Mac યુઝર્સ માટે આવ્યું નવું Gemini એપ, જાણો કેવી રીતે ડાઉનલોડ કરવું
Google એ તેના AI આસિસ્ટન્ટ Geminiને હવે Mac યુઝર્સ માટે રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે. આનો અર્થ એ છે કે હવે Gemini માત્ર બ્રાઉઝર સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ તમે તેને સીધા ડેસ્કટોપ પર એક એપ તરીકે વાપરી શકશો. અત્યાર સુધી મોટાભાગના Mac યુઝર્સ Gemini નો ઉપયોગ વેબ ટેબ દ્વારા કરતા હતા, પરંતુ આ નવી એપ આવવાથી કામ દરમિયાન તેને ઝડપથી અને સરળતાથી એક્સેસ કરવું શક્ય બનશે.
Gemini Mac એપમાં શું છે ખાસ?
આ એપની સૌથી મોટી વિશેષતા તેનો સરળ અને ઝડપી એક્સેસ છે. આ સિવાય તેમાં અન્ય ઘણા શાનદાર ફીચર્સ છે:
-
કીબોર્ડ શોર્ટકટ: તમે માત્ર Option + Space પ્રેસ કરીને Gemini ને તરત જ ઓપન કરી શકો છો. આ શોર્ટકટ દબાવતાની સાથે જ એક નાની ફ્લોટિંગ વિન્ડો ખુલશે, જ્યાં તમે કોઈ પણ અડચણ વગર ચેટ શરૂ કરી શકો છો.
-
સ્ક્રીન કન્ટેન્ટની સમજ: આ એપ તમારા સ્ક્રીન પર શું ચાલી રહ્યું છે તેને સમજી શકે છે. જો તમે કોઈ ડોક્યુમેન્ટ પર કામ કરી રહ્યા હોવ અથવા કોઈ વેબપેજ વાંચી રહ્યા હોવ, તો Gemini તેના આધારે તમારી મદદ કરી શકે છે. (નોંધ: આ માટે તમારે સ્ક્રીન એક્સેસની પરમિશન આપવી પડે છે).
-
ફાઇલ અપલોડ: તમે તમારી સિસ્ટમ અથવા Google Drive માંથી ડોક્યુમેન્ટ, ઇમેજ કે અન્ય ફાઇલો સીધી અપલોડ કરી શકો છો અને Gemini પાસે તેનાથી જોડાયેલા કામ કરાવી શકો છો.
-
મીડિયા જનરેશન: ટેક્સ્ટ લખવા ઉપરાંત, ઇમેજ જનરેટ કરવા જેવા ફીચર્સ પણ આમાં સામેલ છે, જે મોબાઈલ અને વેબ વર્ઝન જેવા જ છે.
બીજા AI એપ્સ કરતા કેટલું અલગ છે?
Google નો આ પ્રયાસ દર્શાવે છે કે તે Gemini ને માત્ર એક વેબ ટૂલ નહીં, પણ ફૂલ-ફ્લેજ્ડ ડેસ્કટોપ આસિસ્ટન્ટ બનાવવા માંગે છે. ChatGPT અને Claude જેવા AI ટૂલ્સની ડેસ્કટોપ એપ પહેલેથી જ હાજર છે, તેથી Google નો આ અપડેટ ઘણો મહત્વનો છે.
જોકે, Gemini અત્યારે તમારી સિસ્ટમને સીધી રીતે કંટ્રોલ કરતું નથી, પરંતુ તમારી સ્ક્રીન પર જે દેખાય છે તેના આધારે તરત જ મદદ કરવા પર ફોકસ કરે છે. એટલે કે, તે તમારા કામને સમજીને સચોટ સૂચનો અને જવાબો આપવામાં મદદરૂપ થાય છે.
Mac પર Gemini એપ કેવી રીતે ડાઉનલોડ કરવી?
આ એપ સંપૂર્ણપણે મફત છે, પરંતુ તેના માટે તમારી પાસે macOS Sequoia (વર્ઝન 15 કે તેથી વધુ) હોવું જરૂરી છે.
ઇન્સ્ટોલ કરવાના સ્ટેપ્સ:
-
Gemini ની સત્તાવાર વેબસાઇટ (
https://gemini.google/mac/) પર જાઓ. -
ત્યાં આપેલા ડાઉનલોડ બટન પર ક્લિક કરો અને સ્ટેપ્સ ફોલો કરો.
-
ઇન્સ્ટોલ થયા પછી તમારા Google એકાઉન્ટ થી સાઇન ઇન કરો.
-
બસ, હવે જ્યારે પણ જરૂર હોય ત્યારે શોર્ટકટ દબાવીને તમે તરત જ Gemini નો ઉપયોગ શરૂ કરી શકો છો.
આ એપ Mac યુઝર્સ માટે મલ્ટિટાસ્કિંગને ઘણું સરળ બનાવશે અને કામની સ્પીડ પણ વધારશે. જો તમે Mac યુઝર હોવ, તો આ નવો અનુભવ ચોક્કસ ટ્રાય કરવા જેવો છે!

Mac પર Gemini એપ કેવી રીતે ડાઉનલોડ કરવી?