સુરેન્દ્રનગર જિલ્લામાં સિનિયર સિટીઝન સાથે થતા ગુનામાં જેમાં ઓનલાઇન છેતરપીંડીના ગુનાઓ સતત વધી રહ્યા છે.જેમાં ઓનલાઇન છેતરપીંડી કરતા ગઠીયાઓ સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરતા હોય છે.જેઓ એન્ડ્રોઇડ મોબાઇલ ઉપયોગ કરવાનું જાણતા ન હોય તેમની પાસે લીંક મોકલી તથા ઓટીપી મેળવીને ઓનલાઇન ખાતામાંથી પૈસા ઉપાડી લેવાના બનાવો સામે આવતા હોય છે.આવા બનાવો અટકે અને ભોગ બનનાર વડિલો પણ આ છેતરપીંડીથી કેમ બચી શકાય તે માટે રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવના માર્ગદર્શનથી જિલ્લા પોલીસવડા હરેશ દુધાતે આયોજન કર્યું હતું.
…આથી જિલ્લા પોલીસ તાલીમ ભવન ખાતે જિલ્લાની 12 સી-ટીમો સાથે બેઠકન યોજી હતી.જેમાં 12 ટીમો જિલ્લામાં 10 દિવસ સુધી 1980 સિનિયર સિટીઝનોના ઘેર રૂબરૂ મુલાકાત લેશે.જેમાં સિનિયર સિટીઝનોને ઓનલાનઇ છેતરપીંડી અને ફ્રોડ વિશે સમજ આપશે અને તેનાથી બચવા માટે શુ કરવુ તેવા પ્રયસો હાથ ધરાશે. જ્યારે સિનિયર સિટીઝનોને માટે સિનિયર સિટીઝન પોર્ટલ એપ બનાવાઇ છે જેમાં જિલ્લાના વડિલો પોતાની નોંધણી કરાવી લે તેવુ આયોજન કરાશે.જેમાં રજીસ્ટ્રેશન બાદ નિયમિત તેમના ઘેર ચેકીંગ કરી તેમના પ્રશ્નોનો નિકરાકરણ લાવાશે.જ્યારે આ 10 દિવસ માટે જે સી-ટીમોને જાગૃતિ લાવવા કામે લગાડાશે તે વૃધ્ધાશ્રમ, જે સ્થળે વૃધ્ધો ફરજ બજાવે છે તે સ્થળો સહિતની મુલાકાત લેશે તેમને પણ સમજ આપશે.જેની 10 દિવસની કામગીરીની નોંધ જિલ્લા પોલીસ વડાને આપવા તાકીદ કરાઇ છે.
