આજે ૧ જુલાઈ, ૨૦૨૬ ના રોજ સોનાનો ભાવ આજે ચાંદીનો ભાવ આજે સવારે શું ભાવ છે? ૨૪, ૨૨ થી ૧૦ કેરેટ સુધીના ભાવ જાણો
વૈશ્વિક સ્તરે વધી રહેલી આર્થિક અનિશ્ચિતતા અને ખાસ કરીને મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવની સીધી અસર કિંમતી ધાતુઓના બજાર પર જોવા મળી રહી છે. ૧ જુલાઈ, ૨૦૨૬ ના રોજ સોના અને ચાંદીના ભાવમાં સવારના સત્રથી જ ભારે વધઘટ નોંધાઈ રહી છે. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશન તેમજ ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના અહેવાલો અનુસાર, સ્થાનિક બજારમાં માંગ અને વૈશ્વિક સંકેતોના કારણે કિંમતોમાં સતત બદલાવ આવી રહ્યો છે. જો તમે આજે સોનાના દાગીના કે ચાંદીના સિક્કા ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો બજારના સત્તાવાર દરો જાણીને જ આગળ વધવું હિતાવહ છે.
સોનાના ભાવનું આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ગણિત
આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ (હાજર સોનું) પ્રતિ ઔંસ ૪,૦૨૧.૧૫ ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. સ્થાનિક મોરચે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ૨૪ કેરેટ સોનાનો વાયદા ભાવ નજીવા વધારા સાથે ૧,૪૨,૫૪૬ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચ્યો છે. જોકે, અલગ-અલગ સ્રોતો અને કરવેરાના કારણે છૂટક બજારના ભાવોમાં તફાવત જોવા મળે છે. ગુડરિટર્ન્સ અનુસાર ૨૪ કેરેટનો ભાવ આશરે ૧,૪૦,૨૮૦ રૂપિયા છે, જ્યારે ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશન તમામ ટેક્સ સહિત આ ભાવ ૧,૪૫,૮૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ દર્શાવે છે.

સોનાની શુદ્ધતા (કેરેટ) ના આધારે આજના સવારના સરેરાશ દરો:
શુદ્ધતાના આધારે પ્રતિ ૧૦ ગ્રામ સોનાના બુલિયન દરો નીચે મુજબ છે:
-
૨૪ કેરેટ સોનું (સૌથી શુદ્ધ સોનું): ૧,૪૨,૯૫૦ રૂપિયા
-
૨૩ કેરેટ સોનું (નજીવી મિશ્રણ): ૧,૪૦,૭૨૦ રૂપિયા
-
૨૨ કેરેટ સોનું (દાગીના માટે શ્રેષ્ઠ): ૧,૩૧,૦૩૮ રૂપિયા
-
૨૦ કેરેટ સોનું: ૧,૧૯,૧૨૫ રૂપિયા
-
૧૮ કેરેટ સોનું: ૧,૦૭,૨૧૩ રૂપિયા
-
૧૬ કેરેટ સોનું: ૯૫,૩૦૦ રૂપિયા
-
૧૪ કેરેટ સોનું: ૮૩,૩૮৮ રૂપિયા
-
૧૨ કેરેટ સોનું: ૭૧,૪૭૫ રૂપિયા
-
૧૦ કેરેટ સોનું: ૫૯,૫૬૩ રૂપિયા
મુખ્ય શહેરોની વાત કરીએ તો, ૨૪ કેરેટ સોનાનો ભાવ દિલ્હીમાં ૧,૪૦,૨રૂપિયા, મુંબઈ અને કોલકાતામાં ૧,૪૦,૧૩૦ રૂપિયા જ્યારે ચેન્નાઈમાં ટેક્સના કારણે ૧,૪૫,૦૮૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચ્યો છે.

ચાંદીના ભાવમાં મોટો ઉછાળો
બીજી તરફ, સુરક્ષિત રોકાણ તરીકે ચાંદીની માંગમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે, જેને કારણે પાછલા ચાર દિવસના ઘટાડાનો સિલસિલો તૂટી ગયો છે. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના મતે, તમામ કરવેરા સાથે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ૨,૩૦,૦૦૦ રૂપિયા સુધી પહોંચી ગયો છે. જોકે, ગુડરિટર્ન્સ પર આ ભાવ ૨,૩૫,૦૦૦ રૂપિયા બોલાઈ રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પોટ સિલ્વર ૧ ટકા વધીને ૫૮.૮૧ ડોલર પ્રતિ ઔંસ થયું છે. શુદ્ધતાની દ્રષ્ટિએ આજે બજારમાં ચાંદી ૯૯૯ (ફાઈન) નો ભાવ ૨,૨૮,૭૭૦ રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે જ્વેલરીમાં વપરાતી ચાંદી ૯૨૫ (સ્ટર્લિંગ) નો ભાવ ૨,૧૧,૬૧૨ રૂપિયા પ્રતિ કિલોગ્રામ આસપાસ છે. દિલ્હી અને મુંબઈ જેવા મેટ્રો શહેરોમાં ૧ કિલો ચાંદી ખરીદવા માટે ગ્રાહકોએ આશરે ૨,૩૫,૦૦૦ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરના અંદાજો અને ક્રૂડ ઓઇલની વધઘટ વચ્ચે આગામી દિવસોમાં પણ કિંમતી ધાતુઓના બજારમાં આવી જ તેજી-મંદી ચાલુ રહેવાની ધારણા છે.