ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ એક્શન મોડમાં : એક સપ્તાહ રાજ્યના તમામ જિલ્લાઓના પ્રવાસની શરૂઆત અંબાજી માતાના દર્શનથી કરશે…
10થી17 ઓક્ટોબર સુધી પ્રવાસ દરમિયાન જિલ્લાના પ્રમુખો અને શહેરના હોદ્દેદારો સાથે ખાસ બેઠકો કરશે:
અમદાવાદ :ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ એક્શનમાં આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે 10થી17 ઓક્ટોબર સુધીમાં ખાસ કામ કરશે. ઉલ્લેખનીય છે કે તેઓ રાજ્યના તમામ જિલ્લાઓના પ્રવાસ કરવાના છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ 10થી17 ઓક્ટોબર સુધી પ્રવાસ દરમિયાન જિલ્લાના પ્રમુખો અને શહેરના હોદ્દેદારો સાથે ખાસ બેઠકો કરશે. તેઓ પ્રવાસની શરૂઆત અંબાજી માતાના દર્શનથી કરશે. પછી પ્રવાસનો પ્રારંભ કરશે.?
ગુજરાતના પ્રવાસની તારીખ અને સમયને આખરી ઓપ અપાઈ રહ્યો છે
જગદીશ વિશ્વકર્મા નવા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ બન્યા છે. ગાંધીનગરમાં કમલમ્ ખાતે જગદીશ વિશ્વર્માનો ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો.આ કાર્યક્રમમાં ગુજરાતના ભાજપ ધારાસભ્યો અને અગ્રણી નેતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.,જગદીશ વિશ્વકર્માને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ ચૂંટણીના બિનહરિફ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. .