Goddess Lakshmi ના આર્શીવાદ મેળવવા માટે જરૂરી ઘરમાં કરવામાં આવતાં કાર્ય

Roshani Thakkar
2 Min Read

Goddess Lakshmi: માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરતા પહેલા આ બાબતોને ધ્યાનમાં લે છે

Goddess Lakshmi: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે. દેવી લક્ષ્મી હંમેશા ઘરમાં ધન અને સમૃદ્ધિમાં વધારો કરતી રહે છે, પરંતુ આ લેખમાં આપણે જાણીશું કે દેવી લક્ષ્મી કોના ઘરે આવે છે અને આવતા પહેલા તે શું જુએ છે.

Goddess Lakshmi: હિંદૂ ધર્મમાં માતા લક્ષ્મીનું વિશેષ સ્થાન છે. આ ભૌતિક જગતમાં દરેકને ધન-સંપત્તિની જરૂરિયાત હોય છે, જેને પૂરી કરતી દેવી છે માતા લક્ષ્મી. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેના ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય.

જ્યાં માતા લક્ષ્મીની કૃપા હોય છે, ત્યાં ધન અને વૈભવની કમી નથી રહેતી. તિજોરી હંમેશા ભરેલી રહે છે અને ઘરમાં સુખ-શાંતિ રહે છે. પરંતુ માતા લક્ષ્મી કયા લોકોના ઘરમાં વસે છે અને તે ઘરમાં પ્રવેશ કરતા પહેલા કઈ વાતો જોઈ લે છે? લોકો માનતા હોય છે કે કેટલાક ખાસ સંકેતો હોય છે જે માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરતા પહેલા જરૂર તપાસે છે.Goddess Lakshmi

  • સફાઈ
    માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરતા પહેલા જરૂર જોઇ લે છે કે ઘર કેટલું સ્વચ્છ અને સુસજ્જ છે. માતા લક્ષ્મીને સ્વચ્છતા ખૂબ ગમે છે. જ્યાં ગંદગીઓ અને અવ્યવસ્થા હોય ત્યાં માતા લક્ષ્મી વસતી નથી.
  • ઘરનું વાતાવરણ
    માતા લક્ષ્મીને શાંતિ, પ્રેમ અને સકારાત્મક વાતાવરણ ગમે છે. જ્યાં રહેવાસીઓ એકબીજાના પ્રત્યે પ્રેમ અને સમર્પણ દર્શાવે છે અને જ્યાં ઝઘડા ન હોય, ત્યાં માતા લક્ષ્મીનો નિવાસ હોય છે.
  • નિયમિત પૂજા-પાઠ
    જે ઘરમાં ભગવાનની પૂજા થાય છે, પ્રાર્થના કરવામાં આવે છે અને દરરોજ દીવા પ્રગટાવવામાં આવે છે. તેમાં માતા લક્ષ્મીનો વાસ છે.
  • તુલસી અને ગાયની સેવા
    જે પરિવારમાં તુલસી અને ગાયની સેવા થાય છે, માતા લક્ષ્મી તે ઘર ક્યારેય છોડતી નથી.
  • નિશ્ચલ સ્વભાવ
    જે પરિવારમાં છલકપટ કે અનૈતિક કામ ન થાય, ત્યાં માતા લક્ષ્મી લાંબા સમય સુધી વસે છે.
  • સુશોભિત પ્રવેશદ્વાર
    જે ઘરના પ્રવેશદ્વારને સારી રીતે સાફ-સફાઈ અને સુશોભિત બનાવવામાં આવે છે, જેમ કે તોરણ લગાવવામાં આવે છે, ત્યાં માતા લક્ષ્મી વસે છે.

Goddess Lakshmi

Share This Article