સમર વેકેશન પડી રહ્યું છે ત્યારે લોકો તેમના ફરવાના પ્લાન પણ બનાવી રહ્યા છે ત્યારે ફેમિલી સાથે કે ગ્રુપમાં જતા પ્રવાસીઓની મુસાફરી આસાન બને તે હેતુથી વિશેષ સાપ્તાહીક ટ્રેનો શરુ કરવામાં આવી રહી છે. જેમાં ભાવનગર – બાંદ્રા ટ્રેનનો લાભ મુસાફરોને મળશે.
યાત્રિયોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર “સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદ દ્વારા આ ટ્રેનના શિડ્યુઅલથી લઈને કઈ ટ્રેન ક્યાં દોડશે તેને લઈને વિગતો જણાવવામાં આવી હતી.
આ વિશેષ ટ્રેનો અને તેનો સમયગાળો આ પ્રમાણેનો રહેશે
ટ્રેન નંબર 09208/09207 ભાવનગર – બાંદ્રા સાપ્તાહિક સમર સ્પેશિયલ
ટ્રેન નંબર 09208 ભાવનગર – બાંદ્રા સાપ્તાહિક સમર સ્પેશિયલ 06.04.2023 થી 29.06.2023 સુધી દર ગુરુવારે ભાવનગર ટર્મિનસથી 14.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 06.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
બાંદ્રા – ભાવનગર બીજી ટ્રેન 7 એપ્રિલથી મળશે
ટ્રેન નંબર 09207 બાંદ્રા – ભાવનગર સાપ્તાહિક સમર સ્પેશિયલ 07.04.2023 થી 30.06.2023 સુધી દર શુક્રવારે બાંદ્રા ટર્મિનસ થી 09.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે 23.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
આ બન્ને ટ્રેનોના સ્ટોપેજ આ સ્ટેશનો પર રહેશે
આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચનો સમાવેશ થાય છે.
3 એપ્રિલથી રીઝર્વેશન ખુલશે
આ બન્ને ટ્રેનો એટલે કે, ટ્રેન નંબર 09208 અને 09207 માટે બુકિંગ 03મી એપ્રિલ, 2023થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે. આ ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.