અદાણીના હવાઈ મથકને બાંધવામાં અનેક કાયદાઓનો ભંગ
- સરકારે પ્રજાના નાણાં બેફામ વાપરીને મુંબઈ હવાઈ મથકને ફાયદો કરાવી આપ્યો છે
સંકલન – દિલીપ પટેલ
અમદાવાદ, 09 ઓક્ટોબર 2015
નવી મુંબઈમાં અદાણી હવાઈ મથક બન્યું તેના વિવાદો, દાયદાઓનો ભંગ, પર્યાવણીય નુકસાન, ગરીબ પરિવારોના ઘર તોડવા, મંદિર અને મસ્જિદ તોડવાનાં વિવાદો દેશના લોકોને હચમાવી મૂકે એવા છે.
હવાઈ મથક બનાવવનું ખર્ચ 350 ટકા વધી ગયું છે. અદાણીના હવાઈ મથકને ફાયદો થાય તે માટે મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્રની ભાજપ સરકારે 8 ખર્ચાળ પ્રોજેક્ટ પ્રજાના ખર્ચે બનાવી આપ્યા છે. આ બધી વિગતો એટલી ચોંકાવી દે એવી છે કે, શ્રીમંતો માટેના હવાઈ મથક બનાવવા માટે સરકારે કેવા ખર્ચા અને કાયદાઓ તોડ્યા છે તે હચમચાવી મૂકે એવા છે.
નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લિમિટેડ (NMIAL) દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે. આ એન્ટિટીમાં અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) અને સિટી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ મહારાષ્ટ્ર (CIDCO)નો હિસ્સો છે.
અદાણીના હવાઈ મથકને રાષ્ટ્રીય ધોરીમાર્ગ, ઉપનગરીય રેલ્વે, મેટ્રો, બુલેટ ટ્રેન અને મરીન ટેક્સીથી જળ પરિવહન નેટવર્ક સાથે જોડવામાં આવી રહ્યું છે. હવાઈ મથક બને તે પહેલાં જ 120 ઉંચી ઈમારતોના પ્લાન મંજૂર કરીને બિલ્ડરોને મોટો ફાયદો કરાવી આપ્યો હતો.
ગરીબ લોકોના મકાનો તોડી પાડવા અને ખેડૂતોની જમીનો લઈ લેવા અને ટેકરીઓ તોડવા માટે ઘડાકા કરવા માટે ભારે વિરોધ થયો હતો. જેથી હવાઈ મથકના ઉદઘાટન કરવામાં મોડું થયું હતું.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની મુલાકાત લીધી હતી, તેમની સાથે અદાણી ગ્રુપના જીત અદાણી પણ હતા. 30 સપ્ટેમ્બર 2025થી વાણિજ્યિક ફ્લાઇટ્સ શરૂ કરવાના હતા. પણ લોકોના વિરોધના કારણે તેમ થઈ શક્યું ન હતું.
વિશ્વની સૌથી ઝડપી સામાન હેન્ડલિંગ સિસ્ટમ સાથે પીએમ મોદીએ ફેબ્રુઆરી 2018 માં એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. તે રૂ. 16,700 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે.
જુનું હવાઈ મથક બંધ
ફ્લાઈટ્સને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટથી નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શિફ્ટ કરવા અંગે વિવાદ ઉભો થયો હતો.
બંને એરપોર્ટ અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ હેઠળ છે. AAHLએ કેટલીક ફ્લાઈટ્સ CSMIAથી NMI ખસેડવાનો નિર્ણય લીધો હતો. એરલાઇન્સનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનએ આ નિર્ણય સામે ચિંતા વ્યક્ત કરી હતી.
રીનોવેશન હેઠળ દાદાગીરી
CSMIA પરનું ટર્મિનલ 1નું સમારકામ કરવા તોડી પાડવામાં આવ્યું. જે 2028 સુધીના લાંબા ગાળા માટે બંખ રાખીને અદાણીના બીજા હવાઈ મથકને ફાયદો કરાવવાનો હતો. જેથી કેટલીક ફ્લાઈટ્સ CSMIA ટર્મિનલ 2 પર શિફ્ટ, જ્યારે કેટલીક ફ્લાઈટ્સ NMI પર શિફ્ટ થઇ જશે, જેની સામે કેટલીક એરલાઈન્સે વાંધો ઉઠાવ્યો હતો.
CSMIA ટર્મિનલ 1ની ક્ષમતા વર્ષે 1 કરોડ 50 લાખ મુસાફરોની છે. તે તમામ મુસાફરોને નવી મુંબઈ હવાઈ મથક પર ખસેડવાનો નિર્ણય લીધો હતો. તેથી મોટો વિવાદ થયો હતો.
15 મિલિયન પેસેન્જરસ પર એનમ(MPPA)ની છે, જે રીનોવેશન હેઠળ જવાથી, 10 MPPA ને NMI અને 5 MPPAને CSMIAના T2 પર ખસેડવામાં આવશે. T1 નું રીનોવેશન સપ્ટેમ્બર 2028 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે, અને ત્યારબાદ તેની ક્ષમતા 20 MPPA થઇ જશે.
વિમોનોને ખસેડવા અંગે સ્પષ્ટતા માંગી હતી. એરલાઈનના અધિકારીએ કહ્યું હતું કે અસર ઘટાડવા માટે બીજા કોઈ યોજના બનાવી ન હતી.
અદાણીના નવી મુંબઈ એરપોર્ટનો શ્રીમંત મુસાફરો ઉપયોગ કરે તે માટે મહારાષ્ટ્રની ભાજપ સરકાર અને કેન્જદ્રની મોદી સરકાર કોઈ કસર છોડી નથી.
ભોંયરું
ઓક્ટોબર 2025માં મુંબઈ સરકારે ટનલ બનાવીને અદાણીને મોટો ફાયદો કરાવવા નિર્ણય લીધો હતો.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ હવાઈ મથકને મુંબઈ સાથે જોડવા માટે એક ટનલ બનાવવાની જાહેરાત કરી હતી. સી લિંક, બીકેસીથી નવી મુંબઈ એરપોર્ટ સુધી ટનલ બનાવી શકાય કે કેમ તેની તપાસ કરવા જણાવ્યું છે.
નવી મુંબઈ એરપોર્ટ મુંબઈનું બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. વર્ષે 2 કરોડ મુસાફરો લઈ જવા ટનલ બનશે. ડિઝાઇન તૈયાર કરવામાં આવી રહી છે.
નવો રસ્તો બનાવાયો
કનેક્ટિવિટી સુધારવા માટે અટલ સેતુથી કોસ્ટલ રોડ સુધી એક નવો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે.
વોટર ટેક્સી
મુસાફરો માટે વધારાની સુવિધા પૂરી પાડતી વોટર ટેક્સી સેવા શરૂ કરવામાં આવશે. જેનાથી પણ વહાઈ મથકલે મોટો ફાયદો થવાનો છે.
નવો કર વધારો
મુંબઈ એરપોર્ટે નાણાકીય વર્ષ 2030માં વપરાશકાર વિકાસ કર કે ફી અને અન્ય એરોનોટિકલ ચાર્જમાં વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. મુંબઈ એરપોર્ટ પર સ્થાનિક મુસાફરો પાસેથી વપરાશકાર વિકાસ કર વસૂલવામાં આવતો નથી, પરંતુ હવે ઓપરેટરે ડોમેસ્ટિક પેસેન્જર પર રૂ. 325 આપવા પડશે.
એરપોર્ટ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે વપરાશકાર વિકાસ કર રૂ. 187 થી વધારીને રૂ. 650 કરવાનું નક્કી કર્યું છે.
બુલેટ ટ્રેનનો ફાયદો
અદાણીના નવા હવાઈ મથકને નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેનનું સીધું જોડાણ આપીને મોટો ફાયદો કરાવી આપ્યો છે. દેશના પ્રથમ મુંબઈથી અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેન થાણે અને મુંબઈના ઉપનગરોમાં ચાલી રહ્યું છે.
અટલ સેતુ અર્થાત્ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક દ્વારા તેને સીધું મુંબઈ સાથે જોડવામાં આવશે.
મેટ્રોનો ફાયદો અદાણીને
સૂચિત મેટ્રો લાઇન 8 એટલે કે ગોલ્ડ લાઇન છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, મુંબઈ અને નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને જોડશે.
હૈદરાબાદ બુલેટ્રેનનો ફાયદો
મુંબઈ-હૈદરાબાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન હશે. જેના કારણે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનના મુસાફરો પણ નવી મુંબઈ એરપોર્ટ સુધી સરળતાથી પહોંચી શકશે.
વોટર ટેક્સીનો ફાયદો
નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દેશનું પ્રથમ જળ પરિવહન ધરાવતું એરપોર્ટ બનશે. વોટર ટેક્સી દ્વારા તેને મુંબઈ અને આસપાસના દરિયાકાંઠાના વિસ્તારો સાથે સીધું જોડી શકાશે.
થાણે, કલ્યાણ, ભિવંડી, ડોમ્બિવલી, મુંબઈ મહાનગર પ્રદેશના ઘણા વિસ્તારો મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સાથે જોડવામાં આવશે.
અદાલતી ખટલો
સામાજિક સંગઠ પ્રકાશજોતએ કેન્દ્ર સરકારની નિષ્ક્રિયતાને પડકારતી બોમ્બે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી.
વિધાનસભાનો અનાદર
સંગઠનના પ્રમુખ વિકાસ પાટીલ કહે છે કે મહારાષ્ટ્ર વિધાનસભાના સર્વાનુમતે લેવાયેલા ઠરાવનો અનાદર કરવામાં આવ્યો છે.
દરગાહ અને મંદિરો તોડ્યા
નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક શહેર અને ઔદ્યોગિક વિકાસ નિગમએ ગેરકાયદેસર દરગાહ તોડી નાંખી હતી. કોર્ટના આદેશથી માળખું તોડી પાડવામાં આવ્યું. અનધિકૃત દરગાહ એરપોર્ટની આસપાસના વિસ્તાર માટે સુરક્ષા ખતરો ઉભો કરે છે, એવી દલીલ હિંદુ સંગઠનો કરી રહ્યાં હતા.
એરપોર્ટને કારણે ગુમાવાયેલા મંદિરોને બદલવા માટે કંઈ કરવામાં આવ્યું નથી. સિડકોએ દસ જૂના મંદિરોના સ્થાનાંતરણ માટે યોગ્ય જમીનના પ્લોટ ફાળવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
નામ માટે આંદોલન
નવી મુંબઈ એરપોર્ટ ઉદ્ઘાટન પહેલાં નામ વિવાદમાં ફસાયું
સ્થાનિક નેતાઓ અને મુંબઈના લોકો કહે છે કે એરપોર્ટનું નામ ડી.બી. પાટિલના નામ પરથી રાખવું જોઈએ. તેમ નહીં કરે તો વિરોધ વધુ તીવ્ર બનાવવાની હાજેરાત કરાઈ હતી.
ઓલ-પાર્ટી એક્શન કમિટી વાશીમાં મળી હતી અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પાસેથી આ મુદ્દાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી હતી.
ભાજપના નેતા કપિલ પાટીલે માંગણી કરી હતી કે, પહેલું વિમાન ઉડે તે પહેલાં નામ નક્કી કરો.
આ ફક્ત એક નામ નથી, પરંતુ આપણાઅધિકારો અને બલિદાનનો આદર છે. ડી.બી. પાટીલના નામ પર એરપોર્ટનું નામકરણ કરવાથી તેમના યોગદાનની યાદ આવશે.
ભીવંડીના સાંસદ મ્હાત્રેએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી ડી.બી. પાટીલનું નામ એરપોર્ટ પર ન હોય ત્યાં સુધી કોઈ પણ ફ્લાઇટ ઉડાન ભરી શકશે નહીં. પનવેલના ભાજપના ધારાસભ્ય પ્રશાંત ઠાકુરે ટેકો આપ્યો છે.
સ્થાનિક રહેવાસીઓ અને સંગઠનોનું કહેવું છે કે દિબા પાટીલે પોતાની જમીન દાન કરીને આ પ્રોજેક્ટ શક્ય બનાવ્યો હતો, તેથી, એરપોર્ટનું નામ તેમના નામ પરથી રાખવું જોઈએ.
ડી.બી. પાટીલ માટે રેલીઓ કરનારાઓએ અગાઉ બાલ ઠાકરેનું નામ સૂચવ્યું હતું.
ઉદઘાટન નહીં થવા દેવાય
ભૂમિપુત્રોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો એરપોર્ટનું નામ સ્વર્ગસ્થ જન નેતા દિબા પાટિલના નામ પરથી નહીં રાખવામાં આવે તો હવાઈ મથકનું ઉદઘાટન કોઈપણ ભોગે બંધ કરવામાં આવશે. આમ મોદી સામે સીધો વિરોધ હતો.
ભૂમિપુત્રોએ 6 ઓક્ટોબર 2025ના રોજ વિશાળ વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી.
સાંસદ સુરેશ મ્હાત્રેએ બેઠકની અધ્યક્ષતા કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે ભૂમિપુત્રોની માંગણીઓ વાજબી છે અને આ પ્રાપ્ત કરવા માટે બધાએ એક થવું જોઈએ.
દિબા પાટીલે ખેડૂતો અને સ્થાનિક લોકોના અધિકારો માટે લડત આપી હતી. તેમનું નામ નવી મુંબઈની ઓળખ અને ઇતિહાસ સાથે જોડાયેલું છે. આ જ કારણ છે કે લોકો બીજું કોઈ નામ સ્વીકારવા તૈયાર નથી.
કેન્દ્ર સરકારે કોઈ નિર્ણય લીધો ન હતો. રાજ્ય સરકારે એરપોર્ટનું નામ દિબા પાટિલના નામ પરથી રાખવાના પ્રસ્તાવને ફગાવી દીધો હતો.
તાજેતરના સમયમાં થયેલા સૌથી મોટા વિરોધ પ્રદર્શનોમાંના એકમાં, નવી મુંબઈના લગભગ 50,000 રહેવાસીઓએ 24 જૂન 2021માં બેલાપુર ખાતે શહેર અને ઔદ્યોગિક વિકાસ નિગમ (CIDCO)ના મુખ્ય મથકનો ઘેરાવ કર્યો હતો.
સહાર ખાતે હાલના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMIA) થી 24 કિમી દૂર સ્થિત આ એરપોર્ટ માટે CIDCO નોડલ ઓથોરિટી છે.
મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ સ્વર્ગસ્થ સમાજવાદી નેતા દિ. બા. પાટિલના નામ પર રાખવા માંગતા હતા. નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નામકરણ ક્રુતિ સમિતિ બનાવી હતી.
આવી માંગણી કરનારા જમીનના પુત્રો હતા. જેમની જમીન મુંબઈના બીજા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નિર્માણમાં જતી રહી છે.
મહારાષ્ટ્ર સરકાર શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેના નામ પર એરપોર્ટનું નામકરણ કરવા માંગતી હતી.
પ્રોજેક્ટથી પ્રભાવિત લોકો તેનું બાંધકામ અટકાવી દેશે એવી ધમકી આપવામાં આવી હતી. સિડકો શહેરી વિકાસ વિભાગ હેઠળ આવે છે, જેનું નેતૃત્વ શિવસેનાના મંત્રી એકનાથ શિંદે કરે છે.
શિંદેએ ડિસેમ્બર 2020 માં સિડકોને એરપોર્ટનું નામ ઠાકરેના નામ પર રાખવાનો પ્રસ્તાવ મોકલવા કહ્યું હતું. રાજ્ય મંત્રીમંડળે પણ આ પ્રસ્તાવને મંજૂરી આપવાનો નિર્ણય લીધો હતો.
દી. બા. કોણ હતા
મહારાષ્ટ્ર સરકારે 1960ના દાયકાના અંતમાં મુંબઈ પરનું દબાણ ઓછું કરવા માટે વાશી બંદર પર 86 ગામોના 193 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સેટેલાઇટ શહેર વિકસાવવાનું કામ શરૂ કર્યું હતું.
સિડકોએ 1971માં નવું શહેર બનાવવા માટે જમીન સંપાદન શરૂ કર્યું હતું. જે નવી મુંબઈ તરીકે ઓળખાવા લાગ્યું. તે સમયે દિ. બા. પાટીલ તરીકે જાણીતા દિનકર બાલુ પાટીલ ભારતના ખેડૂત અને કામદાર પક્ષના નેતા અને પનવેલ, રાયગઢના ધારાસભ્ય હતા. તેમણે નવી મુંબઈના નિર્માણ માટે સરકાર દ્વારા તેમની જમીન સંપાદન કરવાને બદલે આપવામાં આવતા લઘુત્તમ વળતર સામે જમીન માલિકો, મુખ્યત્વે ખેડૂતોને એક કર્યા હતા.
પાટીલે મોટું આંદોલન કર્યું અને વાજબી વળતરની માંગણી સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યા. 1984માં પાટીલના ગામ જસાઈ ખાતે આવા જ એક વિરોધ દરમિયાન થયેલી હિંસામાં પાંચ ખેડૂતોના મોત થયા હતા. આ સમય સુધીમાં નવી મુંબઈ આકાર લેવાનું શરૂ કરી દીધું હતું. તેના ત્રણ નોડ્સ – વાશી, નેરુલ અને બેલાપુર – રહેણાંક, વાણિજ્યિક અને સરકારી ઇમારતોના નિર્માણ સાથે શહેરી પટ્ટામાં ફેરવાઈ ગયા હતા.
આખરે, પાટિલના આંદોલનને 1984માં સરકારે મૂળ માલિકોને વિકસિત જમીનનો 12.5 ટકા ભાગ આપવા સંમતિ આપી. ત્યારથી નવી મુંબઈ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. આજે, તે 35 લાખની વસ્તી સાથે વિશ્વનું સૌથી મોટું આયોજિત શહેર છે.
મોટાભાગના મૂળ માલિકોએ વિકસિત જમીનમાં 12.5 ટકા હિસ્સો વ્યાપારી સંસ્થાઓ અને રિયલ એસ્ટેટ ડેવલપર્સને વેચી દીધો અને કરોડો રૂપિયા કમાયા.
મુંબઈ પછી બીજા ક્રમની સૌથી ધનિક નાગરિક સંસ્થા NMMCનું વાર્ષિક બજેટ 2021-22 માટે 4,825 કરોડ રૂપિયા અને 2025માં તે 6 હજાર કરોડનું બજેટ ધરાવે છે. આ કોર્પોરેશન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)નો ગઢ હતું, જેનું નેતૃત્વ સ્થાનિક નેતા ગણેશ નાઈક 2019 સુધી કરી રહ્યા હતા. પછી તેઓ ભાજપમાં જોડાયા.
એરપોર્ટ શા માટે
નવી મુંબઈ એરપોર્ટની કલ્પના સૌપ્રથમ 1997માં મુંબઈ એરપોર્ટના વિકલ્પ તરીકે કરવામાં આવી હતી. મનમોહનના કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલયે 23 નવેમ્બર, 2010 ના રોજ આ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. મોદી વડાપ્રધાન બનતાં સિડકોએ સૌપ્રથમ 2014 માં વૈશ્વિક ટેન્ડર આમંત્રિત કર્યા હતા. બિડને અંતિમ સ્વરૂપ આપવામાં ત્રણ વર્ષના વિલંબ થયો હતો.
GVK ગ્રુપે 2017 માં કોન્ટ્રાક્ટ જીત્યો. તેણે સિડકોને આવકમાં 12.6 ટકા હિસ્સો ઓફર કર્યો.
નદી નવી બનાવવાની હતી
એરપોર્ટ શરૂઆતથી જ વિવાદોમાં ફસાયેલું છે. ગ્રામજનો અને પર્યાવરણવાદીઓના સખત વિરોધ બાદ ઉલ્વે નદીનો માર્ગ બદલવાની યોજના પડતી મૂકવામાં આવી હતી. લા
જમીન વિવાદ
બોમ્બે વડી અદાલતે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પ્રોજેક્ટ માટે પનવેલના વહાલ ગામમાં ખેતીની જમીનના અનેક પ્લોટના 2017ના સંપાદનને રદ કર્યું હતું. મે 2015ના નોટિફિકેશન અને 2017ના તેમની જમીનના સંપાદનને પડકારવા માટે ઘણા ખેડૂતોએ હાઈકોર્ટ સમક્ષ અરજીઓ દાખલ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ જમીનવિહોણા થઈ જશે.
ખેડુતોએ આ સંપાદનને ભ્રષ્ટ અને ભૂલભરેલું ગણાવ્યું હતું. અધિકારીઓએ જમીન સંપાદન કાયદા હેઠળ ફરજિયાત તપાસ પ્રક્રિયા કરી ન હતી. સુનાવણીને અવગણવા માટે તાકીદનો કોઈ પુરાવો દર્શાવવામાં આવ્યો ન હતો. ખરેખર તાકીદ ન હોવાના કારણે સંપાદન રદ કરી દેવામાં આવ્યું હતું.
ખેડૂતો તરફથી વકીલ સચિન પુંડે, સિડકો તરફથી પિંકી ભણસાલી તરફથી વરિષ્ઠ વકીલ જીએસ હેગડે અને મધ્યસ્થી તરફથી વરિષ્ઠ વકીલ અતુલ દામલે હતા.
ચૂકવવાપાત્ર વળતરના 20% બાદ કરીને વૈકલ્પિક જમીન ફાળવણી દ્વારા પુનર્વસન માટે અરજી કરી હતી.
એરપોર્ટ કોર એરિયા 1,160 હેક્ટર જમીન છે. કુલ એરપોર્ટ વિસ્તાર 2,268 હેક્ટર સુધી લઈ જાય છે. અસરગ્રસ્ત ગ્રામજનો માટે પુનર્વસન અને પુનર્વસન માટે જમીનના ત્રણ પ્લોટ ફાળવવામાં આવ્યા છે.
જમીન ગુમાવવાની તૈયારીમાં જાહેર સુનાવણીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. કાળા ઝંડા લહેરાવીને બેઠકની બહાર ઉભા રહ્યા. સુનાવણી ‘એક કલાકમાં પૂર્ણ થઈ ગઈ હતી.
ઘર તોડાયા
જાન્યુઆરી, 2019માં નવી મુંબઈ એરપોર્ટને નડતા 2,786 ઘરોમાંથી 2,200 ઘરો અંતિમ તારીખના અંતિમ દિવસે ખાલી કરવામાં આવ્યા અને પછી તે તોડી પડાયા હતા.
મહારાષ્ટ્ર શહેર અને ઔદ્યોગિક વિકાસ નિગમ (CIDCO) ની અતિક્રમણ વિરોધી ટીમે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના મુખ્ય વિસ્તારમાં આવતી 32 એકર જમીન પર બનેલા પનવેલમાં કથિત ગેરકાયદેસર વસાહતોને તોડી પાડવાનું શરૂ કર્યું હતું.
એરપોર્ટનું કામ શરૂ કરતા પહેલા વળતરની માંગ કરી હતી. એરપોર્ટનો મુખ્ય વિસ્તાર 1,160 હેક્ટરમાં ફેલાયેલો છે. વાણિજ્યિક વિકાસ, હોટલ માટે ત્રણ વિસ્તારો નક્કી કરવામાં આવ્યા છે, જેનાથી કુલ એરપોર્ટ વિસ્તાર 2,268 હેક્ટર થઈ ગયો છે.
પ્રોજેક્ટથી અસરગ્રસ્ત લોકોના પુનર્વસન અને પુનર્વસન માટે ત્રણ પ્લોટ જમીન પણ ફાળવવામાં આવી છે. 10 ગામડાઓમાંથી લગભગ 3,500 લોકો વિસ્થાપિત કરાયા હતા.
નવેમ્બર 2017માં, તારઘર, પરગાંવ, ઉલ્વે, કોલ્હી, કોપર, ગણેશ પુરી, ચિંચપાડા, ડુંગી અને માંઘર ગામના 1 હજાર રહેવાસીઓએ વાજબી વળતર અને પુનર્વસનની માંગણી માટે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમને પ્રતિ ચોરસ ફૂટ 1 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા.
વિરોધ પ્રદર્શનથી હવાઈ મથકનું બાંધકામ અટકી ગયું હતું. વાઘીવલી ગામના રહેવાસીઓ દ્વારા 38 દિવસના વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ઓગસ્ટ 2020 માં, અદાણી જૂથે એરપોર્ટમાં GVKનો હિસ્સો પોતાના કબજામાં લીધો હતો.
નવેમ્બર 2017 માં, તારઘર, પરગાંવ, ઉલ્વે, કોલ્હી, કોપર, ગણેશ પુરી, ચિંચપાડા, ડુંગી અને માંઘર ગામોના બે હજાર રહેવાસીઓ એરપોર્ટ પ્રોજેક્ટ માટે જમીન અને ઘરો ખાલી કરવા બદલ સિડકો પાસેથી વાજબી વળતર અને પુનર્વસનની માંગણીઓ વધારવા માટે એકઠા થયા હતા. ગામલોકોએ બિનજરૂરી જમીન સંપાદન સામે પણ વાંધો હતો. જેના કારણે એરપોર્ટ સાઇટ પર બાંધકામ પૂર્વેનું કામ અટકી ગયું હતું.
નવી મુંબઈ એરપોર્ટ માટે વિસ્થાપિત થયેલા રહેવાસીઓ, તેમના ઘરો, સમુદાયો, જમીન અને આજીવિકા ગુમાવવાનો સામનો કરી રહ્યા છે. વાજબી પુનર્વસન માટે લાંબા ગાળાના સંઘર્ષને ટકાવી રાખ્યા છે.
શાળાઓ, ઉપયોગિતાઓ, સ્ટ્રીટલાઇટ, રસ્તા અને સ્મશાનગૃહનો હજુ વિકાસ થયો નથી.
આરોપ લગાવ્યો હતો કે સિડકો દ્વારા તેમની જમીનની માલિકી સાબિત કરતા રેકોર્ડનો નાશ કરવામાં આવ્યો છે.
નદીઓનું વાળી દેવા
ઉત્તર-દક્ષિણ તરફ વહેતી ઉલ્વે નદીના પ્રવાહને 90° દ્વારા ફરીથી દિશા આપવામાં આવશે અને ઉત્તરીય સીમા સાથે વહેતી ઘડી નદીને પણ ફરીથી ચેનલ બનાવી હતી.
પર્યાવરણીય અસર મૂલ્યાંકન (EIA) અને નદીઓના ડાયવર્ઝન અને ચેનલિંગ પરના અભ્યાસને જાહેર કરવામાં ન આવતાં અહેવાલ આપવા માટે કંઈ નહોતું.
વિસ્ફોટ કરાયા
એરપોર્ટ રનવે માટે રસ્તો બનાવવા માટે ટેકરીઓને વિસ્ફોટકોથી તોડી હતી. સૌથી મોટી ટેકરી, ઉલ્વે ટેકરીની ઊંચાઈ 90 મીટરથી ઘટાડીને 10 મીટર કરવામાં આવી હતી. વિસ્ફોટના કામને કારણે રહેવાસીઓએ તેમના ઘરોને અસર કરતી ધ્રુજારીની ફરિયાદ કરી હતી અને ઇજાઓ થઈ હતી. લોકોના ઘરોથી 100 મીટર જેટલા અંતરે થયેલા વિસ્ફોટથી નજીકની શાળા સહિત 200 મીટર સુધીના અંતરે પથ્થરો ઉડ્યા હતા. ઉલવે ગામમાં બ્લાસ્ટિંગના કારણે ઘરોની દિવાલોમાં તિરાડો પડી ગઈ હતી, જેના કારણે કેટલાક લોકોને ડર હતો કે તેમના ઘરો તૂટી શકે છે.
પાંચ ઇજનેરો ઘાયલ થયા હતા. વિસ્ફોટોને કારણે ભૂસ્ખલન થયું હતું. સિદ્ધાર્થ નગરમાં ગ્રામજનોને પણ ઇજાઓ થઈ હતી. છત પરથી પથ્થરો પડતાં પાંચ મહિલાઓ ઘાયલ થઈ હતી. સાત વર્ષના છોકરાને માથામાં બે ટાંકા લેવા પડ્યા હતા.
ચેરના વૃક્ષો
જમીન કળણવાળી અને પૂરગ્રસ્ત છે, મોટા વિસ્તારો વારંવાર પાણીથી ભરાયેલા રહે છે, ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન. પુનઃપ્રાપ્ત જમીન, કાદવના ફ્લેટ અને મેન્ગ્રોવ્સ પર હવાઈ પટ્ટી બનાવવી – તે ખૂબ જ અસ્થિર મનાય છે.
બાંધકામ પહેલાના માટીકામ અને જમીન સમથળ કરવા માટે પર રાજ્યનો ખર્ચ ખૂબ જ વધારે થયો છે.
નાજુક દરિયાકાંઠો છે.
ઊર્જા, સંસાધનો, પરિવહન અને અન્ય ક્ષેત્રોમાં રસ ધરાવતી ભારતીય કંપની GVK ને એરપોર્ટ બનાવવા અને ચલાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
2017 સુધીમાં પ્રોજેક્ટ માટે CIDCOનો ખર્ચ અંદાજ ત્રણ ગણાથી વધુ વધી ગયો હતો, જે US$753 મિલિયનથી વધીને US$2.5 બિલિયન થયો હતો.
કાયદો બદલી નાંખ્યો
એરપોર્ટ સાઇટ પર મેન્ગ્રોવ જંગલને લગતો કાયદો અને નિયમ 2009માં દૂર કરવામાં આવ્યો હતો. બાંધકામ પર કડક નિયંત્રણો સુનિશ્ચિત કરતી કોસ્ટલ રેગ્યુલેશન ઝોન સૂચનામાં સુધારો કરવામાં આવ્યો હતો. જેથી મેન્ગ્રોવ જંગલને એરપોર્ટમાં રૂપાંતરિત કરવાની મંજૂરી મળી શકે. કોંક્રિટ અને ડામરથી મેન્ગ્રોવ્સને દૂર કરવાથી પ્રદેશમાં પાણીનું સંતુલન ખોરવાઈ જશે. મેન્ગ્રોવ્સ જમીન અને સમુદ્ર વચ્ચેનું કુદરતી બફર છે, જે એકબીજા સાથે જોડાયેલા મૂળિયાં છે જે દરિયાકાંઠાના ધોવાણને અટકાવે છે, વરસાદ અને ભરતી-ઓટને શોષી લે છે. એરપોર્ટ માટે મેન્ગ્રોવ્સ દૂર કરવાથી આસપાસનો વિસ્તાર પૂર માટે વધુ સંવેદનશીલ બની શકે છે.
દહુનામાં એરપોર્ટ સ્થળથી લગભગ 200 કિલોમીટર દૂર મેન્ગ્રોવ્સ ઉગાડવાની જમીન આપી હતી. તેનો વિરોધ કરાયો તો સ્થળ બદલી હવાઈ મથક પાસે લાવી દેવાયું હતું. જેનો બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી (BNHS) દ્વારા વેટલેન્ડ પક્ષીઓના રહેઠાણોનો અભ્યાસ હાથ ધર્યો. આ અભ્યાસમાં એરપોર્ટ કામગીરી અને પક્ષીઓ વચ્ચેના સંઘર્ષ પર પ્રકાશ પાડવામાં આવ્યો. વિમાન ટેકઓફ અને લેન્ડિંગ ઝોનની પરિમિતિમાં મેન્ગ્રોવ પાર્ક અત્યંત ગંભીર ઉડ્ડયન જોખમ બની શકે છે.
મેન્ગ્રોવ્સ ઘણી પક્ષીઓની પ્રજાતિઓ માટે એક આકર્ષક નિવાસસ્થાન છે, તેથી મેન્ગ્રોવ અભયારણ્ય પક્ષીઓના અથડામણ, વિમાન સાથે અથડામણનું જોખમ ઊભું કરે છે જે જીવલેણ અકસ્માતોનું કારણ બની શકે છે.
2015 માં પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડે પ્રોજેક્ટના ભાગ રૂપે મેન્ગ્રોવ અભયારણ્યની આવશ્યકતા પાછી ખેંચી લીધી.
પુલથી ફાયદો
ભારતનો સૌથી લાંબો પુલ, મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિંક (MTHL) નું બાંધકામ, નવી મુંબઈ એરપોર્ટ સાથે જોડવા માટે સમયસર પૂર્ણ કરવા માટે ઝડપી બનાવાયો હતો. મુંબઈ ખાડીમાં ફેલાયેલો, છ લેન પહોળો અને 22 કિલોમીટર લાંબો, નવો પુલ દક્ષિણ મુંબઈના પૂર્વ કિનારે શિવરી સાથે મુખ્ય ભૂમિને જોડશે. એરપોર્ટની જેમ, આ પુલ પણ પક્ષી જીવનના નિવાસસ્થાનનો નાશ કરવા માટે તૈયાર છે.
5 કિલોમીટરના દરિયાકિનારા સુધી ફેલાયેલું છે, તે 20 હજાર ફ્લેમિંગો અને 38 હેક્ટર અગાઉ સંરક્ષિત મેન્ગ્રોવ્સ માટે ખતરો ઉભો કરે છે, તેમજ નવી-મુંબઈ છેડે 8.8 હેક્ટર સંરક્ષિત જંગલ પણ નાશ પામશે.
મોંઘુ બાંધકામ
ફરજિયાત પર્યાવરણીય અને પુનર્વસન અને ડિઝાઇન ફેરફારોને કારણે ખર્ચમાં 350 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. નાગરિકો સીધા ટોલ દ્વારા અને પરોક્ષ રીતે વિવિધ કર દ્વારા બિલ ચૂકવશે.
ગેરકાયદે બિલ્ડીંગો બનાવી દીધી
મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની આસપાસની ઇમારતો માટે ઊંચાઈના નિયંત્રણો ઘટાડવાનો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાનો નિર્ણય ગેરકાયદેસર અને કાયદાનું ઉલ્લંઘન કરે છે.
એરપોર્ટ બનાવવામાં આવે તે પહેલાં જ, ઇમારતોને બાંધકામ માટે મંજૂરી આપવામાં આવી છે. એરપોર્ટ હજુ સુધી બનવાનું બાકી હતી, પરંતુ ઇમારતો પહેલા બની રહી છે.
55.10 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી ઇમારતોના બાંધકામ માટે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) માંગતી 123 અરજીઓ મળી હતી. 104 ઈમારતોને NOC આપવામાં આવ્યું અને 19 બિલ્ડીંગોની અરજીઓ પડતર હતી.
નિયમો એરપોર્ટની 20 કિલોમીટર ત્રિજ્યામાં 55.10 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ઇમારતોના બાંધકામની પરવાનગી આપે છે. (મુંબઈના અખબારી અહેવાલોના આધારે)