Surat સુરતનાં વોન્ટેડ બસ્સામ ડોક્ટરનાં હવાલા-USD, ડિજિટલ અરેસ્ટ કેસમાં અલસૈફ સૈયદને જામીન મૂક્ત કરતી ગુજરાત હાઈકોર્ટ. ખંખેર્યા હતા દોઢ કરોડથી વધુ રુપિયા
હવાલા-USD અને સાયબર ફ્રોડ કેસમાં વોન્ટેડ અને હાલમાં જેની વિદેશ ભાગી જવાની આશંકા સેવવામાં આવી રહી છે તેવા સુરતનાં બસ્સામ ડોક્ટરની વિરુદ્વ વડોદરામાં નોંધાયેલા સાયબર ફ્રોડનાં ગુનામાં આરોપીના રેગ્યુલર જામીનને ગુજરાત હાઈકોર્ટે મંજુર કર્યા હતા.
આ કેસની વિગતો મુજબ બસ્સામ ડોક્ટરની સામે વડોદરામાં સાયબર ફ્રોડનો ગુનો નોંધાયો હતો અને આ કેસમાં વડોદરા સાયબર ક્રાઈમ સેલ દ્વારા અલસૈફ ઐયુબ સૈયદની ધરપકડ કરવામાં આવી હતી. અલસૈફ સૈયદે બસ્સામ ડોક્ટરને પોતાનું બેન્ક એકાઉન્ટ ભાડેથી આપ્યું હતું. આ મામલામાં આરોપીઓએ મુંબઈ પોલીસનાં DCP તેમજ દિલ્હીના પ્રખ્યાત વકીલ રાકેશના નામે ફરીયાદી મની લોડરીંગ કેસમા સંડોવાયેલો હોવાનું જણાવી ફરીયાદીને વ્હોટ્સઅપ કોલ તથા વીડિયો કોલ કરી સતત 45 દીવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી હતી.
આરોપીઓએ ફરીયાદીને ધરપકડ કરવાની ધમકી આપી ED તેમજ સુપ્રીમ કોર્ટનાં લેટર મોકલી ફરીયાદી પાસેના રુપિયાનું કેશ વેરીફીકેશન કરવાનુ જણાવી આરોપીઓએ તેમના જુદા જુદા બેન્ક એકાઉન્ટ્સ મોકલી તેમા રુપિયા ટ્રાન્સફર કરવાનુ જણાવી ટુકડે ટુકડે કરી ફરીયાદી પાસેથી કુલ રુપિયા દોઢ કરોડ જેટલી રકમ પચાવી પાડી હતી. જે પૈકી એક લાખ રુપિયા પરત કરવામાં આવ્યા હતા પરંતુ બાકીની રકમ નહીં આપતી સાયબર ફ્રોડ કર્યું હતું. હાલમાં આ કેસમાં બસ્સામ ડોક્ટર વોન્ટેડ છે જ્યારે અલસૈફ સૈયદને વડોદરા પોલીસે ઝડપી પાડી જેલને હવાલે કર્યો હતો.
આરોપી અલસૈફ સૈયદ દ્વારા વડોદરાની સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી પરંતુ કોર્ટે જામની અરજી નામંજુર કરી હતી. ત્યારબાદ સુરતના જાણીતા વકીલ ઝફર બેલાવાલાના હસ્તક ગુજરાત હાઈકોર્ટમાં વકીલ અનિક ટીમ્બાવાલા દ્વારા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે બચાવપક્ષ અને સરકારી વકીલની દલીલો સાંભળ્યા બાદ અલસૈફ સૈયદના શરતોને આધીન જામીન મંજુર કરવાનો હુકમ કર્યો હતો.
બચાવપક્ષની મુખ્ય દલીલો હતી કે ચાજĨશીટના પેપર ધ્યાને લેતા હાલના આરોપી હાલનાં ગુનામાં કોઈ પણ રીતે સંડોવાયેલ હોય તેવુ પણ જણાતું નથી. આરોપીએ ફ્રોડની રકમ પોતાના એકાઉન્ટમા મેળવી સગેવગે કરી હોય કે પોતાના અંગત સ્વાર્થમાં વાપરી નાંખી હોય તેવો પણ કોઈ પુરાવો ચાજĨશીટ પરથી જણાઈ આવતો ન નથી. હાલના ગુનાની ચાજĨશીટ પરથી પણ હાલના આરોપીની ગુનામાં કોઈ સક્રીય ભૂમિકા ભજવી હોય તેવી પણ કોઈ હકીકત આરોપી વિરુદ્વ જણાય આવતી નથી. આરોપી મહમદ અલસૈફ ઐયુબભાઈ સૈયદ તરફે ગુજરાત હાઈકોર્ટમાં વકીલ અનિક ટીમ્બાવાલા અને સુરત સ્થિત વકીલ ઝફર બેલાવાલા દ્વારા દલીલો કરવામાં આવી હતી.