Gujarat Dam : રાજ્યમાં અત્યાર સુધી 51% સરેરાશ વરસાદ
Gujarat Dam : રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના અહેવાલ મુજબ, ગુજરાતના 33 જિલ્લાઓમાં છેલ્લા 24 કલાક દરમિયાન હળવાથી લઈને ભારે વરસાદ થયો છે. સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં કુલ 450.55 મી.મી. વરસાદ નોંધાયો છે, જે ગુજરાતના મોસમના સરેરશના 51.09 ટકા જેટલો છે.
તાલુકાવાર વરસાદના આંકડા
139 તાલુકા – 251 થી 500 મી.મી. વચ્ચે વરસાદ
45 તાલુકા – 501 થી 1000 મી.મી. વરસાદ
18 તાલુકા – 1000 મી.મી.થી વધુ વરસાદ
વિસ્તાર પ્રમાણે વરસાદ
કચ્છ રીજન: 85.46% (સૌથી વધુ)
દક્ષિણ ગુજરાત: 55.19%
સૌરાષ્ટ્ર અને પૂર્વ મધ્ય ગુજરાત: 49.26%
ઉત્તર ગુજરાત: 48.01% (સૌથી ઓછો)
નર્મદા ડેમની સ્થિતિ
સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 1,76,942 મિલિયન ક્યુબિક ફીટ પાણી સંગ્રહ થયેલું છે, જે તેની કુલ ક્ષમતા જેટલાના 52.96 ટકા જેટલું છે.
અન્ય ડેમોમાં પાણીનું સ્તર
રાજ્યના બાકીના 206 ડેમોની કુલ ક્ષમતા 3,31,347 મિલિયન ક્યુબિક ફીટ છે, જેમાંથી હાલમાં 59.37 ટકા પાણી સંગ્રહિત છે.
ડેમ એલર્ટ સ્તર પર, કેટલાય હાઈ એલર્ટમાં
40 ડેમો – હાઈ એલર્ટ પર
24 ડેમો – એલર્ટ મોડ પર
20 ડેમો – વૉર્નિંગ અપાઈ
ડેમો કેટલા ભરાયેલા?
26 ડેમો: 100% ભરાયેલા
58 ડેમો: 70% થી 100% વચ્ચે
40 ડેમો: 50% થી 70% વચ્ચે
42 ડેમો: 25% થી 50% વચ્ચે
40 ડેમો: 25% થી ઓછા ભરાયા
રાજ્યના મોટાભાગના જળાશયોમાં યોગ્ય માત્રામાં પાણી ભરાઈ ગયું છે. જોકે કેટલીક જગ્યાએ હજુ પણ વધુ વરસાદની જરૂર છે. હાઈએલર્ટ પર આવેલા ડેમોની સ્થિતિ પર પણ સતત નજર રાખવી જરૂરી બની છે જેથી કોઈ અપાતકાલિન સ્થિતિ ઉદભવે નહીં.