ફોટો એડિટિંગ માટે Googleનું સૌથી એડવાન્સ ટૂલ આવી ગયું, હવે તમારા ફોટોને બનાવો પ્રોફેશનલ!
હવે ફોટોશોપને ટક્કર આપવા માટે Google DeepMindનું નવું ઇમેજ એડિટિંગ ટૂલ આવી ગયું છે. ગૂગલે Gemini એપમાં Nano-Banana (અથવા Gemini 2.5 Flash Image) નામનું એક એડિટિંગ મોડેલ લોન્ચ કર્યું છે. ગૂગલના જણાવ્યા મુજબ, આ નવું એડિટિંગ ટૂલ વધુ એડવાન્સ અને મજેદાર છે.
આ ટૂલ યુઝર્સને ક્રિએટિવ સ્વતંત્રતા આપે છે, જેનાથી તેઓ પોતાના ફોટોઝને એડિટ કરી શકે છે અને સાથે જ તેમનો અસલી દેખાવ અને સ્વાભાવિકતા પણ જાળવી રાખે છે.
મફત અને પેઈડ બંને યુઝર્સ માટે ઉપલબ્ધ
Nano Banana ફીચર Gemini એપમાં મફત અને પેઈડ બંને યુઝર્સ માટે ઉપલબ્ધ છે.
મફત યુઝર્સ: દરરોજ 100 એડિટ્સ
પેઈડ યુઝર્સ: દરરોજ 1,000 એડિટ્સ
ડેવલપર્સ તેને Gemini API, AI Studio, અને Vertex AI દ્વારા ઇન્ટિગ્રેટ પણ કરી શકે છે.
Nano-Banana થી શું કરી શકાય?
Nano Banana એ ગૂગલ DeepMindનું એક નવું એડિટિંગ મોડેલ છે, જે Gemini એપમાં ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યું છે. તેની વિશેષતા એ છે કે તમે ફોટોને એડિટ કરતી વખતે પણ લોકો, પાલતુ પ્રાણીઓ, કે કોઈપણ વસ્તુની ઓળખ અને તેમનો અસલી દેખાવ જાળવી રાખી શકે છે.
તેના મુખ્ય ફીચર્સ:
Maintain Appearance (દેખાવ જાળવી રાખો): કોઈપણ વ્યક્તિ, પાલતુ પ્રાણી, કે વસ્તુનો અસલી દેખાવ એડિટ્સ દરમિયાન પણ એવો જ રહે છે, પછી ભલે તમે નવી હેરસ્ટાઈલ, ડ્રેસ, કે સેટિંગ બદલો.
Photo Blending (ફોટોનું મિશ્રણ): એકથી વધુ ફોટોઝને ભેગા કરીને એક નવું દ્રશ્ય બનાવી શકાય છે, જેમ કે પોતાને અને તમારા પાલતુ પ્રાણીને એક જ બેકગ્રાઉન્ડમાં ઉમેરવા.
Multi-turn Editing (એક પછી એક એડિટિંગ): એક પછી એક એડિટ કરી શકાય છે, જેમ કે પહેલા દીવાલનો રંગ બદલવો અને પછી તેમાં ફર્નિચર ઉમેરવું.
Design Mixing (ડિઝાઇનનું મિશ્રણ): એક ફોટોની ડિઝાઇન કે ટેક્સચર બીજી ફોટો પર નાખી શકાય છે, જેમ કે ફૂલોની પાંખડીઓનો રંગ કપડાં પર લગાવવો.
બધી એડિટ કરેલી ઇમેજ પર દેખાતા અને ડિજિટલ વોટરમાર્ક હશે, જેનાથી ખબર પડશે કે તે AI દ્વારા બનાવવામાં આવી છે.
Nano-Banana નો ઉપયોગ કેવી રીતે કરવો?
Nano-Banana નો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે:
- Gemini એપ (વેબ અને મોબાઇલ બંને પર ઉપલબ્ધ) ખોલો.
- ફોટો અપલોડ કરો અને જણાવો કે કયા ફેરફારો જોઈએ છે.
- એપ બેકગ્રાઉન્ડ બદલી શકે છે અને એકથી વધુ ફોટોઝને જોડી શકે છે.
- અહીં સુધી કે મજેદાર દ્રશ્યો પણ બનાવી શકો છો, જેમ કે તમે અને તમારું પાલતુ પ્રાણી કોઈ નવી જગ્યાએ સાથે હો.
ખૂબ જ જલ્દી આ ફીચરથી તમે તમારી સ્થિર ઇમેજને ટૂંકા વીડિયોમાં પણ બદલી શકશો.