Gujarat High Court : હાઈકોર્ટનું તંત્રને સુચન: અમલીકરણમાં શૂન્ય કામગીરી, નાગરિકો ત્રસ્ત
Gujarat High Court : અમદાવાદ શહેરમાં દિનપ્રતિદિન વધી રહેલા ટ્રાફિકના નિયમ ભંગ અને બિસ્માર રસ્તાઓ અંગે ગુજરાત હાઈકોર્ટે ફરી એકવાર તંત્રને જોરદાર ઠપકો આપ્યો છે.રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને ખરાબ રસ્તાઓના મુદ્દે ચાલી રહેલી કામગીરી પર કોર્ટે કહ્યુ, “અમે માત્ર વચનોથી નહિ, પરિણામોથી સંતોષીશું.”
હાઈકોર્ટના તિખા શબ્દો: “માત્ર SG હાઈવે અને CG રોડ છે અમદાવાદ?”
સરકારી વકીલના દાવાઓને હાઈકોર્ટે કહ્યું કે, પોલીસ સતત મહેનત કરે છે એ નકારી શકાય તેમ નથી, પરંતુ તેની કામગીરી કાયદાના અમલીકરણમાં દેખાતી નથી. કોર્ટે ઉલ્લેખ કર્યો કે, “શું અધિકારીઓને શહેરના અન્ય વિસ્તાર નથી દેખાતા? એમને માત્ર SG હાઈવે અને CG રોડ જ જણાય છે?”
તંત્રનું ભયજનક તર્ક: “લોકો વરસાદમાં શોર્ટકટ લે છે!”
રોંગ સાઈડ ડ્રાઇવિંગના બચાવમાં સરકારના વકીલે જે દલીલ આપી – કે લોકો વરસાદમાં શોર્ટકટ લે છે – તે હાઈકોર્ટને બિલકુલ સંતોષકારક ન લાગી. કોર્ટે સ્પષ્ટ કરી દીધું કે એવી માનસિકતા અને શિષ્ઠાનુકુલ વ્યવસ્થાની કમીને કોઈ રીતે સ્વીકારી શકાય નહીં.
હવે દર બુધવારે હાઈકોર્ટ કરશે પ્રગતિની સમીક્ષા
હાઈકોર્ટે નિર્ણય લીધો છે કે હવે દર બુધવારે આ મામલે રેગ્યુલર સુનાવણી થશે. અમદાવાદના વાહનચાલકો માટે મહત્વની વાત એ છે કે હવે વાહનચાલકોના વર્તન ઉપર ખાસ નજર રાખવામાં આવશે. રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરનારાઓના વાહનો જપ્ત થશે અને સીધી FIR નોંધાશે.
ટાયર કિલર, પેનલ્ટી, લાયસન્સ સસ્પેન્શનના વિકલ્પો પણ ટેબલ પર
ટાયર કિલર લગાવવાનો પ્રયત્ન પણ નિષ્ફળ ગયો હોવાનો હાઈકોર્ટનો મત રહ્યો. હવે હાઇકોર્ટે સરકારને સૂચન કર્યું છે કે લાયસન્સ સસ્પેન્ડ કરવું અને કડક દંડ લાદવો એ પણ વિચારવાનું રહેશે.
આગામી દિવસોમાં ટ્રાફિક દંડ અને કાર્યવાહી વધારે કડક બનશે
ટ્રાફિક પોલીસ, ખાસ કરીને DCP સફિન હસન સહિતના અધિકારીઓને હાઈકોર્ટમાં હાજર રહી કામગીરીની વિગત રજૂ કરવાની ફરજ પડી હતી. આગામી દિવસોમાં શહેરમાં ટ્રાફિક નિયમના ઉલ્લંઘન સામે કડક પગલાં લેવામાં આવશે.
અમદાવાદના નાગરિકોને હવે મુશ્કેલીનો સામનો કરવો ન પડે, તેના માટે કાયદાનું અમલીકરણ માત્ર કાગળ પર નહીં પણ જમીન પર થવું જોઈએ. હાઈકોર્ટનું આ સ્પષ્ટ સંદેશ તંત્ર માટે એક ચેતવણી છે – હવે સમય છે વચનો નહીં, પરિણામ બતાવવાનો.