GIDC Scam ભગોરાનો ભ્રષ્ટાચાર: GIDCના કરોડોના ગોટાળાની તપાસ માંગ
GIDC Scam ગુજરાત ઔદ્યોગિક વિકાસ કોર્પોરેશનના ચીફ એન્જિનિયર રમેશ ભગોરાની નોકરી દરમ્યાન રૂ. 150 કરોડ Extra Excessના બીલ ચૂકવવામાં આવ્યા હતા. ભગોરાના સમયગાળામાં Extra Excessના બીલો ગણતરીના દિવસોમાં મંજુર થયા હતા. નિવૃત્તિના સમયગાળામાં ખુબ ઝડપથી રૂ. 150 કરોડના બીલો ચૂકવવામાં આવ્યા હતા.
ઓડિટ
GIDCમાં કરોડોના ગોટાળા અંગેનો અહેવાલ તપાસ સંસ્થાએ તૈયાર કર્યો હતો. પ્રિન્સિપલ એકાઉન્ટન્ટ જનરલ (ઓડિટ) – ગુજરાત દ્વારા જૂન 2025માં ભરૂચથી જારી કરાયેલા ત્રણ પ્રારંભિક અવલોકન મેમોમાં કુલ 60 કરોડથી વધુનું કૌભાંડ થયું હતું. જી.આઇ.ડી.સી.નો કમ્પાઈલ ઓડિટ રિપોર્ટ બાકી છે.
જૂન મહિનામાં ઓડીટ થયું એમાં પેરામાં રૂ.60 કરોડની સીધી ગેરરીતિની વિગતો આપવામાં આવી હતી. પ્રાથમિક અહેવાલ જોઈએ તો 60 કરોડ રૂપિયા જેટલી રકમ GIDCને ચોક્કસ અધિકારી દ્વારા ચૂનો ચોપડવામાં આવ્યો છે, ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.
1 જુલાઈના રોજ ફરી એક ટેન્ડરમાં 30 કરોડ રૂપિયાનું Excess ચુકવણું કરવામાં આવ્યું હતું.
ટેન્ડર વગર કામ
ઓડિટ રિપોર્ટમાં ગંભીર ક્ષતિઓ ધ્યાનમાં આવી છે તે મુજબ લગભગ 35 કરોડ રૂપિયાના કામ કોઈપણ જાતના ટેન્ડર વગર માનીતી એજન્સીને આપી દેવામાં આવ્યા છે. માનીતી કંપનીઓને લાભ કરાવવા માટે ટેન્ડરમાં શરતો સુધારવામાં આવી છે, કંપની દ્વારા ખોટી માહિતી આપવા છતાં એને સુધારીને ચોક્કસ કંપનીને લાભ કરાવવામાં આવ્યો છે.
FMG ટેસ્ટીંગ
ખાસ કરીને FMG ને ટેસ્ટીંગ માટેની રકમ જે તે એજન્સી પાસેથી વસુલવાની હોય એવી લગભગ 3 કરોડ 50 લાખ રકમ નહિ ચૂકવીને કંપનીને ફાયદો કરવવામાં આવ્યો છે.
પ્રદૂષણના સાધનો ન આવ્યા
કેટલીક જગ્યાએ હવાના પ્રદૂષણને લગતા સાધનો મૂકવાના હતા. દહેજ અને વાપી વિસ્તારમાં સાધનો લગાવ્યા વગર એના પ્રમાણપત્રો વગર રૂ. 6 કરોડ 50 ચૂકવી દેવામાં આવ્યા છે. પહેલેથી ટેન્ડર નક્કી થયું હોય કે ઉપભોક્તા માટે વસ્તુઓ એટલે કે ટેન્ડરની જે એજન્સી છે એણે પુરી પડવાની હોય પણ પાછળથી શરતો સુધારી એનો ખર્ચ પણ GIDC દ્વારા કરવામાં આવ્યો. રૂ.3 કરોડ 50 લાખની રકમનો એજન્સીઓને ફાયદો કરાવવામાં આવ્યો હતો.
ઓડિટ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આ ગોટાળાનું કેન્દ્રબિંદુ છે “મેસર્સ નેક્સ્ટેંગ એન્વાયરો પ્રાઇવેટ લિમિટેડ” નામની ખાનગી કંપની છે. GIDC દ્વારા રિયલ ટાઇમ હેવી મેટલ મોનિટરિંગ સિસ્ટમ (RTHMS), હવા ગુણવત્તા મોનિટરિંગ સિસ્ટમ (AQMS) તથા અન્ય પર્યાવરણીય કામગીરીના નામે અત્યાર સુધીમાં મેસર્સ નેક્સ્ટેંગને લગભગ રૂ. 35.54 કરોડના વધારાના કામો ટેન્ડર વિના મંજૂર કરવામાં આવ્યા હતા.
કંપનીએ ટેકનિકલ લાયકાત માટે જરૂરી ‘બિડ ક્ષમતા’ ખોટી રીતે દર્શાવી હતી. કંપની પાસે તે સમયે રૂ. 50.26 કરોડના ચાલુ કામો હતાં, પણ તે વિગતો છુપાવી દેવામાં આવી હતી.
GIDCએ બિડ માટેનો અનુભવ મૂલ્ય પણ સરકારી માર્ગદર્શિકા વિરુદ્ધ ઘટાડીને 80 ટકાથી 40 ટકા સુધી લાવી દીધો હતો. જેથી પસંદગી ચોક્કસ કંપની માટે અનુકૂળ બને.
કોન્ટ્રાક્ટરની બિડમાંથી ફ્રી મેન્ટેનન્સ ગેરંટી (FMG) તરીકે 5% તથા પરીક્ષણ ચાર્જ તરીકે 1% કપાત ફરજીયાત છે. પરંતુ ઓડિટ તપાસમાં ખુલ્યું કે ₹57.92 કરોડના કુલ ચુકવાયેલા બિલ સામે GIDCએ 3.48 કરોડ રૂપિયાની આ કપાતો ન કરીને કોન્ટ્રાક્ટરને સીધી ચૂકવણી કરી દીધી હતી.
15 RTHMS સાધન આજ સુધી કામ કરી રહ્યા નથી. ત્રણ સાધનો તો હજી સુધી ઇન્સ્ટોલ પણ થયા નથી, જ્યારે બીજા ઘણી જગ્યાએ પાઇપલાઇન સાથે જોડાયેલા જ નથી. કંપનીને ₹6.59 કરોડની ચૂકવણી “ઇન્સ્ટોલેશન પૂર્ણ થયાના પ્રમાણપત્ર” વગર જ કરી દેવામાં આવી હતી.
હવા ગુણવત્તા મોનિટરિંગ (AQMS) માટે ચાર અલગ વર્ક ઓર્ડરમાં આ પ્રકારના કામ માટે ‘consumables’ માટે અલગ શીર્ષક હેઠળ દોઢ ગણી કુલ 3.39 કરોડ રૂપિયાની વધારાની ચૂકવણી કરાઈ.
5 વર્ષમાં સૌથી વધારે કૌભાંડ
5 વર્ષમાં GIDCમાં જેટલા પણ ટેન્ડરો થયા હતા જેમાં સ્થળ પર કામ થયા નથી, મશીન લાગ્યા નથી તેમ છતાં ચૂકવણું કરવામાં આવ્યું હતું.
ગેરલાયકાત
લાયકાત સિવાય ચીફ એન્જિનિયર બનાવવામાં આવ્યા અને નિવૃત્તિ પછી ફરીથી નોકરી આપવામાં આવી હતી. ભાજપના માનીતા અધિકારીઓને અનેક જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. ખોટું કરવામાં જે અધિકારીઓ સંમત ના થયા એવા લોકોને બાજુ પર મુકવામાં આવ્યા હતા.
જેઓ હાલ વયનિવૃત્તિ પછીના એક વર્ષના એક્સ્ટેન્શન પર ચાલી રહ્યા છે. ને તેમના વિરુદ્ધ તેમના જ વિભાગના સેક્રેટરી મમતા વર્મા અને એમડી ડીકે પ્રવીણા લેખિતમાં સીએમ સુધી રજૂઆત કરી હતી. પછી પદ પરથી ખસેડી લેવાયા પણ તપાસ ન થઈ. ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂત જવાબદાર છે. જી.આઈ.ડી.સી.ના મેનેજિંગ ડાયરેક્ટર ડી.કે. પ્રવીણા છે.
રમેશ ભગોરાને હવે એક્સ્ટેન્શન નહીં આપવાનું નક્કી કર્યું હતું.
GIDC
41 હજાર હેક્ટરમાં 70 હજાર કારખાના કે પ્લોટ 239 જીઆઈડીસીમાં છે.
તપાસ કરો
તપાસ સમિતિ બનાવી આ તમામ કામોની તપાસ થવી જોઈએ. ચીફ એન્જિનિયરીંગ કે નાણાં વિભાગની મંજૂરી વગર ચુકવણા થયા હતા.
ભ્રષ્ટાચારના પુરાવા લોકો આપે છે તેમ છતાં કોઈ કાર્યવાહી થતી નથી. ખાતાકીય તપાસ, એ.સી.બી., ઈ.ડી., આવક વેરાની તપાસ કરવામાં આવે.
અમિત ચાવડા
ગુજરાત વિધાનસભા ખાતે પ્રેસ વાર્તામાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતુ કે, જુન મહિનામાં ઓડીટ વિભાગ દ્વારા પ્રિન્સીપલ એકાઉન્ટ જનરલ ઓડીટ રીપોર્ટની પ્રાથમિક કોપી સબમિટ કરવામાં આવી છે. GIDCમાં જે ટેન્ડરો થાય છે એમાં જે રકમ નક્કી થાય, કોન્ટ્રકટ અપાય અને ત્યારે પછી કરોડો રૂપિયાની રકમ Extra Excess તરીકે ચૂકવવામાં આવે છે.
કૌભાંડોની સંસ્થા
GIDCમાં પહેલા પણ અનેક કૌભાંડો બહાર આવી ચુક્યા છે, ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં છે, ઔદ્યોગિક વિકાસના નામે પોતાના ખિસ્સા ભરવાની એક વ્યવસ્થિત પધ્ધતિથી GIDCમાં નેટવર્ક ચાલે છે.
સિન્ડીકેટ
ચોક્કસ અધિકારીઓની એક સીન્ડીકેટ ચાલે છે જે વ્યવસ્થિત રીતે કરોડો રૂપિયાનું કૌભાંડ કરે છે. GIDCના ચીફ એન્જિનિયર રમેશ ભગોરાનો કાર્યકાળ ખુબ વિવાદોથી ઘેરાયેલો રહ્યો છે. નોકરીની શરૂઆતથી લઇ લાયકાત ધરાવતા ના હોવા છતાં અનેક બઢતી મળી હતી. અનેક જગ્યાનો વધારાનો એમને ચાર્જ સોંપવામાં આવ્યો હતો.
ચૂંટણીમાં ફંડ
બગોરા વિરુદ્ધ ઉચ્ચ અધિકારીઓએ ફરિયાદ કરી હતી. તેમ છતાં કોઈ પગલા ના લેવાયા. ચૂંટણીઓ હોય ત્યારે કેટલાક જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવતી રહી હતી. ચોક્કસ જિલ્લાઓમાં ચોક્કસ લોકોને ચૂંટણી ફંડ પહોંચાડતા હતા. કોઈના ડર વગર ઉપરના આશીર્વાદથી ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો.
ગંગાજળ
બહુ પ્રમાણિકતાથી ઓપરેશન ગંગાજળની વાત ભાજપ કરે છે. ભાજપના નેતાઓના કારણે ખુલ્લેઆમ એમના સમયમાં ભ્રષ્ટાચાર થયો હતો. 3 દાયકાથી ગુજરાતમાં ભાજપના શાસનમાં જે રીતે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ચુક્યો છે, કમિશન રાજ ચાલે છે, કોઈની પણ શેહ, શરમ કે ડર વિના સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદથી, મિલીભગતથી ખુલ્લેઆમ પ્રજાના ટેક્ષના પૈસાની લૂંટ ચલાવવામાં આવી રહી છે, એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે.
નલ સે જલ યોજનામાં કરોડોનું કૌભાંડ, મનરેગામાં કરોડોનું કૌભાંડ, જમીનના કરોડોના કૌભાંડ અને લાખો નહિ પણ કરોડોથી ઓછું કૌભાંડ ગુજરાતમાં દેખાય નહીં તેવી રીતે ચાલી રહ્યું છે.