ મૂવી હોલિવુડ દ્વારા ગેમ્સ પર દાવ ખેલવાનું ઉદાહરણ છે. મ્યુઝિક પછી ગેમિંગ ક્લિપ યુટ્યૂબ પર કન્ટેન્ટની સૌથી મોટી કેટેગરી છે. દર્શકો જૂના ટીવી કાર્યક્રમોનો આનંદ ગેમમાં લઈ રહ્યા છે. ટીવી સીરિયલ વોકિંગ ડેડને ફેસબુક પર ઈન્ટરએક્ટિવ ગેમના સ્વરૂપમાં રજુ કરાઈછે. એરિઆના ગ્રાન્ડે જેવા સંગીતકાર ફોર્ટનાઈટ ગેમમાં પરફોર્મ કરી રહ્યા છે. ફિટનેસ વીડિયોના સ્થાને ફિટનેસ ગેમ રમી રહ્યા છે. સોશિયલ નેટવર્કિંગમાં પણ ગેમિંગ ક્ષેત્ર પ્રવેશી રહ્યું છે.
રોબલોક્સ જેવા પ્લેટફોર્મ બાળકોને રમવાની સાથે ચેટ અને શોપિંગની સુવિધા આપે છે. વીડિયો ગેમિમાં હજુ વધારો થવાની આશા છે, કેમકે લોકોના હાથમાં સ્માર્ટફોનના સ્વરૂપમાં શક્તિશાળી ગેમ કન્સોલ છે. તેઓ હરતા-ફરતા ગેમિંગ કરી શકે છે. આગામી વધારો સ્માર્ટ ટીવી અને સ્ટ્રીમિંગમાં થશે. ગેમિંગમાં નવી તેજી મફત ગેમ્સની મદદથી આવી રહી છે. ગેમિંગ બિઝનેસમાં વધારા તરફ સરકારોએ પણ ધ્યાન આપવું પડશે. વીસમી સદીમાં ફિલ્મ અને ટેલીવિઝન પર હોલિવૂડનો દબદબો હતો. ગેમિંગ આવતાં હરિફાઈ વધી છે. અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોની સરકારોની આંખ છેક હવે દુનિયાના સૌથી ચર્ચિત સોશિયલ મીડિયા એપ ટિકટોકનાં પરિણામો પર પડી છે. હવે તેમણે વધુ સાવચેત થવું પડશે.