Grow Vegetables at Home: શાકભાજી ઉગાડવાની શરૂઆત આજે જ કરો!
Grow Vegetables at Home: ચોમાસાની સિઝન ખેતી માટે અનુકૂળ છે અને હવે ખેતર વિના પણ તમે તમારા ઘરે એકથી વધુ પ્રકારની શાકભાજી સરળતાથી ઉગાડી શકો છો. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં જ્યાં જગ્યા ઓછી હોય, ત્યાં પણ ગ્રો બેગ કે કુંડા વાપરી આ શાકભાજી ઉગાડવી શક્ય છે. આવો જાણીએ કઈ શાકભાજી અને કેવી રીતે…
૧. ગલકાનું વાવેતર કરો સરળ રીતથી
ગલકા એ એવી શાકભાજી છે જેની માંગ વર્ષભર રહે છે. તમે તેનો વાવેતર કરવા માટે તાજા અને ગુણવત્તાવાળા બીજ પસંદ કરો. એક કુંડા કે ગ્રો બેગ લો, તેમાં 2-3 ઈંચ ઊંડા છિદ્રો કરો અને 4-6 ઈંચ અંતરે બીજ વાવો. માટીને હળવેથી ઢાંકીને રોજ હળવું પાણી આપો.
૨. રેતાળ દોમટ માટી અને જૈવિક ખાતરથી ઉતમ પાક
ગલકાને રેતાળ દોમટ માટી વધુ પસંદ છે. માટીમાં રેતી સાથે ગોબર ખાતર અથવા ઓર્ગેનિક ખાતર ભેળવીને ભેજ જાળવો, પરંતુ પાની ભરાવ ન થવો જોઈએ. શરૂઆતમાં રોજ પાણી આપો, પછી છોડની વૃદ્ધિ પ્રમાણે વધારશો.
૩. ટેકો આપીને વધારશો ઉત્પાદન
ગલકાના છોડને ચડાવા માટે વાંસ કે લાકડાનું ટેકો આપો. સામાન્ય રીતે 60-70 દિવસમાં ફળ મળવા લાગે છે. લીલા અને નરમ ગલકા દેખાય ત્યારે કાપી લો.
૪. કંકોડા ઉગાડવા છે બહુ સહેલા
કંકોડા માટે કુંડા કે જમીનમાં 2 સેમી ઊંડા ખાડામાં બીજ વાવો અને છોડ વચ્ચે 70-80 સેમી અંતર રાખો. વરસાદી મોસમમાં ભેજ હોય એટલે વધારાનું પાણી આપવાની જરૂર નથી. આશરે 70 દિવસમાં પાક તૈયાર થાય છે.
૫. ઓછી જગ્યા હોવા છતાં દૂધી ઉગાડો
ઘરના છત પર કે બાલ્કનીમાં પણ દૂધી વાવી શકાય છે. ભેજવાળી માટીમાં બીજ રોપો અને ત્યારબાદ લાકડાના ટેકાથી ચડાવવા દો. થોડા સમય બાદ તેમાં ફળ આવવા લાગે છે.
૬. કારેલા પણ ઘરમાં ઉગાડી શકાય
ગલકા અને કંકોડાની જેમ જ કારેલા ઉગાડવાનું પ્રક્રિયા છે. કુંડા અથવા ખાલી જગ્યા હોય ત્યાં રોપણી કરો. ચોમાસામાં ખાસ કરીને કારેલા ઝડપથી ઉગે છે અને ઓછા જ સમયમાં પાકી જાય છે.
૭. વાલોળ: વર્ષભર ઉગાડી શકાય એવી શાકભાજી
વાલોળ એ એવી શાકભાજી છે જેને તમે બારમાસ ઉગાડી શકો છો. તેના બીજ બજારમાંથી લાવો અથવા ખેડૂત પાસેથી મેળવો. ભેજવાળી માટીમાં તેને રોપો અને થોડી જ વારમાં તે અંકુરિત થઈ જશે. પછી તેમાં ફળ આવવાનું શરૂ થશે.