ગુજરાતનું કુતરા મોડેલ પણ છે
દિલીપ પટેલ
અમદાવાદ
ગુજરાતમાં રોજ 433 કૂતરા કરડે છે, એક કૂતરાની નસબંધીનું રૂ. 1 હજારનું ખર્ચ પ્રજાના ખિસ્સામાંથી કરે છે છતાં ઘટનાઓ વધી રહી છે. જાન્યુઆરી-ડિસેમ્બર 2024 દરમિયાન, દેશભરમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર 5,19,704 કૂતરા કરડવાના કેસ નોંધાયા હતા. એ હિસાબે 5 ટકા પ્રમાણે ગુજરાતમાં 2.50 લાખ બાળકો પર કુતરાએ હુમલા કર્યા અને ઘણાંના મોત થયા હતા. 2020 પહેલા 72 લાખ અને 2024માં 37 લાખ લોકોને કૂતરા કરડ્યા હતા.
5 સપ્ટેમ્બર,2025
ગુજરાતમાં દરરોજ સરેરાશ 433 લોકોને કૂતરા કરડે છે.
2019માં 4,80,424 સરેરાશ, દરરોજ 1,316 લોકોને કુતરા કરડતા હતા.
2020માં 4,31,425 થઈ ગઈ હતી
2021માં 1,92,364 કુતરા કરડ્યા હતા.
અમદાવાદ ગોટાળો
રખડતા કુતરાના ત્રાસને કારણે લોકો મોર્નિંગ વોક માટે જઈ શકતા નથી. ગુજરાતની વડી અદાલતે 2023માં કહ્યું હતું કે, અમદાવાદમાં જ રખડતા કૂતરા કરડવાના 60,000 થી વધુ કેસ નોંધાયા છે. શેરીઓમાં રખડતા કુતરાના ત્રાસને કાબૂમાં લેવો એ નાગરિક સંસ્થાઓની પ્રાથમિક જવાબદારી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલ.જી. હોસ્પિટલ તથા શારદાબેન હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષમાં ડોગ બાઈટ 17 હજાર 540 કિસ્સા સારવાર માટે આવ્યા હતા. વળી અમદાવાદમાં 573 ખાનગી તબીબો છે તે માત્ર કુતરા કરડવાની સારવાર કરે છે. શહેરમાં 4 વર્ષમાં શ્વાન કરડવાની 3 લાખ ફરિયાદો હોવાનો આરોપ વિપક્ષનો છે.
બે એજન્સીને રખડતા કુતરા પકડીને તેનુ ખસીકરણ કરવાની કામગીરી સોંપાઈ છે. એક રખડતા કુતરા દીઠ રૂપિયા 950 આપવામાં આવે છે. રખડતા કુતરા કરડવાની ઘટના ઘટવાના બદલે વધી રહી છે. ખસીકરણ માટે AMC પાસે માત્ર 2 ટીમ અને 5 લોકો છે જેથી ખસીકરણની પ્રક્રિયા ધીમી ચાલી રહી છે. પહેલા 150 શ્વાનનું ખસીકરણ થતું હતું પણ હવે માત્ર 40 શ્વાનનું જ ખસીકરણ કરાઇ રહ્યું છે.
2021-25 સુધી શ્વાન કરડવાની 3 લાખથી વધુ ફરિયાદ
દરરોજ 10 જેટલા શ્વાન કરડવાના બનાવ બન્યા છે તથા 2021-25 સુધી શ્વાન કરડવાની 3 લાખથી વધુ ફરિયાદ આવી છે. ખસીકરણ માટે છેલ્લા 5 વર્ષમાં 12 કરોડથી વધુ ખર્ચ થયો છે અને 50 હજાર પાલતુ શ્વાન પૈકી માત્ર 18 હજારનું રજિસ્ટ્રેશન કર્યું છે.
AMCની સામાન્ય સભામાં વિપક્ષ 2021થી 2024માં શ્વાનની 41 હજાર ફરિયાદ મળી હોવાનું જણાવવામાં આવે છે. વર્ષ-દર-વર્ષે કુતરા કરડવાના કેસ મુજબ, 2020 માં 52,318, 2021 માં 51,812 અને 2022 માં 59,513 કેસ નોંધાયા હતા.પણ, 2 લાખ રખડતા શ્વાન રોડ પર ફરી રહ્યા છે. 2024માં 392,837 કેસ નોંધાયા હતા. દરરોજ 10 શ્વાન કરડવાના બનાવો બનેલા છે. 2021 થી 25 સુધી 3 લાખથી વધારે શ્વાન કરડવાની ફરિયાદ આવી છે.
5,162 પાલતુ કૂતરા નોંધાયા હતા.
એનિમલ બર્થ કંટ્રોલ રુલ્સ મુજબ અત્યાર સુધીમાં 1 લાખ 33 હજાર રખડતા કુતરાનું ખસીકરણ કરાવાયું છે. શહેરમાંથી કુતરાને પકડી લાવી દાણીલીમડા અને બહેરામપુરા ખાતે ખસીકરણ કરવામા આવે છે.
અમદાવાદમાં શેરીમાં કૂતરાઓની વસ્તી 2025માં 3.75 લાખ છે. જૂન 2019 માં એક NGO દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ, શહેરમાં કુલ 2.20 લાખ કૂતરાઓની વસ્તી હતી. આનો અર્થ એ થાય કે શહેરમાં ત્રણ વર્ષમાં રખડતા કુતરાઓની વસ્તીમાં આશરે 70.45 ટકાનો વધારો થયો છે.
માત્ર શહેરની મ્યુનિસિપલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ વર્ષમાં કુતરા કરડવાના 1,63,643 કેસ નોંધાયા હતા. ખાનગી હોસ્પિટલો અથવા જે નોંધાયેલા ન હતા તેના આંકડા ધ્યાનમાં લેવામાં આવ્યા નથી.
2020-21માં રૂ. 2.30 કરોડ, 2021-22માં રૂ. 2.56 કરોડ અને 2022-23માં રૂ. 4.5 કરોડ ખર્ચ્યા છે.
2024માં
અમદાવાદમાં 2023 વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 2024ના પ્રથમ નવ મહિનામાં શહેરમાં કરડવાના વધુ કેસ નોંધાયા છે. વર્ષે 60 હજાર બનાવો બન્યા હતા. જે 2023ની સરખામણીએ 21ટકા વધારો બતાવે છે. વધારો બોપલ, ઘુમા, કઠવાડા અને નાના ચિલોડા જેવા નવા વિસ્તારોમાં છે.
કૂતરા કરડવાના તીવ્ર વધારાથી લઈને બિલાડીઓ, વાંદરા અને સાપના હુમલાઓમાં પણ આશ્ચર્યજનક વધારો થયો છે. બિલાડીના કરડવાના કેસોમાં 91.4%નો વધારો થયો છે, જે 2023 માં 1,163 થી વધીને 2024 માં 2,226 થયા છે. વાંદરાના હુમલામાં 103.3% નો વધારો જોવા મળ્યો છે, ગયા વર્ષે 180 ની સરખામણીમાં આ વર્ષે 366 કેસ નોંધાયા છે.
ભારત સરકારે પશુ જન્મ નિયંત્રણ (કૂતરા) નિયમો બનાવ્યા છે.
એડિનબર્ગ યુનિવર્સિટીના સંશોધન મુજબ ભારતમાં 2 ટકા કુતરા આક્રમક છે. જેમાં ભસવું, પીછો કરવો અથવા કરડવું સામેલ હતું.
15 રાજ્યોમાં 2022-23 ના સર્વેક્ષણમાં, કૂતરા કરડવાના કિસ્સાઓ પ્રતિ 1,000 વસ્તી દીઠ 4.7 નોંધાયા હતા.
ભારત
ભારતમાં કૂતરા કરડવાના કેસ એટલી ઝડપથી વધી રહ્યા છે કે જાહેર આરોગ્ય નિષ્ણાતો તેને ખૂબ જ ચિંતાજનક માને છે. ફક્ત 2024માં, દેશમાં 37.17 લાખ કેસ નોંધાયા હતા, જે સરેરાશ દરરોજ 10,000થી વધુ કૂતરા કરડ્યા હતા.
કેન્દ્ર સરકારનું જૂઠ
2022 માટેના સરકારી ડેટામાં ફક્ત 21 હડકવાથી થયેલા મૃત્યુ નોંધાયા હતા.
WHO એ ભારત સરકાર અને અન્ય સ્થાનિક સ્ત્રોતોનો ઉપયોગ કરીને તે જ વર્ષે 305 મૃત્યુ નોંધાવ્યા હતા.
WHOના મોડેલિંગમાં ભારતમાં વાર્ષિક 18,000-20,000 મૃત્યુનો અંદાજ છે – જે વૈશ્વિક હડકવાથી થતા મૃત્યુના 36% થી વધુ છે.
આમાંના મોટાભાગના પીડિતો 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે, જે ખાસ કરીને રખડતા કૂતરાઓના હુમલાનો ભોગ બને છે.
કેન્દ્રએ વૈશ્વિક આરોગ્ય લક્ષ્યો સાથે સુસંગત રહીને 2030 સુધીમાં હડકવાને નાબૂદ કરવાનું વચન આપ્યું છે. પરંતુ વાર્ષિક લાખો કૂતરા
કરડવાથી અને મૃત્યુદરના બોજને ખૂબ ઓછો કરવા ખોટા આંકડા આપવામાં આવે છે.
કુતરા કરડવા
2018માં 75.7 લાખ
2021માં 17 લાખ
2024માં 37.2 લાખ
2022 અને 2024ની વચ્ચે 13.5 લાખ કેસ સાથે મહારાષ્ટ્ર સૌથી આગળ છે, ત્યારબાદ તમિલનાડુ (12.9 લાખ) અને ગુજરાત (8.4 લાખ) આવે છે.
2019ની ગણતરી પ્રમાણે ઉત્તર પ્રદેશમાં રખડતા કૂતરાઓની વસ્તી સૌથી વધુ 20.6 લાખ છે, ત્યારબાદ ઓડિશામાં 17.3 લાખ છે. મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં દરેકમાં 12.8 લાખ રખડતા કૂતરા નોંધાયા છે, જ્યારે કર્ણાટકમાં 11.4 લાખ છે. ગુજરાતમાં 15 લાખ કુતરા હોઈ શકે છે.
કર્ણાટકમાં 2024માં 3.6 લાખ કૂતરા કરડવાથી અને 42 હડકવાથી મૃત્યુ થયા હતા.
પશુ જન્મ નિયંત્રણ નિયમો, 2023, પ્રમાણે નસબંધી કરાયેલા કૂતરાઓને તેમના મૂળ સ્થાનો પર પાછા મૂકી દેવાનો કાયદો છે.