250 કરોડ Gmail એકાઉન્ટ્સ જોખમમાં! ગૂગલે આપી મોટી ચેતવણી, તરત પાસવર્ડ બદલો
ગૂગલે વિશ્વભરના આશરે 250 કરોડ Gmail યુઝર્સ માટે એલર્ટ જારી કર્યું છે. તાજેતરમાં થયેલા એક મોટા ડેટા બ્રીચ (Data Breach) પછી સાયબર અપરાધીઓએ યુઝર્સને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. કંપનીનું કહેવું છે કે જે લોકોએ હજી સુધી પોતાનો પાસવર્ડ બદલ્યો નથી, તેઓ તરત જ નવો પાસવર્ડ સેટ કરે અને એકાઉન્ટની સુરક્ષાને મજબૂત બનાવે.
ડેટા લીક કેવી રીતે થયો?
ગૂગલે થોડા સમય પહેલા સ્વીકાર્યું હતું કે તેનું Salesforce સિસ્ટમ હેક થયું હતું. જોકે, કંપનીનો દાવો છે કે લીક થયેલો ડેટા પહેલાથી જ ઉપલબ્ધ પબ્લિક બિઝનેસ ઇન્ફોર્મેશન હતો. સીધા રીતે Gmail કે Google ક્લાઉડ યુઝર્સનો ડેટા ચોરાયો નથી. પરંતુ, આ જાણકારીનો ઉપયોગ કરીને હેકર્સએ મોટા પાયે સાયબર હુમલાઓ શરૂ કરી દીધા છે.
હેકર્સની રીત
ગૂગલ અનુસાર, ShinyHunters નામનું એક સાયબર ક્રાઇમ ગ્રુપ આ લીકનો ફાયદો ઉઠાવી રહ્યું છે. તેઓ Gmail યુઝર્સને સોશિયલ એન્જિનિયરિંગ એટેક દ્વારા ટાર્ગેટ કરી રહ્યા છે. જેમાં તેઓ આઈટી સપોર્ટ સ્ટાફ બનીને પાસવર્ડ અને અન્ય જાણકારીઓ માંગે છે. ઘણા કિસ્સાઓમાં હેકર્સ એકાઉન્ટ સુધી પહોંચવામાં સફળ પણ થઈ ગયા છે.
ગૂગલની ચેતવણી
ગૂગલે સ્પષ્ટ કહ્યું છે કે યુઝર્સે હવે કોઈપણ પ્રકારની બેદરકારી કરવી ન જોઈએ. કંપનીએ બધાને પાસવર્ડ બદલવાની અને 2-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) ઓન કરવાની સલાહ આપી છે. સાથે જ, એકાઉન્ટમાં કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ પર તરત નજર રાખવાની પણ અપીલ કરી છે.
ગૂગલે 8 ઓગસ્ટે પ્રભાવિત એકાઉન્ટ ધારકોને ઈમેલ દ્વારા એલર્ટ મોકલ્યો હતો.
પાસવર્ડ બદલવાની રીત
કમ્પ્યુટરથી:
- પોતાના Google Accountમાં જાઓ.
- ડાબી બાજુ “Security” પર ક્લિક કરો.
- “Google માં સાઈન ઇન” સેક્શનમાં પાસવર્ડ પસંદ કરો.
- ફરીથી લોગિન કરો અને નવો પાસવર્ડ સેટ કરો.
એન્ડ્રોઇડ ફોનથી:
- સેટિંગ્સ ખોલો > Google > Google ખાતું મેનેજ કરો.
- ઉપર “Security” પર જાઓ.
- પાસવર્ડ પસંદ કરો અને નવો પાસવર્ડ નાખો.
iPhone/iPad થી:
- Gmail એપ ખોલો અને પોતાની પ્રોફાઈલ ફોટો પર ટેપ કરો.
- “Google ખાતું મેનેજ કરો” પસંદ કરો.
- “Personal Info” સેક્શનમાં પાસવર્ડ બદલો.
શા માટે તરત પાસવર્ડ બદલવો જરૂરી છે?
ગૂગલે ચેતવણી આપી છે કે આ ઘટનાને હળવાશથી ન લો. Gmail એકાઉન્ટથી બેંકિંગ, સોશિયલ મીડિયા અને અન્ય ઘણા પ્લેટફોર્મ જોડાયેલા હોય છે. આવા સંજોગોમાં પાસવર્ડ ચોરાઈ જવાથી તમારી ખાનગી અને આર્થિક જાણકારીઓ જોખમમાં પડી શકે છે.
તેથી આજે જ પાસવર્ડ બદલો અને તમારી સુરક્ષા માટે 2FA ઓન કરો.