મની લોન્ડરીંગનો ગુજરાત મોડેલ, બ્લેક મનીનો ખેલ, કૌભાંડોની રેલમછેલ
- પાછલા પાંચ વર્ષમાં અજાણી રાજકીય પાર્ટીઓને મળ્યું 4300 કરોડ રુપિયાનું ફંડ. 43 ઉમેદવારો પાછળ ખર્ચ કર્યો માત્ર 39 લાખ રુપિયા
બ્લેક મનીને કેવી રીતે વ્હાઈટ મનીમાં ફેરબદલ કરવામાં આવે છે તો તે અંગે તમારે આની વિગતવાર ડિટેઈલ જાણવી જરુરી બની જાય છે. ગુજરાતના કેટલાક પક્ષોને મળેલા ફંડ વિશે ચોંકવારી વિગતો પ્રકાશમાં આવી છે. કેરળથી લઈ કાશ્મીર સુધી અને પોરબંદરથી લઈ ત્રિપુરા સુધી કેટલાક એવા પક્ષોને ફંડ મળ્યું છે કે જેનો હિસાબ પણ મળવો મુશ્કેલ છે અને હવે આ પાર્ટીઓ ક્યાં છે તેનો કોઈ પત્તો મળતો નથી અને સુરાગ પણ મળતો નથી.
નવાઈની વાત એ છે કે આવા પક્ષોનાં કાર્યાલયો દુકાનોમાં પણ કાર્યરત જોવા મળ્યા છે અથવા એક રુમ જેવી જગ્યાને પાર્ટી કાર્યાલય બનાવી દેવામા આવી છે અથવા તો કોઈ ગામની ખૂબ જ અજાણી જગ્યાએ અથવા કો ફ્લેટમાં પાર્ટી કાર્યાલયમાં જોવા મળ્યા છે. એક પાર્ટીનું કાર્યાલય તો જરી પુરાણી ઈમારતમાં જોવા મળ્યું અને ચૂંટણી બાદ બંધ કરી દેવામાં આવ્યું. આશંકા છે કે કોઈ બિઝનેસમેન અથવા ટેક્સચોર દ્વારા આ પાર્ટીને ભારી-ભરખમ ફંડ આપવામાં આવ્યું હશે અને તે રુપિયા રોકડા કરીને ચાલતી પકડી હશે.
ઓડિટ રિપોર્ટમાં ખૂલાસો કરવામાં આવ્યો છે કે કુલ 10 રાજકીય પાર્ટીઓ 43 ઉમેદવારોને વિધાનસભા ચૂંટણીમાં ઉભા રાખ્યા હતા અને આ ઉમેદવારોની પાછળ 39 લાખ રુપિયાનો ખર્ચ બતાવવામાં આવ્યો હતો.
ગુજરાતી મીડિયાના ઈન્વેસ્ટીગેટીવ રિપોર્ટ પ્રમાણે આ 10 પાર્ટીઓ એવી છે કે જેમનું નામ કોઈએ ક્યારેય પણ સાંભળ્યું નહીં હોય. પણ ચોંકાવનારી વાત એ છે કે આ 10 પાર્ટીઓને કુલ 4300 કરોડ રુપિયાનું ફંડ મળ્યું છે. આ 10 પાર્ટીઓમાં લોકશાહી સત્તા પક્ષ, ભારતીય નેશનલ જનતા દળ, સ્વતંત્ર પ્રકાશ પાર્ટી, ન્યૂ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટી, સત્યવાદી રક્ષક પાર્ટી, ભારતીય જનતા પરિષદ, સૌરાષ્ટ્ર જનતા પક્ષ, જનમન પાર્ટી, માનવ અધિકાર નેશનલ પાર્ટી અને ગરીબ કલ્યાણ પાર્ટીનો સમાવેશ થાય છે.
આ પાર્ટીઓ પૈકી સૌથી વધુ ફંડ લોકશાહી સત્તા પાર્ટીને 1046.55 કરોડ રુપિયા મળ્યું છે અને પાર્ટીએ માત્ર ચાર ઉમેદવાર જ ઉભા રાખ્યા હતા તેમજ તમામ ઉમેદવારો કુલ 3997 વોટ હાંસલ કરવા માટે 1030.9 કરોડોનો આ પાર્ટીએ ખર્ચ કર્યો હતો.
આવી જ રીતે ભારતીય નેશનલ જનતાદળને 961.97 કરોડ રુપિયાનું ફંડ મળ્યું. પ્રાપ્ત થયેલા ફંડમાંથી આ પાર્ટીએ આઠ ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને 961.19 લાખ રુપિયા ખર્ચ કરી નાંખ્યા હતા જ્યારે 11496 વોટ મેળવ્યા હતા. સ્વતંત્ર પ્રકાશ પાર્ટીને 663.47 કરોડ રુપિયા મળ્યા. આ પાર્ટીએ ચૂંટણીમાં 6 ઉમેદવારો ઉભા રાખ્યા અને 12.18 લાખ રુપિયાનો ખર્ચ કર્યો. બાકી રુપિયાનો કોઈ હિસાબ દર્શાવવામાં આવ્યો નથી. એવી આશંકા છે કે ફંડ માત્ર બ્લેક મનીને વ્હાઈટ કરવા માટે આપવામાં આવ્યું હોવું જોઈએ.
એવી આશંકા મજબૂત બની રહી છે કે કેટલાક કૌભાંડીઓએ બ્લેક મનીને વ્હાઈટ કરવા માટે આવી રાજકીય પાર્ટીઓ ઉભી કરી હશે અને હાલની કેટલીક પાર્ટીઓ સાથે ષડયંત્ર રચી આખું કારસ્તાન પાર પાડ્યું હોવાની શંકા બળવત્તર છે.
ન્યૂ ઈન્ડિયા યુનાઈડેટ પાર્ટીએ 4 ઉમેદવારોને જીતાડવા માટે 608.14 ફંડમાંથી 407.43 કરોડ રુપિયાનો ખર્ચ કર્યો પણ આ ચારેય ઉમેદવારોને 9029 વોટ મળ્યા.જ્યારે આ પાર્ટીએ ચૂંટણી માટે માત્ર 1.61 લાખ રુપિયા જ ખર્ચ પેટે બતાવ્યા હતા. જ્યારે બાકી રકમનો હિસાબ બતાવ્યો નથી. આવી જ રીતે હ્યુમન રાઈટ્સ પાર્ટીએ કુલ 120.40 કરોડ રુપિયાનું ફંડ હાંસલ કર્યું હતું, તેણ ેમાત્ર બે ઉમેદવારો પાછળ 82 હજાર રુપિયાનો ખર્ચ બતાવ્યો. ગરીબ કલ્યાણા પાર્ટીએ ખર્ચની વિગતો આપી નથી. કેટલાક લોકોએ લોકસબાની સાથો સાથ વિધાનસભામાં પણ પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા હતા.
પાછલા પાંચ વર્ષ દરમિયાન આ પાર્ટીઓનાં ઓડિટ રિપોર્ટમાં 352.13 કરોડ રુપિયા ખર્ચ બતાવવામાં આવ્યું છે. આ પાર્ટીઓ ગુજરાતમાં રજિસ્ટર્ડ છે અને 2019-20 થી 2023-24 સુધી કુલ 4300 કરોડ રુપિયા મળ્યા છે. ઈલેક્શન કમિશનનાં રજિસ્ટ્રેશન પ્રમાણે કેરળથી લઈ કાશ્મીર અને પોરબંદરથી લઈ ત્રિપુરા સુધી લોકએ આ પાર્ટીઓને ફંડ આપ્યું છે. ઈલેક્શન કમિશનને મોકલવામાં આવેલા રિપોર્ટમાં આ પાર્ટીઓએ માત્ર 39.02 લાખ રુપિયાનો ખર્ચ જ બતાવ્યો છે.
આ પાર્ટીઓએ ચૂંટણી પંચને જાહેર હિત માટે 802 કરોડ રુપિયા અને ટ્રાન્સપોર્ટેશન તથા અન્ય ખર્ચ પેટે 58 કરોડનો ખર્ચ બતાવ્યો છે. આ ઉપરાંત આ ચૂંટણી ફંડમાંથી 98 કરોડ રુપિયાનું દેવું ચૂકવાયું હોવાનું બતાવવામાં આવ્યું છે. ભારતીય નેશનલ જનતાદળને સૌથી વધુ 17500000 રુપિયા મળ્યા. આ રુપિયા રાજસ્થાનનાં હેમા ફાર્માએ આપ્યા છે જ્યારે મહારાષ્ટ્રનાં પેશવા આચાર્યેએ 740000 રુપિયા આપ્યા. ત્યાર બાદ ગુજરાતનાં જયેશ પટેલે 2200000 રુપિયા આપ્યા.
એસોસિએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મના રિપોર્ટ પ્રમાણે આ પાર્ટીઓએ મીન લોન્ડરીંગ અને ટેક્સચોરી કરી હોવાની આશંકા છે. એસોસિએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મે ચૂંટણી પંચને આ પાર્ટીઓને મળેલા ફંડની તલસ્પર્શી તપાસ કરવા માટે પણ માંગ કરી છે.