આઈપીએલની શરુઆત નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં થઈ રહી છે. આઈપીએલની 7 મેચો અમદાવાદમાં રમાઈ રહી છે ત્યારે આ દિવસોમાં મેટ્રો રાત્રે 1.30 કલાક સુધી પેસેન્જર્સને મળશે.
IPLમાં મેટ્રોનો સમય બદલાશે
મેચના દિવસે રાત્રે 1.30 વાગ્યા સુધી ચાલું રહેશે મેટ્રો
મેચ જોવા જનાર દર્શકોને મળશે સવલત
નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં IPLની રમાશે 7 મેચ
31 માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં પ્રથમ મેચ
અમદાવાદમાં આઈપીએલની મેચનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે આઈપીએલ દરમિયાન વિવિધ મેચોનું પ્લાનિંગ અમદાવાદમાં થઈ રહ્યું છે. તેવામાં મેચ દરમિયાન મેટ્રોના સમયમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. મેટ્રો સવારે 7થી રાત્રે 10 દરમિયાન ચાલું રહે છે. ત્યારે મેચ જ્યારે જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં હશે ત્યારે ત્યારે એ દિવસે મેટ્રોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. મેટ્રો એ દિવસે રાત્રે 1.30 કલાક સુધી ચાલું રહેશે. મેટ્રોનો એક રુટ સ્ટેડીયમ સુધી જઈ રહ્યો છે ત્યારે બીજો રુટ પણ પૂર્વથી પશ્ચિમને જોડતો રૂટ છે ત્યારે બન્ને રુટ ચાલું રહેતા દર્શકો મેચ જોઈને આસાનીથી ઘરે પરત ફરી શકશે.
આઈપીએલની જ્યારે પણ મેચ હશે ત્યારે રાત્રે મોડે સુધી મુસાફરી થઈ શકશે
નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં પ્રથમ મેચ યોજાવા જઈ રહી છે. 31 માર્ચના દિવસે મેચ હોવાથી સ્ટેડીયમમાં આખરી ઓપ પણ તૈયારીઓનો ચાલી રહ્યો છે. જેને લઈને IPLમાં મેટ્રોનો સમય બદલાશે. ત્યારે મેચ જોવા જનાર દર્શકોને સવલત મળશે. નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં IPLની રમાશે 7 મેચ છે ત્યારે આ દિવસોમાં આ લાભ અપાશે. પ્રથમ મેચ અને ફાઈનલ બન્ને નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં મેચો આયોજિત થઈ રહી છે. જેથી મોટી સંખ્યામાં દર્શકોનો ધસારો જોવા મળશે. ત્યારે દર્શકોને ઘરે જવામાં સરળતા રહેશે.
વર્લ્ડ કપમાં પણ મેચ દરમિયાન મળશે આ સુવિધા
ક્રિકેટ વર્લ્ડ કપની તારીખો જાહેર થી છે ત્યારે વર્લ્ડ કપની ફાઈનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં યોજવામાં આવશે. દર ચાર વર્ષે યોજાનારી આ મેગા ટુર્નામેન્ટની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. જેથી અમદાવાદ શહેરે આ વર્લ્ડ કપની ફાઈનલ મેચનું સાક્ષી બનશે. 5 ઓક્ટોબરથી આ મેચો શરૂ થશે જ્યારે 19 નવેમ્બરે અમદાવાદમાં ફાઈનલ મેચ રમાશે