કુતરા કરડતા રોકવા લોકોના નાણાંનું ખસીકરણ કરતી સરકાર

By
Satya Day
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues,...
10 Min Read

કુતરાની વસતી વધી, કરડવાનો વર્ષે 20 ટકા વધારો

  • હડકવાથી 1400 લોકોના મોત?

અમદાવાદ
ગુજરાતમાં દર વર્ષે કુતરા કરડવાની ઘટનામાં 20થી 30 ટકાનો વધારો થઈ રહ્યો છે. કુતરાઓનો જન્મદર ઘટાડવા ખસીકરણ કરાય છે, છતાં 2001થી કુતરા કરડવાની સમસ્યા ઉકેલાવાના બદલે વધી છે. મોટા શહેરની સરકારો ખર્ચ કરે છે, પણ નાના 250 શહેરો અને 18 હજાર ગામ ખર્ચ કરી શકતા નથી. છતાં ગુજરાતમાં કતરા કરડવાની 30 લાખ ઘટનાઓ બને છે અને 1500 દર્દીઓના હડકવાના કારણે મોત થતાં હોવાનો અંદાજ છે. રાજ્ય સરકાર કોઈ ફંડ આપતી નથી. દેખરેખ રાખે છે પણ ડોગ બાઈટ ફ્રી માનસ વસ્તી બનાવવામાં 25 વર્ષથી નિષ્ફળ છે. શહેરોમાં કુતરા રાખાવ પર પ્રતિબંધ અને ભારે દંડ અને સજા આપતો કાયદો આગામી વિધાનસભામાં લાવવો જોઈએ.

મોત
દર વર્ષે ભારતમાં 20 હજાર લોકોના હડકવાના કારણે મોત થાય છે.

2024માં 37 લાખ લોકોને કૂતરાં કરડ્યા હતા. 22 ટકાનો વધારો થયો હતો.

2021માં 17 લાખ 1 હજાર 133 કુતરા કરડી ગયા હતા.

2020માં 46 લાખ 33 હજાર 493 લોકોને કુતરા કરડી ગયા હતા.

2019માં 72 લાખ 77 હજાર લોકોને કુતરા કરડ્યા હતા.

1000 લોકોમાંથી 6 લોકોને કોઈ ને કોઈ પશુ કરડ્યું હોય છે. દેશમાં આશરે 91 લાખ લોકોને વર્ષે પશુ કરડી જાય છે.

દેશમાં, રખડતા કૂતરા 3 કરોડ 50 લાખ છે. 1 કરોડ પાલતુ કૂતરા છે

dog 1.jpg

ગુજરાત
ગુજરાતમાં 1500 લોકોના મોત કુતરા કરડવાના કારણે થતા હોવાનું અનુમાન દેશના આંકડા પરથી મૂકી શકાય તેમ છે.
ગુજરાતમાં તમામ પ્રકારના 40 લાખ કુતરા છે. જેમાંથી મોટાભાગના કૂતરો કરડે છે. રાજ્યમાં દરરોજ 464 લોકોને કુતરા કરડે છે. રોજના 464 અને પ્રતિ કલાક 19 લોકોને સરેરાશ કુતરા કરડે છે. 2021માં 17 લાખ, 2023માં 30 લાખ ઘટના બની હતી. 80 ટકા સુધી વધી હતી.

દેશમાં દંડ
જો દેશમાં વળતર આપવાનો કાયદો હોત તો શહેર સત્તાવાળાઓને રૂ. 3,700 કરોડથી રૂ. 10 હજાર કરોડનું વળતર આપવું પડત.

કાયદો
શેરીમાં રખડુ,કરડતા,પાછળ દોડતા શ્વાનોને પકડીને તે વિસ્તારથી દૂર કરી શકાતા નથી, પ્રતિબંધ છે, કાયદાનું મજબૂત રક્ષણ છે પરંતુ, શ્વાનોથી કરડવાથી નાગરિકો પોતાનું રક્ષણ કરી શકતા નથી. સાપ કરડતા નથી એટલા કુતરા કરડે છે. કતરાઓ મોતને ઘાટ ઉતારે છે.

સજા
અમદાવાદની એક રહેણાંક સોસાયટીમાં પાલતુ રોટવીલર કૂતરાના હુમલાથી ચાર મહિનાની બાળકીનું દુઃખદ મૃત્યુ થયું. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને પોલીસે કેસ નોંધ્યો છે. કુતરા કરડવાની કોઈપણ ઘટનાની તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરો. પોલીસે DDR (ડેઇલી ડાયરી રિપોર્ટ) દાખલ કરીને ઘટનાની તપાસ કરવી જોઈએ. મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા મ્યુનિસિપાલિટી ઓફિસને જાણ કરો. સરકારે ઓનલાઇન ફરિયાદ નોંધાવવા માટે કુતરા વેબસાઈટ બનાવવાની જરૂર છે.

માલિક IPC ની કલમ 289 હેઠળ પાળતુ પ્રાણીના કૃત્યો માટે જવાબદાર છે. કલમ હેઠળ એક હજાર રૂપિયા સુધીનો દંડ અથવા છ મહિનાની જેલ અથવા બંને સજા થઈ શકે છે.

Dog.jpg

અમદાવાદમાં 2022માં કુતરા કરડવાનાં 58,668 બનાવો બન્યા હતા. આ નિયમ ગુજરાત સરકારે પણ લાગુ કરવો જોઇએ.

ચુકાદો
પંજાબ અને હરિયાણા વડી અદાલતે નવેમ્બર 2023માં કુતરા કરડવાના બનાવોમાં વળતર માટે ચુકાદો આપ્યો હતો. દરેક દાંતના નિશાન માટે રૂ. 10 હજારનું વળતર આપવામાં આવશે.

કૂતરું કરડવાથી હડકવાનો અસાધ્ય,ભયાનક રોગનું જોખમ હોવાથી કોઈ પણ નાગરિક ઈન્જેક્શન નહીં લઈને ઘરેલું સારવાર કરવાનું જોખમ લેતા નથી. ઍન્ટિ-રેબિઝ વૅક્સિનમાં ઘટ પડી રહી છે.

વાયરસ
હડકવા બુલેટ આકારના રેબડો વાયરસને કારણે થાય છે જે હડકવા થયો હોય તેવા પ્રાણીની લાળમાં હાજર હોય છે. હડકાયા પ્રાણીઓના કરડ્યા પછી, સલાઇવા એટલે કે લાળમાંથી વાયરસ કરડ્યું હોય તે વ્યક્તિના ઘા પર જમા થાય છે. હડકવાથી વિશ્વમાં મૃત્યુ થાય છે, તેમાંના 36 ટકા મૃત્યુ ભારત દેશમાં થાય છે. યુરોપ, અમેરિકા, જાપાન, દક્ષિણ કોરિયા અને કેટલાક લેટિન અમેરિકન દેશોમાં હડકવા થતો નથી. હડકવા 100% જીવલેણ રોગ છે. હડકવા થાય એટલે મોત થાય છે.

જો હડકવા થયો હોય તો તેના લક્ષણોમાં શરીર કઠણ બની જાય શરીરમાં સતત તાવ આવે અને ધ્રુજારી થાય તથા વ્યક્તિના મોઢામાંથી લાળ પણ ટપકે છે. વ્યક્તિ કૂતરાની જેમ ઘુરાટા પણ મારતો થઇ જાય છે. તો દર્દીને પાણીથી ખૂબ જ ડર લાગે છે. જે વ્યક્તિને હડકવા થઈ ગયો હોય તેને કંટ્રોલ કરવું પણ ખૂબ અઘરું હોય છે

dog 21.jpg

 

હડકવાની રસી અને સારવાર

કુતરું કરડે એટલે તુરંત દાંતના ઘાને સાબુ અને પાણીથી ધોવામાં આવે છે. કુતરાની લાળમાં વાયરસ હોય તે પાણી અને સાબુ દ્વારા લાળ દૂર થાય છે. સાબુ કે ડિટર્જન્ટ સાબુ વાયરસને મારી નાંખે છે. ડિટર્જન્ટ સાબુ વધુ આલ્કલાઇન સાબુ વાયરસની ઉપરના લિપિડના (ચરબી) કોટિંગને તોડી પાડે છે.

પછી એન્ટિસેપ્ટિક દવા લગાવી દેવામાં આવે છે. તે વાયરસને ન્યુટ્રલાઇઝ્ડ કરે છે. હડકવા વિરોધી રસી મૂકાવો.
કૂતરું કરડ્યા પછી તેના ઇન્જેક્શન લેવામાં શેડ્યુલમાં કૂતરું કરડે તે દિવસે પછી ત્રીજા, સાતમા, ચૌદમા, એકવીસમાં, દિવસે અને બેતાલીસમાં દિવસે એમ મળીને 7 વખત હડકવા વિરોધી રસીના ડોઝ લેવા જોઈએ.

જો માત્ર 2થી 3 ડોઝ લીધા બાદ ડોઝ લેવામાં ના આવે તો હડકવા થવાની શક્યતા વધી જાય છે માટે આ 7 ડોઝનો કોર્સ પૂર્ણ કરવો અનિવાર્ય છે. .

ઘા પર હળદર અને લીમડાના પાન લગાવવાથી તે વાયરસને અંદર ધકેલશે. કેરોસીન, ડીઝલ, ચા અથવા લાલ મરચાનો પાઉડરનો ઉપયોગ કરવો નહીં.

ઘટનાઓ
2023- ભાવનગરમાં ત્રણ દિવસમાં રખડતાં કુતરાએ બે મહિલાનો ભોગ લીધો

અમદાવાદમાં જુહાપુરામાં મજૂર કુટુંબના ઘોડિયામાં સુતેલા બાળકને કુતરાઓ લઈને ભાગ્યા હતા.

2 વર્ષની બાળકીને કુતરાએ પીંખી નાખતા મોત થયું.

જૂનાગઢમાં બે બાળકોને કૂતરાઓએ લોહીલુહાણ કર્યા.

2022માં વડોદરામાં માતા પાણી ભરવા ગઈ અને કુતરાએ 5 મહિનાની બાળકીનું માથું ફાડી નાખ્યું હતું.

ખર્ચ
અમદાવાદ:
2022માં અમદાવાદમાં 58 હજાર 125 કુતરા કરડવાની ઘટના નોંધાઈ હતી.
અમદાવાદ શહેર દ્વારા વર્ષ 2022-23માં રૂ. 35.15 કરોડનું ખર્ચ કર્યું હતું. જે આખા દેશમાં સૌથી ઉંચો ખર્ચ છે. છતાં કુતરા કરડી રહ્યાં છે.
અમદાવાદમાં 2023-24માં 49.66 કરોડ કુતરા પાછળ ફાળવ્યા હતા. 1.5 કરોડ ખસીકરણ માટે ખર્ચવામાં આવે છે.
આટલું ઊંચું ખર્ચ છતાં અમદાવાદમાં રોજના 120 થી 130 કુતરાઓનું ખસીકરણ કરવામાં આવે છે. ખસીકરણ માટે કુતરાઓને ડોગ હોસ્ટેલમાં લાવી 4 દિવસ રાખવામાં આવે છે. જ્યાં જરૂરી મેડિકલ ટ્રીટમેન્ટ આપી ખસીકરણ થાય છે. અને કુતરાના કાન પર ઓળખ માટે કાપ મુકાય છે.

સુરત:
સુરત શહેરમાં 5 વર્ષમાં 30,300 કૂતરાઓનું રસીકરણ અને વંધ્યીકરણ કરવામાં આવ્યું છે. જેની પાછળ 3 કરોડ 28 લાખ 60 હજાર 204 ખર્ચાયા હતા. એક કૂતરા પાછળ રૂ. 1191નો ખર્ચ થયો હતો. બીજી તરફ દરરોજ 50-70 કુતરા કરડી રહ્યા હતા.
સુરત શહેરમાં કૂતરા કરડવાના 50થી 70 બનાવ દરરોજ બને છે. એપ્રિલ 2022થી માર્ચ 2023 સુધીમાં 10,255 કુતરા પકડાયા હતા. જેમાં કુતરા કરડવાના 22,503 કુતરા કરડવાની ઘટના બની હતી.

2023માં 18 હજાર કુતરા કરડવાની ઘટના બની હતી.

સુરતમાં પાંચ વર્ષમાં 33,761 કૂતરા પકડ્યા અને તેના પાછળ રૂ. 3.28 કરોડનો ખર્ચ કર્યો.
પશુપાલન વિભાગે કહ્યું કે, સુરત શહેરના 101 વોર્ડમાં 2754 કુતરા છે. આ આંકડો 2018માં કરાયેલા સર્વેનો છે. મહાપાલિકા સર્વે કરાવતી નથી. સર્વેક્ષણો માત્ર 40 ટકા જ સચોટ હોય છે. રસ્તા પર દેખાતા કૂતરા જ ગણાય છે. લોકો જે કહે છે તે લખવામાં આવે છે.

રાજકોટ:
રાજકોટ મહાનગરપાલકાના પશુ નિયંત્રણ શાખા છે. રસ્તા પર રખડતા કુતરાની સંખ્યા અંદાજે 30 હજાર છે. વર્ષે રૂ. 1 કરોડ ખર્ચ કરે છે.
નિયમિત રીતે વર્ષ 2008થી ખસીકરણ થાય છે. અત્યાર સુધીમાં 70 હજાર કુતરાઓનું ખસીકરણ કર્યું છે. છતાં શહેરમાં 30 હજાર કુતરા છે.
રાજકોટ શહેરમાં 8 માસમાં 11 હજાર 292 લોકોને શ્વાનો કરડયા, 4 હજાર 228ને મનપા તથા બાકીનાને સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે ઈન્જેક્શન અપાયા. મહિને 1 હજાર ઘટના સામે આ વર્ષે 1400 કુતરા કરડવાની ઘટના બની હતી. રાજકોટમાં બે વર્ષમાં શ્વાન કરડવાના બનાવોમાં 34 ટકાનો વધારો થયો. પહેલા રોજ સરેરાશ 35 નાગરિકોને શ્વાન કરડતા હતા. 2025માં 8 માસની સરેરાશ રોજ 47 કુતરા કરડી રહ્યાં છે.

જુનાગઢ:
જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં અંદાજે 7થી 8 હજાર શ્વાનોની અંદાજીત સંખ્યા છે.
બે વર્ષથી ખસીકરણ જ બંધ કરી દીધું છે. કુદતાનો ત્રાસવાદ દૂર કરવા કોઈ નાણાં ખર્ચવામાં આવતા નથી. જ્યારે જૂનાગઢ જિલ્લામાં એક વર્ષમાં બે બાળકોના શ્વાનના કરડવાથી મોત થયા છે.

dog.jpg

કચ્છ:
કચ્છ જિલ્લામાં 1લી જાન્યુઆરીથી 25મી ઓક્ટોબર 2023 સુધીમાં 3965 લોકોને કુતરા કરડયા હતા. 2500 ખસીકરણ કર્યું હતું. સરકાર તરફથી જિલ્લા પંચાયતને કોઈ કોઈ બજેટ ફાળવવામાં આવ્યું નથી. કચ્છ નગરપાલિકા વર્ષે રૂ. 1 લાખ ખર્ચ કરે છે.

ભાવનગર:
ભાવનગર શહેરમાં વર્ષ 2022-23માં 76 લોકોને કુતરાએ બચકા ભર્યા હતા. 15,000 શ્વાનનું ખસીકરણ કર્યું હતું. સરકાર નાણા આપતી નથી. મહાનગરપાલિકાએ રૂ. 50 લાખ ખર્ચ કર્યું હતું.

સરકારની દેખરેખ:
ગુજરાત સરકારે રેબીજ ફ્રી સિટી માટે જિલ્લાના વડા અને કોર્પોરેશનના વડાને પત્ર દ્વારા જાણ કરવામાં આવે છે.

ગુજરાતમાં શ્વાન, બિલાડા, સાપ, ઊંટ અને બીજા જંગલી જાનવરો રાજ્યના નાગરિકોને કરડે નહીં તે માટે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય કંટ્રોલ પ્રોગ્રામ અને વાઈટ પ્રોગ્રામ દ્વારા તમામ ઘટનાઓનું રોજ મોનીટરીંગ કરે છે.

તમામ માહિતી કેન્દ્ર સરકારના IHIP પોર્ટલ અને રાજ્યની તમામ હોસ્પિટલો વિગતો આપે છે.

નેશનલ રેબિશ કંટ્રોલ પ્રોગ્રામ કે જેમાં હડકવા વિરોધી રસી આપવામાં આવે છે.

Share This Article
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues, and regional developments. With a passion for truth and responsible journalism, Satya Day ensures that every story reflects accuracy, neutrality, and public relevance. Stay connected with Satya Day for news that matters.